અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદ, શહેરમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ
Trending Photos
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દસ દિવસના વિરામ બાદ વાતાવરણમાં અચનાક પલટો આવતા અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. ત્યારે ગરમી અને બફારા વચ્ચે રાજ્યમાં વરસાદ થતા લોકોએ રાહત અનુભવી રહ્યાં છે.
અમદાવાદમાં દસ દિવસ બાદ વરસાદનું આગમન થયું છે. પરસેવેથી રેબઝેબ થતા લોકોને વરસાદથી રહાત મળી. અમદાવાદના પૂર્વ વિસ્તાર ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, મણીનગર, જમાલપુર, વટવા, ઇશનપુર, ઘોડાસર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. જ્યારે અમદાવાદના કોટ વિસ્તાર તરફ વીજળીના ભારે કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. નદીની પૂર્વ તરફ પાલડી, વિજય ચાર રસ્તા, દર્પણ છ રસ્તા, અંકુર, નારણપુરા તરફ વરસાદ શરુ થયો છે.
વડોદરામાં પણ ભારે ગરમી અને બફારા વચ્ચે બપોર બાદ વરસાદનું શરુ થયો છે. વડોદરાના નિઝામપુરા, સમાં, નવાયાર્ડ, છાણી, ગોરવા, સમતા, કારેલીબાગ, ફતેહગંજ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. ગરમી અને બફારામાંથી શહેરીજનોને રાહત મળી છે. તો બીજી તરફ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
જૂનાગઢ શહેર સહીત જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદનું આગમન થયું છે. બપોર સુધી ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે બોટાદમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. વાતાવરણમાં પલટા બાદ હળવા પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી મારી છે. વાવણી બાદ વરસાદની રાહ જોતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. બરવાડામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંકક પ્રસરી જવા પામી છે. ત્યારે વરસાદ થતા બાળકોએ ન્હાવાની મજા લઇ ગમ્મત કરતા જોવા મળી રહ્યાં છે.
અમરેલીના બાબરામાં વરસાદ શરૂ થયો છે. જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વડિયા પથંકમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભાડ, નાનુડી, ઉમરીયા, ડેડાણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજુલા પંથકના મોટા આગરીયા, ભંડારીયા, વાવેરા સહિતના ગામોમાં પણ વરસાદ શરૂ થતા સમગ્ર વિસ્તારમાં ઠંડક થઈ છે. વાવણી બાદના વરસાદથી ખેડૂતોમાં ખુશીનિ લહેર જોવા મળી રહી છે.
જામનગર શહેરમાં બપોરના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જામનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને જામનગરના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. ભાર બફારા અને અસહ્ય ઉકળાટમાં વરસાદથી લોકોને રહાત મળી છે.
બનાસકાંઠાના ધાનેરામાં જોરદાર વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પ્રથમ વરસાદમાં જ ગટરોના પાણી બજારના રસ્તાઓ પર આવી ગયા છે. વરસાદ પડતા જ ધાનેરા નગર પાલિકાની પ્રિમોન્સુન પ્લાનની પોલ ખુલ્લી પડી છે. વરસાદી પાણીની સાથે ગટરોના પાણી રસ્તા પર આવતા રહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
નડિયાદ શહેરમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. આકાશમાં વાદળો ઘેરાયા બાદ વરસાદ શરૂ થતા સમગ્ર શહેરમાં ઠંકડનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. અરવલ્લીના શામળાજીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ શરૂ થતા સમગ્ર વિસ્તારમાં બફારા અને ઉકળાટ બાદ ઠંકડ પ્રસરી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે