દ્વારકા અને જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
રાજ્યમાં મહા વાવાઝોડાની આગાહીને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આથી ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પડી રહ્યો છે.
Trending Photos
દ્વારકા/જૂનાગઢઃ રાજ્યભરમાં ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી. પહેલા ચોમાસાની સિઝનમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો. ત્યારબાદ રાજ્યમાં ક્યાર વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ કમોસમી વરસાદ થયો હતો તો હવે મહા વાવાઝોડાને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આ વરસાદને કારણે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે.
આજે સાંજે દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના જામકલ્યાણપુર તાલુકામાં કલ્યાણપુર, બાકોડી, નારણપુર, ભોગાત, કેશોદ સહિત વરસાદ આવ્યો હતો. ખંભાળિયા તાલુકામાં પણ પવર સાથે વરસાદની શરૂઆત થઈ હતી. આ વરસાદને ગકારણે મગફળી અને કપાસના પાકને મોટુ નુકસાન થયું છે.
જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ
રાજ્યમાં વાવાઝોડાની આગાહીને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. તેની અસર જૂનાગઢ જિલ્લાના માળીયા હાટિના પંથકમાં જોવા મળી હતી. અહીં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના પાથળા ઉપર પાણી ફરી વળ્યા હતા. માળીયાના ગળોદરા ગામે તો એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયું છે. પવન સાથે શરૂ થયેલા વરસાદને કારણે અનેક વૃક્ષની ડાળીઓ પણ ધરાશાયી થઈ હતી.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે