ડાંગ, તાપી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં હળવો વરસાદ
સમગ્ર રાજ્યમાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
Trending Photos
અમદાવાદઃ રાજ્યના લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે ડાંગ, તાપી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં હળવો વરસાદ પડ્યો છે. વાત કરીએ તો ડાંગમાં ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ડાંગના વઘઇમાં 55 મીમી તો આહવામાં 2 મીમી વરસાદ નોંધાવ્યો હતો. તો તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, વ્યારા, વાલોડમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાના પોશિનામાં વરસાદની પધરામણી થઇ હતી. સમગ્ર વિસ્તારમાં હળવા વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી.
સાબરકાંઠાના પોશિનામાં વરસાદની જોરદાર પધરામણી થઇ છે. સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા. ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતાં પોશિનામાં આવેલી પનારી નદીમાં નવા નીર આવ્યા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વાતાવરણાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. ઉપરાંત ખેડૂતોમાં ખુશીની લાગણી પણ જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે