LRD મુદ્દે આપઘાત: રબારી સમાજનાં આગેવાનોની સમજાવટ બાદ મૃતદેહ સ્વિકાર્યો

 લોકરક્ષક દળની પરીક્ષામાં બે પુત્રો સાથે અન્યાય થતા પિતાએ ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ભરતીનો વિરોધ વધારે ઉગ્ર બન્યો હતો. રહેલા રબારી સમાજનાં આગેવાનોએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પહોંચીને વિરોધ કર્યો હતો.વિરોધનાં પગલે પોરબંદરના સાંસદો અને રાજેતાઓએ મધ્યસ્થી કરી હતી. જેથી રબારી સમાજનાં આગેવાનોએ કમિટીની રચના કરવાની હૈયાધારણા આપી હતી. ત્યાર બાદ સમગ્ર મુદ્દો થાળે પડ્યો હતો. સમગ્ર મુદ્દે મૃતદેહનો સ્વિકાર કરવામાં આવ્યો હતો.

LRD મુદ્દે આપઘાત: રબારી સમાજનાં આગેવાનોની સમજાવટ બાદ મૃતદેહ સ્વિકાર્યો

જૂનાગઢ: લોકરક્ષક દળની પરીક્ષામાં બે પુત્રો સાથે અન્યાય થતા પિતાએ ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ભરતીનો વિરોધ વધારે ઉગ્ર બન્યો હતો. રહેલા રબારી સમાજનાં આગેવાનોએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પહોંચીને વિરોધ કર્યો હતો.વિરોધનાં પગલે પોરબંદરના સાંસદો અને રાજેતાઓએ મધ્યસ્થી કરી હતી. જેથી રબારી સમાજનાં આગેવાનોએ કમિટીની રચના કરવાની હૈયાધારણા આપી હતી. ત્યાર બાદ સમગ્ર મુદ્દો થાળે પડ્યો હતો. સમગ્ર મુદ્દે મૃતદેહનો સ્વિકાર કરવામાં આવ્યો હતો.

સહાયક વિદ્યુક નિરીક્ષકની  કચેરીમાં પટાવાળા તરીકે નોકરી કરતા મ્યાજરભાઇ હુણનો મૃતદેહ કાર્યાલયમાં જ પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. મ્યાંજરભાઇએ આપઘાત કરતા પહેલા ટેબલ પર સ્યુસાઇડ નોટ લખી હતી. મારી ઓફીસમાં સ્ટાફ અને કર્મચારીને પરેશાન કરશો. માફ કરશો... રૂપાણી સરકારને સંતોષ થશે. ઘટનાને પગલે મોટા પ્રમાણમાં રબારી અને ભરવાડ સમાજનાં લોકો એકત્ર થવા લાગ્યા હતા. માલધારી સમાજ દ્વારા ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. બાદમાં પોરબંદરનાં સાંસદ રમેશ ધડુક અને રાજેશ ચુડાસમાની મધ્યસ્થી બાદ આખરે મૃતદેહ સ્વિકારવાની તૈયારી દર્શાવી હતી. 26મી તારીખે રબારી સમાજનાં અગ્રણીઓની મુખ્યમંત્રી સાથે મીટિંગ આયોજીત કરવામાં આવશે. 

ચાર સભ્યોની કમિટીની રચના
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ માલધારી સમાજના આગેવાનો સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. મીટિંગમાં પોરબંદરના સાંસદ રમેશ ધડુક, જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા, જામનગરના સાંસદ પૂનમ માડમ અને રબારી સમાજના આગેવાનો સાથે મુખ્યમંત્રી સાથે 26 તારીખે મીટિંગ કરશે. જેમાં તેઓ પોતાની માંગણીઓ અને પોતાનો પક્ષ રજુ કરશે. 

અખંડ રામધુન
LRD ભરતીમાં અન્યાય મુદ્દે સરકારી કર્મચારીએ આપઘાત કરતા રબારી સમાજે મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં પીએમ રૂમની બહાર અખંડ રામધુન ચાલુ કરી હતી. વિરોધ પ્રદર્શનને ટેકો આપવા માટે સમગ્ર રાજ્યમાંથી મોટા પ્રમાણમાં રબારી અને માલધારી સમાજનાં આગેવાનો પહોંચ્યા હતા. 

મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી
રબારી સમાજનાં વ્યક્તિ મ્યાંજરભાઇની આત્મહત્યા મુદ્દે મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, સરકાર આ મુદ્દે ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેશે. સરકાર સાથે આ મુદ્દે વાતચીત ચાલુ છે. ઝડપથી આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત સમાજને અન્યાય થવા મુદ્દે ભૂવા આતા જેઠાઆતા ઉલવાએ ભાજપનાં પોરબંદર જિલ્લાનાં હોદ્દેદાર તરીકે રાજીનામું આપી દીધું છે. તે ગોપાલક બોર્ડનાં પૂર્વ ડિરેક્ટર પણ રહી ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news