સોમનાથ મંદિરના દરવાજામાં એવું તો શું હતું કે મહારાજા રણજીતસિંહે શાહઝમાનના બદલામાં આ દરવાજા માંગ્યા હતા

Somnath Temple : અફઘાનિસ્તાનના શાહઝમાનને હરાવી પંજાબના મહારાજા રણજીતસિંહ સોમનાથ મંદિરના દરવાજા પરત લાવ્યા હતા, જે 800 વર્ષ પહેલા લૂંટી ગયો હતો ગઝની
 

સોમનાથ મંદિરના દરવાજામાં એવું તો શું હતું કે મહારાજા રણજીતસિંહે શાહઝમાનના બદલામાં આ દરવાજા માંગ્યા હતા

Gujarat History : આ 800 વર્ષો જૂનો ઈતિહાસ છે. સૌ કોઈ જાણે છે કે, સોમનાથના મંદિર પર હજારો વર્ષો પહેલા આક્રમણ થયુ હતું. અનેકવાર સોમનાથનું મંદિર લૂંટાયું છે. પરંતું પંજાબના શીખ મહારાજા રણજીતસિંહે અફઘાનિસ્તાન પર હુમલો કરીને સોમથાને લૂંટનાર બાદશાહ શાહઝમાનને હરાવ્યો હતો. બદલામાં તેમણે એક જ માંગ કરી હતી કે, સોમનાથ મંદિરના દરવાજા પરત કરવામાં આવે છે. તમને પણ એવુ લાગતુ હશે કે આખરે મહારાજાએ આખરે મંદિરના દરવાજાની જ કેમ માંગણી કરી. બાકી બધુ વસ્તુઓની કેમ નહિ, તો જોઈએએ કેમ. 

સોમનાથ મંદિર પર 1024માં મોહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી હતી. એ સમયે આખુ મંદિર સૂવર્ણથી જડેલુ હતુ. ત્યારે ગઝનીએ મંદિર પર આક્રમણ કરી બધુ જ સૂવર્ણ લૂંટી લીધું હતું. જેમાં મંદિરના ભવ્ય પ્રવેશદ્વાર સમા દરવાજા પણ લૂંટીને લઈ ગયો હતો. ખાસ વાત એ છે કે, આ દરવાજા ચાંદીના બનેલા અને હીરાજડિત હતા. 

પંજાબની શીખ મહારાજા રણજીતસિંહે 20 વર્ષી ઉંમરે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યુ હતું. જેથી અફઘાનિસ્તાનનો રાજા ઘૂંટણિયે પડ્યો હતો. મહારાજાએ અફઘાનિસ્તાનના રાજા શાહઝમાનને બંદી બનાવ્યા હતા. આ સમયે યુદ્ધ રોકવા માટેના 4 મહત્વપૂર્ણ કરાર થયા હતા, જેમાં અંતે એક સંઘી થઈ હતી. આ મુજબ, મહારાજાએ સોમનાથના દરવાજાની માંગ કરી હતી. જે અંતે પરત મળ્યા હતા. 10 મી સદીમાં લૂંટાયેલા દરવાજાની માંગ મહારાજે કરી હતી. 

મહારાજાના પ્રયાસથી 800 વર્ષ બાદ સોમનાથના દરવાજા પરત મળ્યા હતા. પરંતુ ત્યા સુધી તો બહુ મોડુ થઈ ગયુ હતું. કારમ કે, 800 વર્ષમાં દરવાજા પરથી બધુ જ ચાંદી-સોનું અને હીરા ઉતારી લેવામાં આવ્યા હતા. મોહંમદ ગઝનીએ આ દરવાજા તેની મસ્જિદમાં લગાવ્યા હતા. 800 વર્ષ બાદ જ્યારે દરવાજા પરત મળ્યા ત્યારે તેને પંજાબમાં દરબાર સાહેબની દર્શી ડોલી પર લગાવવામાં આવ્યા હતા. કાળની થપાટ થઈને દરાવાજા એવી ક્ષીણ થઈ ગયા હતા કે તે લાગી શકાય એવી સ્થિતિમાં પણ ન હતા. 

તાજેતરમાં સોમનાથ મંદિરનો 73 મો સ્થાપના દિવસ હતો. મંદિરમાં આ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news