AHMEDABAD: PSI એ મહિલા કોન્સ્ટેબલને કહ્યું ગરમી નથી લાગતી? ચાલો બાજુની હોટલમાં જઇએ અને...

અમદાવાદ પોલીસ બેડામાં હાલ એક પ્રેમ પ્રકરણ ખુબ જ ચર્ચાનો વિષય બન્યું છે. જેમાં એક પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) અને એક મહિલા કોન્સ્ટેબલનાં પ્રણય સંબઁધો ચર્ચાનો વિષય બન્યા છે. જેના કારણે ઝોન-7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ કાર્યવાહી કરવાની ફરજ પડી છે અને હાલ પુરતા પોલીસ સબ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. 

AHMEDABAD: PSI એ મહિલા કોન્સ્ટેબલને કહ્યું ગરમી નથી લાગતી? ચાલો બાજુની હોટલમાં જઇએ અને...

અમદાવાદ : અમદાવાદ પોલીસ બેડામાં હાલ એક પ્રેમ પ્રકરણ ખુબ જ ચર્ચાનો વિષય બન્યું છે. જેમાં એક પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) અને એક મહિલા કોન્સ્ટેબલનાં પ્રણય સંબઁધો ચર્ચાનો વિષય બન્યા છે. જેના કારણે ઝોન-7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ કાર્યવાહી કરવાની ફરજ પડી છે અને હાલ પુરતા પોલીસ સબ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક PSI ને સાથી મહિલા કોન્સ્ટેબલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના કારણે બંન્ને લાંબા સમયથી પ્રણયફાગ ખેલી રહ્યા હતા. અવાર નવાર બાજુમાં આવેલી હોટલમાં પણ આવતા જતા રહેતા હતા. જો કે હાલમાં જ મહિલા કોન્સ્ટેબલનાં પતિને કોઇ પણ પ્રકારે બંન્નેના પ્રેમ પ્રકરણ અંગેની માહિતી મળી હતી. જેના કારણે તે બંન્ને પર નજર રાખી રહ્યો હતો. 

પોલીસ સબ ઇન્સપેક્ટર અને મહિલા કોન્સ્ટેબલ ચાલુ ડ્યુટી દરમિયાન જ હોટલમાં પ્રણયફાગ ખેલવા માટે ગયા હતા. જો કે પહેલાથી જ નજર રાખી રહેલા પતિએ તત્કાલ હોટલ પર પહોંચીને બંન્નેના રૂમ નંબર જાણીને રૂમમાં જવા માટેની માંગ કરી હતી. જો કે હોટલ સ્ટાફે તેને જતા અટકાવ્યો હતો. કોઇ પ્રકારે પીએસઆઇને જાણ કરતા પીએસઆઇ પાછલા દરવાજેથી નિકળીને પોલીસ સ્ટેશન ડ્યુટી પર હાજર થઇ ગયા હતા. મહિલા કોન્સ્ટેબલ પણ ડ્યુટી પર હાજર થઇ ગઇ હતી. 

જો કે તેના પતિને સમગ્ર ઘટના અંગે ખ્યાલ હોવાથી તે પોલીસ સ્ટેશન જઇને હોબાળો કર્યો હતો. પરંતુ ઉચ્ચ અધિકારીઓએ તેને સમજાવીને ઘરે રવાના કર્યો હતો. સમગ્ર મુદ્દે ફરિયાદ નોઁધાવા દીધી નહોતી. પરંતુ મામલો ઝોન-7 ડીસીપી સુધી પહોંચ્યો હતો. જેના પગલે નોન કરપ્ટેડ અને ખુબ જ જેન્ટમેનની છબી ધરાવતા ઝોન-7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ તત્કાલ ખાતાકીય કાર્યવાહી કરતા પીએસઆઇને સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે મહિલા કોન્સ્ટેબલ લાંબી રજા પર ઉતરી ગઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news