વડાપ્રધાન કરશે રંગીલા રાજકોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મ્યુઝિયમનું લોકાર્પણ

26 કરોડના ખર્ચે આલ્ફેર્ડ હાઈસ્કૂલ ખાતે મહાત્મા ગાંધી મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે

વડાપ્રધાન કરશે રંગીલા રાજકોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મ્યુઝિયમનું લોકાર્પણ

રાજકોટ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 જન્મ જયંતિ નિમિતે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં રાજકોટ મહાનગર પાલિકા ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા 26 કરોડના ખર્ચે આલ્ફેર્ડ હાઈસ્કૂલ ખાતે મહાત્મા ગાંધી મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ આગામી 30 તારીખના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઇ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જ્યંતી નિમિતે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં રાજકોટએ વિશ્વને વિશેષ ભેટ આપવા જઈ રહ્યું છે. રાજકોટના જવાહર રોડ પર આવેલ આલ્ફેર્ડ હાઈસ્કૂલ કે જ્યાં મહાત્મા ગાંધીજીએ 7 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ શાળામાં વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા હોવાથી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ શાળાને મ્યુઝિયમમાં ફેરવવા નક્કી કરવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની મળી કુલ 26 કરોડની ગ્રાન્ટ મારફત આજે આ શાળાને મ્યુઝિયમના સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવી છે. જેનું આગામી 30 તારીખના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવવાના છે. આ મ્યુઝિયમની અંદર પૂજ્ય બાપુની મોહનથી લઇ મહાત્મા સુધીની જીવન શૈલી પ્રતિપાત કરવામાં આવી છે. જેને આગામી 2 તારીખ થી લોકો નિહાળી શકશે.

Rajkot

સૌની યોજના મારફત આજી ડેમમાં નર્મદા નીર ઠાલવ્યા બાદ સવા વર્ષ માં બીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ ની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી ને આવકારવા રાજકોટ થનગની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રાજકોટ ની તમામ સરકારી કચેરી તેમજ રાજકોટ ના મુખ્ય રાજમાર્ગો ને રોશની થી શણગારી દેવામાં આવ્યા છે સાથે જ રાજકોટ ના મુખ્ય સર્કલો પર કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ પ્રકાશિત કરતી થીમ મુકવામાં આવી છે.. રાજકોટ મહાનગર પાલિકા ની સાથે જ રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ ના નેતાઓ અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે.

rajkot-PM-Modi.

30 સપ્ટેમ્બર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજના 5 વાગ્યે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચશે જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપની દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ચૌધરી હાઈસ્કૂલ ખાતે મહાત્મા ગાંધી મ્યુઝિયમ નું લોકાર્પણ કરવામાં આવશે સાથે જ પ્રધાનમંત્ર આવાસ યોજના અને આઇવે પ્રોજેક્ટ ફેઝ 2 નું પણ લોકાર્પણ કરવામાં આવશે બાદમાં તેઓ મ્યુઝિયમ ની મુલાકાત લેશે અને મ્યુઝિયમ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો સાથે જ ગનશીજી ના જીવન આધારિત બે શોટ ફિલ્મ પણ નિહાળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news