Ahmedabad Flower Show: અમદાવાદના ફ્લાવર શોને લઈ PM મોદીએ કર્યું ટ્વિટ, કહ્યું; 'અદભૂત લાગે છે, વર્ષોથી...'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લાવર શોને લઈને કરેલા ટ્વીટમાં લખ્યું છે કે, અદભૂત લાગે છે. વર્ષોથી, અમદાવાદના ફ્લાવર શોએ ફૂલો અને પ્રકૃતિ પ્રત્યે શોખીન એવા ઘણા લોકોને આકર્ષિત કર્યા છે.

Ahmedabad Flower Show: અમદાવાદના ફ્લાવર શોને લઈ PM મોદીએ કર્યું ટ્વિટ, કહ્યું; 'અદભૂત લાગે છે, વર્ષોથી...'

Ahmedabad Flower Show 2023: કોરોનાની મહામારીના છેલ્લા બે વર્ષ બાદ અમદાવાદમાં આ વર્ષે સાબરમતી રિવરફ્ન્ટ પર ફ્લાવર શો યોજાઈ રહ્યો છે. જેમાં દેશ-વિદેશના અનેક ફૂલો ઉગાડવામાં અને લાવવામાં આવ્યા છે. શનિ-રવિએ શહેરીજનો મન મૂકીને ફ્લાવર શોમાં આવી રહ્યા છે. એલિસબ્રિજથી સરદાર બ્રિજ વચ્ચે ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરાયું છે, જેમાં આખો વિસ્તાર રંગબેરંગી ફુલોથી છવાઈ ગયો છે. સાબરમતીના કિનારે 1 લાખ ચોરસ મીટર કરતાં વધુ વિસ્તારમાં આયોજન થયું છે. ત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના ફ્લાવર શોને લઈ પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કર્યુ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લાવર શોને લઈને કરેલા ટ્વીટમાં લખ્યું છે કે, અદભૂત લાગે છે. વર્ષોથી, અમદાવાદના ફ્લાવર શોએ ફૂલો અને પ્રકૃતિ પ્રત્યે શોખીન એવા ઘણા લોકોને આકર્ષિત કર્યા છે.

— Narendra Modi (@narendramodi) January 4, 2023

ઉલ્લેખનીય છે કે, ફ્લાવર શોની વિશેષતા એ છે કે તેમાં માત્ર ઠંડી ઋતુનું ફૂલ છે. વિવિધ રા્જ્યોના વિશેષતા ધરાવતા ફૂલો લાવવામાં આવ્યા છે. દેશ અને વિદેશના ફૂલો ફ્વાર શોમાં જોવા મળશે. આ ઉપરાંથ પક્ષીની પાંખો જેવા ફૂલો પણ જોવા મળશે. કેરળ સહિત દક્ષિણ ભારતમાં જોવા મળતા ફૂલો પણ અહીં જોવા મળશે.

કઈ થીમ પર આધારિત છે ફ્લાવર શો
ફ્લાવર શોમાં 12 વર્ષથી નાની ઉંમરના અને શાળાના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે, તો વયસ્ક મુલાકાતીઓ માટે પ્રવેશ ફી 30 રૂપિયા રહેશે. આ વર્ષે G20,U-20, યોગા, સ્પોર્ટ્સ, આયુર્વેદ, આઝાદીનો અમૃત મહોત્સવની થીમ ઉપર ફ્લાવાર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજિત 10 લાખ જેટલાં છોડ ફ્લાવાર શૉમાં જોવા મળશે. ફ્લાવર શૉમાં ભીડ ભેગી ન થાય તે માટે ટિકિટ વિતરણ ઉપર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

ફ્લાવર શોમાં જાઓ તો 4 પ્રકારના ફૂલ ખાસ જોજો. જેમાં કેરાલીલીનું ફૂલ, બર્ડ ઓફ પેરેડાઈઝ, હેલીએલિકોનિયા અને અમરેલિસનું ફૂલ ખાસ આકર્ષણ છે. કેરાલીલીનું ફૂલ નાના ભૂંગળા જેવું લાગે છે. તો બર્ડ ઓફ પેરેડાઈઝનો આકાર પક્ષીની પાંખ જેવો હોય છે. તો હેલીએલિકોનિયા ફૂલનું ઝમુકુ ચમદકાર હોય છે. આ ઉપરાંત અમેરિલિસ ફૂલ મૂળ સાઉથ આફ્રિકાનું છે, તે એક હાથ જેટલું લાંબુ હોય છે.

વિવિધ કલરની વીસ જેટલી ગ્રીન વોલ સેલ્ફી પોઈન્ટ તરીકે તૈયાર કરવામા આવી છે. ઉપરાંત જુદી-જુદી સાઈઝના ફલાવર ટાવર, મહેંદીમાંથી બનાવેલી ઓલિમ્પિક રમતોના સ્કલ્પચરની સાથે બસો ફુટ લાંબી ગ્રીન વોલ,ફલાવર લવ ગેટ, ફલાવર ફોલ પોટ, ફલાવર ટ્રી તેમજ અલગ અલગ રંગના ફલાવર રોલના સ્કલ્પચર,બોલ તથા ડોલ્ફિન પણ લોકો માટે આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે. 
   
ફ્લાવર શૉ દરમિયાન અટલ બ્રિજ 2 વાગે બાદ મુલાકાતીઓ માટે બંધ રહેશે. આ વર્ષે જંગલ, સ્પોર્ટ્સ, આરોગ્ય, યોગા સહિતની 20 થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે...જેમાં વિવિધ થીમના સ્કલ્પચર, સેંકડો સેલ્ફી પોઈન્ટ, 7 નર્સરી, 26 ગાર્ડનિંગ સ્ટોલ, 17થી વધારે ફૂડ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે.

ફલાવર શોમાં વન્ય સૃષ્ટિ સંદર્ભમાં સ્કલ્પચરની સાથે સંજીવની પર્વત સાથેના હનુમાનજીની પ્રતિકૃતિ, ધન્વંતરી અને ચરકઋષિના સ્કલ્પચરની સાથે વેજીટેબલની વિવિધ જાતોની સાથે ઓર્કિડ, રેનેસ્કયુલસ, લિલિયમ, પીટુનીયા, ડાયન્થસ જેવી જાતોના દસ લાખથી વધુ પ્લાન્ટેશન પણ મુલાકાતીઓનુ આકર્ષણ બની રહેશે. 

ટિકિટ ક્યાંથી મળશે? 
ફલાવર શોના મુલાકાતીઓ માટે રીવરફ્રન્ટ ખાતે ઈવેન્ટ સેન્ટર ઉપરાંત અટલબ્રિજની પૂર્વ તરફ તથા એલિસબ્રિજ નીચેના ભાગમા ટિકિટ માટેના કાઉન્ટર રાખવામા આવશે. આ ઉપરાંત શહેરના સાત ઝોનમા આવેલ ઝોનના સિવિક સેન્ટર ઉપરથી પણ લોકોને ટિકીટ મળી રહે એ માટેનુ તંત્ર દ્વારા આયોજન કરવામા આવ્યુ છે.

કોરોના મહામારીમાં માસ્ક ફરજીયાત
ફલાવર શોમા આવનારા તમામ લોકો માટે માસ્ક પહેરવો ફરજીયાત કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news