ગુજરાત : આનંદની હેલી લાવતો વરસાદ આ વર્ષે ખેડૂતોને હજુ રડાવી રહ્યો છે
ભાઇબીજનાં દિવસે જ ચાર જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોની કફોડી સ્થિતી થઇ છે
Trending Photos
અમદાવાદ : ગુજરાત પરથી ક્યાર વાવાઝોડાનું સંકટ ટળ્યુ છે. જો કે તેની અસર અગામી પાંચ દિવસ સુધી જોવા મળશે. હાલ ક્યાર વાવાઝોડુ ઓમાન અને યમન તરફ ફંટાઇ ચુક્યું છે. જો કે તેના 800 કિલોમીટરના વ્યાપને કારણે ગુજરાતમાં અગામી પાંચ દિવસ સુધી વાતાવરણમાં અસર વર્તાશે અગામી પાંચ દિવસ ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ રહેશે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના પગલે જામનગર સહિતનાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ છેલ્લા 5 દિવસથી સર્જાયું છે.
આજે જામનગરનાં વાતાવરણમાં સવારે તડકો નિકળ્યા બાદ અચાનક પલટો આવ્યો હતો. સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસવા લાગ્યો હતો. જામનગરના દરિયાકાંઠા વિસ્તારમાં પણ અસર વર્તાઇ હતી. આ ઉપરાતં જામનગરના જોડિયા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. માવઠાથી ખેડૂતોને નુકસાન ખુબ જ વધતું જાય છે. આ ઉપરાંત જામજોધપુરમાં પણ છુટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો.
રાજકોટનાં ઉપલેટામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદી ઝાપટા સાથે તોફાની પવન પણ ફુંકાવા લાગ્યો હતો. વરસાદથી ન માત્ર ખેડૂતોને ભારે નુકસાન થઇ રહ્યું છે. આ ઉપરાંત જેતપુરમાં પણ છુટા છવાયા ઝાપટા પડ્યા હતા. જેતપુરમાં છેલ્લા 1 કલાકથી વરસાદ પડી રહ્યો છે. વિજળીનાં કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદ પડી રહ્યો છે. જેનાં કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.
ગુજરાત બ્રેકીંગ ડાંગ જિલ્લા માં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. છેલ્લા 4 દિવસથી સાંજના સમયે સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ ના પગલે ડાંગર,શેરડી અને નાગલી ના પાકને નુકશાન
નવસારી જીલ્લા માં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુરતમાં વરસાદ બાદ હવે નવસારીમાં પણ વરસાદે વારો કાઢ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બેસતા વર્ષ બાદ ભાઇબીજનાં દિવસે પણ વરસાદે નવસારીને ધમરોળ્યું હતું. ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદના પગલે ખેડૂતોના ઉભા પાકને નુકશાન. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે.
સુરત શહેરનાં કેટલાક વિસ્તારોમાં પણ વત્તોઓછા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. અમરોલી-કતારગામમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. જો કે ધીમી ધારે પડી રહેલા વાતાવરણમાં કારણે એકંદરે વાતાવરણમાં રાહત પ્રસરી છે. પરંતુ કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોમાં ચિંતા પેઠી છે. જો કે આ બે વિસ્તારોને બાદ કરતા અન્ય કોઇ પણ વિસ્તારમાં વરસાદ નથી.
મોરબી જિલ્લામાં પણ ક્યાર વાવાઝોડાની અસરના પગલે વરસાદના ઝાપટા પડ્યા હતા. ટંકારા અને વાંકાનેર તાલુકામાં કાળા ડિબાંગ આકાશ ગોરંભાયા બાદ વરસાદ ચાલુ થયો હતો. આકાશમાં ગોરંભાયેલા વાદળાને કારણ હજી પણ વરસાદ વધે તેવી શક્યતા છે.
કચ્છ : ગાંધીધામમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો હતો. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદનું આગમન થયું હતું. અરબી સમુદ્રમાં ઉદભવેલા ડીપ્રેશનની અસરને પગલે કચ્છમાં ભાઇબીજ પણ વરસાદી બની છે. વરસાદને કારણે માર્ગો ભીના થયા છે. જો કે આખા દિવસના ઉકળાટ બાદ મોડી સાંજે વરસાદ તુટી પડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે