પોલીસે દરવાજો ખોલ્યો યુવકો અને યુવતીઓ કઢંગી હાલતમાં નાચી રહ્યા હતા અને...

31 મી તારીખ ગુજરાત પોલીસ માટે માથાના દુખાવા સમાન રહી હતી. જો કે રાજ્યમાં કેટલીક ઘટનાઓ એવી સામે આવી હતી કે ખુદ પોલીસ પણ આશ્ચર્યથી ચોંકી ઉઠી હતી.

પોલીસે દરવાજો ખોલ્યો યુવકો અને યુવતીઓ કઢંગી હાલતમાં નાચી રહ્યા હતા અને...

વડોદરા : જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલથી રસુલાબાદ જવાના રસ્તા પર આવેલા ઓર્બિટ-99 બંગલોઝના મકાન નંબર 92માં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે થ્રીડી પાર્ટી મનાવી રહેલા વડોદરાનાં 7 કોલેજીયન યુવક-યુવતીઓ સહિત કુલ 9 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. બંગલામાં ડી.જે તાલે દારૂની ચાલી રહેલી મહેફિલમાં પોલીસે દરોડો પાડતા જ મહેફિલ માણી રહેલા યુવાનો અને યુવતીઓનો દારૂનો નશો ઉતરી ગયો હતો. વડોદરામાં પોલીસનું કડક ચેકિંગ હોવાના કારણે વડોદરાના યુવકૃયુવતીઓ વાઘોડિયા તાલુકામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ઉજવવા માટે ગયા હતા.

આ અંગે સ્થાનિક પોલીસને માહિતી મળી હતી કે, રવાલથી રસુલાબાદ જવાના રસ્તા પર આવેલા ઓર્બિટ 99 બંગ્લોઝનાં મકાન નંબર 92માં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જે માહિતીનાં આધારે હેડ કોન્સ્ટેબલ મશુલભાઇ કાલાભાઇ સહિતનો સ્ટાફ બંગલા પર પહોંચ્યો હતો. બંગલાને કોર્ડન કરીને દરવાજો ખોલાવીને તપાસ કરતા મ્યુઝીકનાં તાલે 6 યુવાનો અને 3 યુવતીઓ દારૂની મહેફીલ માણી રહ્યા હતા. પોલીસને સ્થળ પરથી પ્લાસ્ટિકના ગ્લાસ, દારૂની ચાર બોટલ, બકાર્ડી રમ અને અબ્સોલ્યૂટ વોડકા સહિતની બોટલ મળી આવી હતી. 


(વડોદરાની પાર્ટીમાં ઝડપાયેલા આરોપીઓ)

ઝડપાયેલા યુવક અને યુવતીઓ
1) મેશ્વા નિકુલભાઇ પટેલ (રહે. 3-બી, જયશ્રી મહાકાળી સોસાયટી, માંજલપુર, વડોદરા) વ્યવસાય-અભ્યાસ.
2) સૌમ્યા પંકજભાઇ અગ્રવાલ (રહે. 401, એરીઝ એલીગંજ, 37-1, અરૂણ નગર, અલકાપુરી, વડોદરા) વ્યવસાય-અભ્યાસ.
3) સિમરન જયેશભાઇ જૈન (રહે. 27, વિઠ્ઠલનગર સોસાયટી, કારેલીબાગ, વડોદરા), વ્યવસાય-અભ્યાસ.
4) આલોક શ્રીવાસ્તવ (રહે. 16, રાધે બંગ્લોઝ, ક્રિષ્ણા ટાઉનશિપ પાસે, ગોત્રી, વડોદરા), વ્યવસાય-અભ્યાસ.
5) સિદ્ધાર્થ વિનોદભાઇ ચૌધરી (રહે. ડી-47, લક્ષ્મી નિવાસ, રોઝરી સ્કૂલની બાજુમાં, પ્રતાપગંજ, વડોદરા) વ્યવસાય-અભ્યાસ.
6) જય સુનિલભાઇ શાહ (રહે. એ-203, સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટ, વાસણા-ભાયલી રોડ, વડોદરા), વ્યવસાય-અભ્યાસ.
7) કાર્તિક ભગવાનજી પટેલ (રહે. 401, ચોથો માળ, વર્ધાન કોમ્પ્લેક્ષ, કારેલીબાગ, વડોદરા), વ્યવસાય-નોકરી.
8) અનુજ પ્રવિણભાઇ સહેગલ (રહે. 301, વૈદ્ય રેસિડેન્સી, અલકાપુરી, વડોદરા), વ્યવસાય-અભ્યાસ.
9) જયસિંહ અર્જુનસિંહ દરબાર (રહે. 504, એલ ટાવર, શ્રી સિધ્ધેશ્વરી હીલ, તરસાલી, વડોદરા) વ્યવસાય- ડી.જે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news