હીરાબાને મળવા પહોંચ્યા PM નરેન્દ્ર મોદી, દરેક પ્રસંગે મોદીએ લીધા છે માતાના આશીર્વાદ

માતા હીરાબાના ઘરે પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. માતાને મળ્યા બાદ પ્રધાનમંત્રી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.

હીરાબાને મળવા પહોંચ્યા PM નરેન્દ્ર મોદી, દરેક પ્રસંગે મોદીએ લીધા છે માતાના આશીર્વાદ

ઝી ન્યૂઝ/અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીએ રિવરફ્રન્ટ પર અટલ ફૂટઓવરબ્રિજ પર પહોંચ્યા હતા. ત્યારબાદ ગાંધીનગર રાયસણ માતા હીરાબાને મળવા દોડી ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા છે. અટલબ્રિજની મુલાકાત બાદ માતા હીરાબાના આશીર્વાદ લેવા પીએમ મોદી પહોંચ્યા છે. 

માતા હીરાબાના ઘરે પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. માતાને મળ્યા બાદ પ્રધાનમંત્રી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. પીએમ મોદીએ માતા હીરાબા સાથે 26 મિનિટ જેટલો સમય પસાર કર્યો હતો. રાયસણમાં માતા હીરાબા સાથે મુલાકાત કરવા પીએમ મોદી પહોંચ્યા હતા. પીએમ મોદીના માતા હીરાબા રાયસણમાં પંકજ મોદી સાથે રહે છે. અગાઉ પીએમ મોદીએ માતા હીરાબાના 100માં જન્મદિવસ પર તેમની સાથે મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પર બે કલાક મીટિંગ કર્યા બાદ તેઓ રિવરફ્રન્ટ પર યોજાયેલ ખાદી મહોત્સવમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે રેટિંયો કાંત્યો હતો. બીજી બાજુ અમદાવાદની જનતાને એક ભેટ આપી હતી. પીએમ મોદીએ અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમણે એક જનસભાને સંબોધિત કરી હતી. ત્યાં પીએમ મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news