PM બોલ્યા, દુનિયાના ટુરિઝમ મેપ પર છવાઈ જશે કેવડિયા, ભારતની પ્રગતિનું તીર્થ સ્થળ બન્યું
સરદાર પટેલની 145 મી જન્મજયંતી પર દેશભરમાં આજે એક્તા દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પહોંચ્યા હતા. અહી તેઓએ સરદારની પ્રતિમાને નમન કર્યું, જેના બાદ એક્તા પરેડની શરૂઆત થઈ હતી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :સરદાર પટેલની 145 મી જન્મજયંતી પર દેશભરમાં આજે એક્તા દિવસ (Ekta Divas) ઉજવાઈ રહ્યો છે. ત્યારે લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) પાસે પહોંચ્યા હતા. અહી તેઓએ સરદારની પ્રતિમાને નમન કર્યું. હેલિકોપ્ટરથી સરદાર પટેલ (sardar patel) ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે ફૂલોની મહેક કેવડિયાની હવામાં મહેકી ઉઠી હતી. તેના બાદ પીએમ મોદી (Narendra Modi) સરદાર પટેલના પગ પાસે પહોંચીને તેઓને ફૂલ અર્પણ કર્યાં હતા. આ ક્ષણ દેશવાસીઓ માટે ખાસ બની રહી હતી. દેશના લોખંડી પુરુષ માટે પીએમ મોદી દ્વારા કરવામાં આવતી પુષ્પાંજલિ ખાસ બની રહી હતી. અહીથી હવે પીએમ મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસની શરૂઆત થઈ હતી. તો એક્તા પરેડ બાદ પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.
કેવડિયાથી પીએમ મોદીનુ રાષ્ટ્રજોગ સંબોધન...
સરદાર ડેમ ભારતની નવી પ્રગતિનુ તીર્થ સ્થળ બન્યું
તેઓએ સંબોધનની શરૂઆતમાં ભારત માતાની જયનું જયઘોષ કરાવ્યું હતુ. જે નર્મદાની પહાડીઓમાં ગુંજી ઉઠ્યું હતું. તેમણે કહ્યું કે, આપણે લોખંડી પુરુષ ની દૂરંદેશીથી ભરેલી વાણીને
પ્રસાદ રૂપે પ્રાપ્ત કરી. દેશના રજવાડાને એક કરીને દેશની વિવિધતાને આઝાદ ભારતની શક્તિ બનાવીને તેઓએ હિન્દુસ્તાનને વર્તમાન સ્વરૂપ આપ્યું. બહુ જ ઓછા સમયમાં સરદાર
સરોવર ડેમ સાથે જોડાયેલ આ નિર્માણ નવા ભારતની પ્રગતિનું તીર્થ સ્થળ બન્યું છે. સમગ્ર દુનિયાના ટુરિઝમ મેપ પર આ સ્થાન છવાઈ જશે. આજે સી પ્લેન સેવા પણ શરૂ થશે. અહી
ગાઈડના રૂપમાં આસપાસના ગામની દીકરીઓ જે કોન્ફિડન્સ સાથે તમામ માહિતી આપતી હતી, ત્યારે માથુ ગર્વથી ઉંચુ થઈ ગયું. તેઓએ જે મહારત હાંસિલ કરી છે, પોતાનામાં જે
પ્રોફશનાલિઝમ જોડ્યું છે, તેના માટે અભિનંદન.
મહર્ષિ વાલ્મીકીનો મંત્ર ઈન્ડિયા ફર્સ્ટનો આધાર બન્યો
આજે મહર્ષિ વાલ્મીકી જયંતી પણ છે. આપણે ભારતની જે સાંસ્કૃતિક એક્તાનું દર્શન કરીએ છીએ, તેને યોગ્ય ઉર્જાવાન બનાવવાનું કામ સદીઓ પહેલા આદિ કવિ મહર્ષિ વાલ્મીકીએ કર્યું
હતુ. ભગવાન રામના આદર્શ, તેમના સંસ્કાર આજે ભારતના ખૂણેખૂણે દેખાય તેનું શ્રેય મહર્ષિ વાલ્મીકીને જાય છે. મહર્ષિનો મંત્ર ઈન્ડિયા ફર્સ્ટનો મહત્વનો આધાર છે.
પીએમએ સંબોધનમાં તમિલ ભાષામાં કવિતાનું પઠન કર્યું
તેઓએ પોતાના સંબંધમાં તમિલ ભાષાના મહાકવિ, સુબ્રમણ્યમ ભારતીએ લખેલી કવિતા વાંચી હતી. પીએમ મોદીને તમિલ ભાષામાં કવિતાનું પઠન કરતા જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ આખી કવિતાનું પઠન તમિલ ભાષામાં કર્યું હતું. તેઓએ કવિતાને હિન્દી ભાષામાં વર્ણવતા કહ્યું કે, દૂરના વિસ્તારો વિશે જે વર્ણન કવિએ કર્યું છે તે એટલુ જ પ્રેરક છે. તેઓએ જે ભાવને પ્રકટ કર્યું છે તે તમિલ ભાષામાં કર્યું છે. જોડ નહિ ધરતી પર જિસકા, વહ નગરાજ હમારા હી હૈ, નદી હમારી હૈ ગંગા, બહેતી હૈ ક્યા કહી ઓર ભી ઐસી કલ કલ ધારા, સન્માનિત જો સફળ વિશ્વમાં, મહિમા જિનકી બહોત રહી હૈ, અમર ગ્રંથ વે સભી હમારે, ઉપનિષદો કા દેશ યહી હૈ, ગાએંગે યશ હમ સબ ઈસકા, યહ હૈ સ્વર્ણિમ દેશ હમારા, ભાગે કોણ જગત હમસે..... ભારતની આ તાકાત આપત્તિ સામે લડવા અને જીતવા શીખવાડે છે, ગત વર્ષે આજના દિવસે એકતા દોડમા સામેલ થયા હતા ત્યારે કોઈએ કલ્પના કરી ન હતી કે, કોરોના જેવી મહામારીનો સામનો કરવો પડશે. પરંતુ આ મહામારી સામે આપણા દેશવાસીઓએ જે રીતે સામૂહિક સામ્યર્થક, ઈચ્છા શક્તિને સાબિત કર્યું તે અભૂતપૂર્વ છે. 130 કરોડ દેશવાસીઓએ એક થઈને એક્તાનો જે મેસેજ આપ્યો, તેમાં 8 મહિનામાં સંકટ સામે લડવા અને જીતવાની તાકાત આપી. કોરોના વોરિયર્સના સન્માન માટે દીવડા પ્રગટાવ્યા.
આજનું ભારત સમગ્ર રીતે સજ્જ, પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે
તેમણે વધુમાં કહ્યું કે, આજે દેશ રામ મંદિર પર સુપ્રિમકોર્ટના નિર્ણય પર સાક્ષી બન્યુ છે. ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. આજે 130 કરોડ દેશવાસી એવા રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યા છે જે સશક્ત છે અને સક્ષમ પણ હશે, સમાનતા અને સંભાવના પણ હોય. સરદાર પટેલ પણ કહેતા હતા કે, દુનિયાનો આધાર ખેડૂત અને મજૂર છે. તેથી તેઓ ગરીબ અને નબળા ન હોવા જોઈએ. હુ તેઓને મજબૂત બનાવવા માંગું છું. ખેડૂત અને મજૂર આત્મનિર્ભર બનશે તો જ સશક્ત થશે. તો જ દેશ આત્મનિર્ભર બનશે. આત્મનિર્ભર દેશ જ પ્રગતિની સાથે સાથે સુરક્ષા માટે પણ આશ્વસ્ત રહી શકે છે. તેથી દેશ રક્ષા ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનવા આગળ વધી રહ્યો છે. સીમા પર પણ ભારતની નજર અને નજરિયા બદલાઈ ગયો છે. આજે ભારતની ભૂમિ પર નજર કરનારાઓને જડબાતોડ જવાબ આપવાની તાકાત આપણા જવાનોના હાથમાં છે. આજનો ભારત સીમા પર સેંકડો કિમી લાંબા રસ્તા, બ્રિજ, સુરંગ સતત બનાવી રહ્યો છે. આપણી સંપ્રભુતા અને સન્માનની રક્ષા માટે આજનું ભારત સમગ્ર રીતે સજ્જ છે. પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે.
આતંકની પીડાને ભારત સારી રીતે જાણે છે, હવે તેને હરાવવાનું છે
તેઓએ કહ્યું કે, અનેક એવા ચેલેન્જિસ પણ છે, જેનો સામનો ભારત અને સમગ્ર વિશ્વ કરે છે. ગત કેટલાક દિવસોમાં કેટલાક દેશોમાં જે પરિસ્થિતિ બની છે, જે રીતે કેટલાક લોકો આતંકવાદના સમર્થનમાં ખૂલીને સામે આવી રહ્યા છે તે આજે માનવતા માટે વિશ્વ માટે, શાંતિ માટે વૈશ્વિક ચિંતા બની છે. આજના માહોલમાં દુનિયાના તમામ દેશો અને સરકારને, પંથને આતંકવાદ સામે એકજૂટ થવાની સૌથી વધુ જરૂર છે. શાંતિ ભાઈચારો અને પરસ્પર આદરનો ભાવ જ માનવતાની યોગ્ય ઓળખ છે. આતંકવાદનો ગુપ્ત ભોગી ભારત રહ્યો છે. ભારતે પોતાના હજારો વીર જવાનોને ગુમાવ્યા છે. હજારો નિર્દોષ નાગરિકોને ગુમાવ્યા છે. અનેક દીકરા અને ભાઈ ગુમાવ્યા છે. આતંકી પીડાને ભારત બહુ જ સારી રીતે જાણે છે. ભારતે આતંકવાદને હંમેશા પોતાની એક્તાથી જવાબ આપ્યો છે. આજે સમગ્ર વિશ્વએ પણ એકજૂટ થઈને દરેક એ તાકાતથી હરાવવાનું છે જે આતંકની સાથે છે. ભારતીયો એ લોકો છે જેઓને સર્વે ભવન્તુ સુખાનિ અને વસુધૈવ કુટુમ્બકમની પ્રેરણા મળી છે. આ જ આપણી જીવનધારા છે.
આપણી વિવિધતામાં આપણું અસ્તિત્વ છે
તેઓએ સંબોધનમાં રાષ્ટ્રકવિ રામધારિની દિનકરે લખેલા કેટલાક શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારત એક વિચાર, સ્વર્ગને ઉપર લાનેવાલા, ભારત એક ભાવ, જીસકો પાકર મનુષ્ય જગતા હૈ... આપણા વિચારોથી, ભાવના, ચેતના, પ્રયાસોથી આપણે બધામાંથી મળીને બનીને તે બને છે. તેની તાકાત વિવિધતા છે. વેદવાક્યોમાં કહેવાયું છે કે, આપણી માતૃભૂમિ અલગ અલગ ભાષા બોલનારા, આચાર વિચાર વ્યવહારના લોકોને એક ઘર સમાન ધારણ કરે છે. તેથી આપણી વિવિધતા જ આપણું અસ્તિવત્વ છે. તેમાં જીવંત રહેવુ જ રાષ્ટ્રપતિ આપણું કર્તવ્ય છે. આપણે એક છીએ તો આપણે અપરાજય છીએ. આપણે એક છીએ તો અદ્વિતીય છીએ.
સશક્ત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત બને તેવો સંકલ્પ લઈએ
ભારતની આ એક્તા બીજાને ખટકે છે, આપણી વિવિધતાને નબળાઈ બનાવવા માંગે છે. તેને આધાર બનાવીને એકબીજા વચ્ચે અંતર બનાવવામા માંગે છે. તેને ઓળખો, તેનાથી સતર્ક રહો. પુલવામા હુમલા બાદ કેટલાક લોકો તેમાં પોતાનું રાજનીતિક સ્વાર્થ જોઈ રહ્યા હતા. દેશ ભૂલી શક્તો નથી કે ત્યારે કેવી વાતો કહેવામાં આવી. કેવા નિવેદનો અપાયા. ત્યારે વીર જવાનો સામે જોઈને હું વિવાદોથી દૂર રહીને તમામ આરોપોને સહન કરતો રહ્યો. સર્વોચ્ચ હિત, દેશ હિત.. .આપણે સૌનું વિચારીશું તો આપણી પણ પ્રગતિ થશે. આજે વિરાટ ભવ્ય વ્યક્તિત્વના ચરણમાં ભારતના નિર્માણના સંકલ્પને દહોરાવીએ, જેનુ સ્વપ્ન સરદાર પટેલે જોયું હતુ. સશક્ત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત બને તેવો સંકલ્પ લઈએ. નતમસ્તક થઈને પ્રતિજ્ઞા લઈએ કે દેશનું ગૌરવ અને માન વધારીશું. આ સંકલ્પ સાથે તમામ દેશવાસીઓને એકતા પર્વની શુભકામનાઓ...
એરફોર્સ દ્વારા આકાશી સલામી
ફાઈટર એર ક્રાફ્ટ કેવડિયાના આકાશ પરથી પસાર થયા હતા અને એરફોર્સ દ્વારા અનોખી રીતે સરદારને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ આકાશી સલામી કેવડિયાવાસીઓ માટે ખાસ બની હતી. જ્યાં કેવડિયાના આકાશમાં એરફોર્સના વિમાનોની ગડગડાટી ફેલાઈ ગઈ હતી. ત્ત્રણ જેગુઆર ફાઈટર એરક્રાફ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી પસાર થયા હતા. જામનગર એરપોર્ટ પરથી ઉડાન ભરીને ત્રણેય જેગુઆર એરક્રાફ્ટ 600 કિલોમીટરનું અંતર 40 મિનીટમાં પસાર કરીને કેવડિયા પહોંચ્યા હતા.
કેન્દ્રિય અર્ધ લશ્કરી દળો દ્વારા આ એકતા પરેડ યોજાઈ હતી. જેમાં વિવિધ ફોર્સ દ્વારા પોતાની શક્તિનું પ્રદર્શન કરાયું હતું. તેના બાદ ગુજરાતની આદિવાસી કલાકારો દ્વારા અદભૂત નૃત્ય રજૂ કરાયું હતું.
એક્તા પરેડમાં પીએમ મોદીએ શપથ લેવડાવ્યા
સરદાર પટેલની પ્રતિમાને નમન કર્યા બાદ પીએમ મોદી એક્તા પરેડ ગ્રાઉન્ડમાં આવ્યા હતા. તેઓએ એક્તા પરેડમાં તમામ લોકોને દેશની એક્તાના શપથ લેવડાવ્યા હતા. તો સાથે જ આ પરેડ ભવ્ય બની રહી હતી. જ્યાં સુરક્ષાના વિવિધ ભાગનો જવાનોએ પરેડ કરી હતી. પોતાની શક્તિ તથા એક્તાનું પ્રદર્શન કર્યું હતુ. હાલ સમગ્ર વિશ્વ ગુજરાતના આંગણે થઈ રહેલી આ ભવ્ય પરેડની નિહાળી રહ્યું છે. કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ દરમિયાન પીએમ મોદીને કેમલ બેન્ડ દ્વારા 21 બ્યુગલોથી સલામી આપવામાં આવી હતી. મૂળ ગુજરાત કેડરના જ્ઞાનેન્દ્રસિંઘ મલિક પરેડનુ નેતૃત્વ કરતા દેખાયા હતા.
આજનું પીએમ મોદીનું શિડ્યુલ, સી પ્લેનનું કરશે ઉદઘાટન
ગુજરાત પ્રવાસના પહેલા દિવસે નરેન્દ્ર મોદીએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી અને સરદાર સરોવર ડેમ માટે ડાયનેમિક લાઈટિંગનું ઉદઘાટન કર્યું. સાથે જ યુનિટી ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડનની પણ મુલાકાત કરી. પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઈટ, કેવડિયા મોબાઈલ એપ્લિકેશ અને કેવડિયામાં સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્કમાં જંગલ સફારીની શરૂઆત કરાવી. મોદીએ ઝુઓલોજિકલ પાર્કની ટુર પણ કરી. આ ઉપરાંત તેઓએ એક્તા મોલ, આરોગ્ય વન અને ચિલ્ડ્રન પાર્કનું પણ ઉદઘાટન કર્યું. અહી તેઓએ ટ્રેનની સવારી પણ કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે