PM મોદીની શિક્ષકોને સલાહ, સમયની સાથે તમે પણ અપડેટ થાઓ

PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રીએ ગુજરાતની શિક્ષણ નીતિના કર્યા વખાણ... મારા મુખ્યમંત્રી કાળમાં ડ્રોપ આઉટ રેશિયો ઘણો ઉંચો હતો.... આજે શિક્ષકોની મહેનતના કારણે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો 3 ટકાથી નીચે ગયો... 
 

PM મોદીની શિક્ષકોને સલાહ, સમયની સાથે તમે પણ અપડેટ થાઓ

Gandhinagar અતુલ તિવારી/અમદાવાદ : આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમની આ મહત્વની મુલાકાત આગામી દિવસોમાં જરૂરી મહત્વના ફેરફાર લાવી શકે છે. તેમણે આજે 29 માં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના સંમેલનમાં સંબોધન કર્યુ હતું. જેમાં દેશભરના 24 રાજ્યોના શિક્ષકો સંમેલનમાં જોડાયા છે. 1954 માં પ્રથમ વખત અખિલ ભારતીય પ્રથમજક શિક્ષક સંઘનું આયોજન કર્યું હતું. ત્યારે આજે ગુજરાત પ્રથમ વખત આ સંમેલનની યજમાની કરી રહ્યું છે. 171 દેશો સાથે અખિલ ભારતીય શિક્ષક સંઘનું જોડાણ છે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,  કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા,  એજ્યુકેશન ઇન્ટરનૅશનના જનરલ સેક્રેટરી ડેવિડ એડવર્ડ, રહેશે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પ્રધાનમંત્રીએ ગુજરાતની શિક્ષણ નીતિના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, મારા મુખ્યમંત્રી કાળમાં ડ્રોપ આઉટ રેશિયો ઘણો ઉંચો હતો. આજે શિક્ષકોની મહેનતના કારણે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો 3 ટકાથી નીચે ગયો. તો સાથે જ આજના સમયમાં તમામ શિક્ષકોને સતત અપડેટ રહેવાની સલાહ પણ આપી.   

તેમણે શરૂઆતમાં કહ્યં કે, ગુજરાતમાં રહેતા શિક્ષકો સાથે રહીને શિક્ષણ વ્યવસ્થા બદલવાનો અનુભવ રહ્યો છે. હું સીએમ બન્યો એ વખતે ડ્રોપ આઉટ રેશિયો ઘણો ઊંચો હતો, જે આજે ઘટ્યો, આ શિક્ષકોને કારણે શક્ય બન્યું છે. સ્કૂલોમાં શૌચાલય ના હોય એટલે બાળકીઓ શિક્ષણ છોડી દેતી, અલગથી દીકરીઓ માટે શૌચાલય બનાવ્યા છે. આદિવાસી વિસ્તારોમાં સાયન્સ વિષયનો અભ્યાસ નહતો કરાવાતો. આજે શિક્ષકો ત્યાં ભણાવે છે અને બાળકો ડોકટર, એન્જીનીયર બની રહ્યા છે. વિદેશમાં જાઉં ત્યારે કેટલાક લોકો કહે છે, શિક્ષકોને ગર્વ થશે. વિદેશના નેતાઓને મળું ત્યારે ભારતીય શિક્ષકોનું મહત્વ વિશે એ વાત કરે છે. પીએમ તરીકે પહેલી યાત્રા ભુતાનની હતી, ત્યાંના નેતા દ્વારા મને કહેવામાં આવ્યું કે કોઈના કોઈ હિન્દુસ્તાની શિક્ષકોએ તેમને અભ્યાસ કરાવ્યો છે. મોટા સંપન્ન દેશના મહાપુરુષો ભારતીય શિક્ષકના યોગદાનની વાત કરે એટલે ગૌરવ થાય. WHO ના મુખીયાનું નિવેદન સાંભળ્યું હશે, તેઓ જામનગર આવ્યા હતા. એમણે કહ્યું કે જીવનના પડાવમાં કોઈને કોઈ હિન્દુસ્તાની શિક્ષકનું યોગદાન રહ્યું છે. મને કહ્યું કે ભારત આવ્યો છું, મને હિન્દુસ્તાની નામ આપવા કહ્યું. મેં તેમનું નામ તુલસી રાખ્યું. 

તેમણે વધુમાં કહ્યુ કે, આ સ્થિતિમાં આગળ કેવી રીતે વધવું એ મહત્વનું છે. પહેલા શિક્ષકો પાસે સંશાધન, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ જેવી સમસ્યા હતી. આજે શિક્ષકો પાસેથી આ સમસ્યાઓ દૂર થઈ છે. આજની પેઢીના બાળકોની જિજ્ઞાસા મા બાપ સિવાય શિક્ષકો માટે પણ ચેલેન્જ બન્યું છે. બાળકો નીડર છે, આત્મવિશ્વાસથી ભરેલા છે, બાળકો શિક્ષકોને ચુનૌતી આપે છે. બાળકો પાસે માહિતીના અલગ અલગ સ્ત્રોત છે, એટલે શિક્ષકોએ અપડેટ રહેવું જરૂરી છે. શિક્ષકો કેવી રીતે અપડેટ રહેશે એના પર ભવિષ્ય નિર્ભર કરશે. આ ચેલેન્જ લર્ન, અનલર્ન અને વિલર્ન કરવાની તક આપે છે. ગુગલથી ડેટા મળે છે પણ એ લેવો તો પડે છે. ગુરુ બાળકોને ગાઈડ કરી શકે છે, કે માહિતીનો ઉપયોગ કેવી રીતે સાચી દિશામાં થાય. સાચો દ્રષ્ટિકોણ શિક્ષકો જ આપી શકે. 

પ્રધાનમંત્રી બોલ્યા કે, માહિતી ઉપયોગી અને બિનઉપયોગી એ વિશે જ્ઞાન ગુરુ જ આપી શકે છે. દુનિયાની કોઈપણ ટેક્નોલોજી કોઈપણ વિષયની ઊંડાણમાં જઈને કેવી રીતે સમજવું એ ના સમજાવી શકે. વિદ્યાર્થી માટે મહત્વનું બન્યું છે કે કેવી રીતે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું. 21મી સદીના વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકની ભૂમિકા મહ્ત્વપૂર્ણ છે. હું ઉપદેશ આપવા નથી આવ્યો, ના આપી શકું. તમે થોડા સમય માટે ભૂલી જાઓ કે તમે શિક્ષક છો, તમે વિચારો તમારા બાળક માટે તમે શું ઈચ્છો છો. તમને જવાબ મળશે કે હું ભલે શિક્ષક છું, પણ સારા શિક્ષક અને શિક્ષણ મળે એવી ઈચ્છા થશે. તમારા દિલમાં જે ઈચ્છા છે, એ જ ઈચ્છા તમામ વાલીઓના દિલમાં છે. વિદ્યાર્થી તમારી પાસેથી, વિચારમાંથી, વ્યવહાર, બોલીમાંથી ઘણું શીખે છે. તમે જે ભણાવો છો, જે બાળક શીખે છે એમ ક્યારેક ઘણુ અંતર આવે છે. ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ કે અન્ય વિષય ભણાવતા હોવ ત્યારે એ બાળક માત્ર એ વિષય જ નહીં પણ પોતાની વાત મુકવાના ગુણ એ શીખે છે. સખત છબી સાથે સ્નેહ અને નિષ્પક્ષ રહેવાનો ગુણ એ શીખે છે. નાના બાળકો માટે શિક્ષક પરિવાર બહારનો પહેલો વ્યક્તિ હોય છે જેની સાથે સૌથી વધુ સમય વિતાવે છે. 

પીએમ મોદીએ જણાવ્યું કે, શિક્ષક બનવા લોકો સામેથી આગળ આવે. ડોકટર, એન્જીનીયર, MBA, ટેકનોલોજી જાણવાની વાત લોકો કરે છે, પણ શિક્ષક બનવાનું ખૂબ ઓછા લોકો કહે છે. આ સ્થિતિ કોઈપણ સમાજ માટે ચિંતાનો વિષય છે. નોકરી માટે બાળકોને ભણાવીએ એ કરતા મનથી, જીવનભર શિક્ષક હોવું જરૂરી છે. બાળકોને નવું શીખવાડવાની ઈચ્છા હોવી જોઈએ. કેટલીકવાર પરિસ્થિતિઓથી મને તકલીફ થાય છે. હું સીએમ બન્યો, બે ઈચ્છા હતી, મારી સાથે સ્કૂલમાં ભણતા મિત્રો સાથે મળું. બધા શિક્ષકોને ઘરે બોલાવી સન્માન કરું. હું એવો વિદ્યાર્થી છું, જેટલા શિક્ષક જીવિત છે એમની સાથે સંપર્કમાં છું. શું તમે તમારા લગ્નમાં શિક્ષકને બોલાવ્યા, 90 ટકા લોકો જવાબ નથી આપી શકતા. અરે તમને લગ્ન સમયે શિક્ષક યાદ ના આવે? શિક્ષકોને હું પૂછું છું, જીવનકાળમાં 10 વ્યક્તિના નામ આપો, જેના પર આપને ગર્વ થાય. દુર્ભાગ્યથી કહું છું કે શિક્ષકો જવાબ નથી આપી શક્તા. પણ ખેલના મેદાનમાં સ્થિતિ અલગ જોવા મળે છે. ખેલાડી મેડલ લાવે એટલે પહેલાં ગુરુ, કોચને પ્રણામ કરે છે. એવું એટલા માટે થાય છે, કેમકે એ ગુરુ કે કોચ ખેલાડી પર વ્યક્તિગત ફોકસ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news