ગુજરાતના આ નેતાને પકડવા દેશના 571 પોલીસ સ્ટેશનની માંગી મદદ

131 કરોડ રૂપિયાના 2256 બિટકોઇન લૂંટ મામલે તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમે અત્યાર સુધી 17.5 કરોડના બિટકોઇન રિકવર કરવામાં સફળતા મેળવી છે. અને બાકીના બીટકોઇન તથા રોકડ રકમ રિકવર કરવાની કવાયત હાથ ધરી છે. 

ગુજરાતના આ નેતાને પકડવા દેશના 571 પોલીસ સ્ટેશનની માંગી મદદ

મૌલિક ધામેચા/ અમદાવાદ: 131 કરોડ રૂપિયાના 2256 બિટકોઇન લૂંટ મામલે તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમે અત્યાર સુધી 17.5 કરોડના બિટકોઇન રિકવર કરવામાં સફળતા મેળવી છે. અને બાકીના બીટકોઇન તથા રોકડ રકમ રિકવર કરવાની કવાયત હાથ ધરી છે. 131 કરોડના બીટકોઇન લૂંટ મામલે સીઆઇડી ક્રાઇમના સુરત ઝોનમાં શૈલેષ ભટ્ટ સહિત 10 સામે નોંધાયેલ ગુના સંદર્ભે સીઆઇડી ક્રાઇમે અત્યાર સુધી 5 લોકોની ધરપકડ કરી છે. તાજેતરમાં ધરપકડ કરાયેલા 3 આરોપીઓ પૈકી જીગ્નેશ મોરડીયા પાસેથી સીઆઇડી ક્રાઇમે 8 કિલો સોનું રોકડ રકમ અને બીટકોઈન કબજે કર્યા છે. અત્યાર સુધી આ કેસ સંદર્ભે સીઆઇડી ક્રાઇમે કુલ 17.5 કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

સીઆઇડી ક્રાઇમ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો તે પૂર્વથીજ ભૂગર્ભમાં ઉતરી ગયેલા શૈલેષ ભટ્ટ ને શોધવા માટે સીઆઇડી ક્રાઇમ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે.સીઆઇડી શૈલેષ ભટ્ટના છુપાવવાના સંભવિત સ્થળો પર તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. સીઆઇડી ક્રાઇમ ટૂંક સમયમાં શૈલેષ ભટ્ટ વિરુદ્ધ કલમ 70 મુજબનું વોરંટ મેળવવા કોર્ટમાં અરજી કરશે.

બીજી બાજુ અગાઉની ફરિયાદના આરોપી માજી ધારાસભ્ય નલિન કોટડીયાની શોધખોળ પણ અલગ અલગ ટિમો કરી રહી છે. નલિન કોટડીયાની શોધખોળ માટે દેશભરની પોલીસને તેના ફોટા સહિતની જાણકારી મોકલવામાં આવી છે. દેશના 571 પોલીસ સ્ટેશનમાં નલિન કોટડીયાના ફોટા સહિતની જાણકારી મોકલવા સાથે તેને ઝડપી લેવા મદદ માંગવામાં આવી છે.
 બિટકોઈન મામલો: નલિન કોટડિયાની રાજકીય મોટા માથાનું નામ જાહેર કરવાની ચીમકી

સીઆઇડી ક્રાઇમ દ્વારા બીટકોઈન મામલે અત્યાર સુધી બે અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. શૈલેષ ભટ્ટની અરજી ને આધારે 176 બીટકોઇન તોડકાંડ મામલે નોંધાયેલ ગુનામાં 7 પોલીસકર્મી અને નલિન કોટડીયાની ધરપકડ બાકી છે. જ્યારે બીજા ગુનામાં શૈલેષ ભટ્ટ સહિત 5 આરોપીઓ ફરાર છે. જે તમામ ની શોધખોળ કરવાની સાથે ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે તેવો સીઆઇડી દ્વારા આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news