પરેશ ધાનાણીનો વિવાદિત મંગળવાર, મતદારોને મુર્ખ ગણાવ્યા, RTO નિયમો તોડીને રિક્ષા ચલાવી
Trending Photos
અમદાવાદ : પરેશ ધાનાણીએ આજે સભા સંબોધી હતી. આજેબીજી લડાઇનો સંકલ્પ કોંગ્રેસના પ્રાંગણથી કરવાનો છે. આ આંદોલન કોંગ્રેસના પ્રાંગણમાંથી કરવાનો છે. આ આંદોલન કોંગ્રેસનું નહી પ્રજાનું આંદોલન હોવાનું જણાવ્યું છે. સામાન્ય નાગરિકોની દુકાનોના શટરો બંધ થઇ રહ્યા છે. શિક્ષિત બેરોજગારો છે. નોકરિયાત વર્ગના લોકોની રોજેરોજ નોકરીઓ છુટી રહી છે. હવે મોંઘવારીનો માર ખુબ જ સહન કર્યો હવે ભાજપ સરકારને હટાવવાનો સમય પણ આવી ચુક્યો છે. હવે ભાજપને મુળમાંથી ઉખાડી ફેંકવાનો સમય આવી ચુક્યો છે.
જો કે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા બોલવામાં નાગરિકોને પાગલ ગણાવી દીધા હતા. પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપને મત આપનારા મુર્ખ છે. જન ચેતના રેલીમાં સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, કમળને મત આપનારા મુર્ખાઓને 40 રૂપિયે પેટ્રોલ આપો. કોંગ્રેસને 100 રૂપિયે પેટ્રોલ ડિઝલ આપો અમને કોઇ વાંધો નથી. આંખો વિંચિને 25-25 વર્ષ કમળના બટન દબાવ્યા એવા મુર્ખાઓને તો 35-40 રૂપિયે ડિઝલ આપો. આવા મુર્ખા અંધ ભક્તોને સસ્તામાં પેટ્રોલ ડિઝલ આપવા માટે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જનચેતના રેલી બાદ પરેશ ધાનાણીએ અમદાવાદમાં રિક્ષા પણ ચલાવીને વિરોધ નોંધાવ્યો હતો. જો કે આ વિરોધ દરમિયાન પરેશ ધાનાણી આરટીઓના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. તેમણે રિક્ષામાં પાછળ ઉપરાંત આગળ પણ કાર્યકરોને બેસાડ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, તેઓ આરટીઓ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. જો કે હવે તેમની વિરુદ્ધ કાર્યવાહી થાય છે કે તેમ તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે