Asaduddin Owaisi Statement: ઓવૈસી પોતાની આ વાત મનાવવા PM મોદીની કારની સામે ઉંઘી જશે, કરી મોટી જાહેરાત
Gujarat Election 2022: અસદુદ્દીન ઓવૈસીનું એક મોટું નિવેદન ચર્ચાનું વિષય બન્યું છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે જમાલપુરમાં બંધ ફેક્ટરી ખોલવા માટે જો સાબીર કાબુલીવાલા અને હું પીએમ મોદીની કારની સામે સૂવું પડશે તો તેઓ સૂઈ જઈશું.
Trending Photos
AIMIM Chief Remarks: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (ગુજરાત ચૂંટણી 2022)માં તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે. ત્યારે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી તાજેતરમાં ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીનું એક મોટું નિવેદન ચર્ચાનું વિષય બન્યું છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે જમાલપુરમાં બંધ ફેક્ટરી ખોલવા માટે જો સાબીર કાબુલીવાલા અને હું પીએમ મોદીની કારની સામે સૂવું પડશે તો તેઓ સૂઈ જઈશું.
આ વાત મનાવવા માંગે છે ઓવૈસી
જણાવી દઈએ કે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી સરકાર પાસે જમાલપુરમાં બંધ ફેક્ટરી ખોલવાની માંગ કરી રહ્યા છે. ઓવૈસીએ વધુમાં કહ્યું કે, બિલ્કીસ બાનો પર બળાત્કાર કરનારને સંસ્કારી કહેવામાં આવી રહ્યા છે. મોરબીમાં 150 લોકોના મોત થયા, તેમ છતાં હજુ પણ સરકાર તે કેસને હાથ લગાવતી નથી. તેમણે આગળ કહ્યું કે એક છોટા રિચાર્જ આપ છે જે બિલ્કીસ બાનો પર ક્યારેય બોલતા નથી. UCC પર પણ બોલતો નથી.
ઓવૈસીનો કોંગ્રેસ પર ગંભીર આરોપ
કોંગ્રેસ પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે કોંગ્રેસ પોતાને વેચવા અને ખરીદવામાં માહેર છે. કોંગ્રેસે અમારા એક ઉમેદવારને 20 લાખમાં ખરીદ્યો. હૈદરાબાદથી રાહુલ ગાંધીને લડાવો, હું તેમની ડિપોઝીટ પણ જપ્ત કરી લઈશ. કોંગ્રેસનો વિનાશ શરૂ થઈ ચૂક્યો છે. તમે 27 વર્ષથી ભાજપમાં જોડાઈને તેમને સફળ બનાવ્યા છે. 2024માં કોંગ્રેસને માત્ર 24 સીટો મળશે.
વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસીએ ઉઠાવ્યો આ મુદ્દો
નોંધપાત્ર વાત એ છે કે, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી ભાજપ, કોંગ્રેસ અને AAP પર સતત હુમલા કરતા રહે છે. ઓવૈસી સતત મોરબી બ્રિજ અકસ્માત અને બિલ્કીસ બાનોનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીને આશા છે કે તેમની પાર્ટી AIMIM ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 182 ધારાસભ્યોવાળી વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. સાથે જ 8મી ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે