NSUI દ્વારા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને નકલી નોટોનો હાર પહેરાવી વિરોધ કર્યો

NSUI ના કાર્યકરોએ અમદાવાદ જિલ્લાશિક્ષણાધિકારી કચેરી ખાતે કર્યો હલ્લાબોલ કર્યો હતો. ચાલુ શૈક્ષણિક વર્ષ માટે રાજ્ય સરકાર ફીમાં માફી આપે તેવી માંગ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, કોરોના કાળના કારણે હાલમાં મોટાભાગનું શિક્ષણ ઓનલાઇન જ રહ્યું હતું. જેથી શાળાઓએ માનવતાના ધોરણે ફી માફ કરવી જોઇએ.
NSUI દ્વારા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને નકલી નોટોનો હાર પહેરાવી વિરોધ કર્યો

અમદાવાદ : NSUI ના કાર્યકરોએ અમદાવાદ જિલ્લાશિક્ષણાધિકારી કચેરી ખાતે કર્યો હલ્લાબોલ કર્યો હતો. ચાલુ શૈક્ષણિક વર્ષ માટે રાજ્ય સરકાર ફીમાં માફી આપે તેવી માંગ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, કોરોના કાળના કારણે હાલમાં મોટાભાગનું શિક્ષણ ઓનલાઇન જ રહ્યું હતું. જેથી શાળાઓએ માનવતાના ધોરણે ફી માફ કરવી જોઇએ.

જેના પગલે એનએસયુઆઇ દ્વારા તમામ વિદ્યાર્થીઓને 25 ટકા ફીમાં રાહત આપવા માગ કરી હતી. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના પોસ્ટર પર નકલી નોટના હાર પહેરાવીને વિદ્યાર્થીઓ દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. સરકાર અને સંચાલકોની મિલીભગતને કારણે વાલીઓને ફીમાં માફી ના મળી રહી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. 

પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હોવા છતાં વાલીઓને નવા શિક્ષણમંત્રી દ્વારા ફીમાં 25 ટકા રાહત નહી અપાયાનો એનએસયુઆઇ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફીમાં 25 ટકા માફી માટેનો મુદ્દો કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભામાં ઉઠાવવા માટે NSUI પ્રમુખને રજૂઆત પણ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news