ચૂંટણી પહેલા વાઈરલ પત્રિકામા જયશ્રીબેન પટેલ અને આશા પટેલના નામે માછલા ધોવાયા

મહેસાણાના સોશિયલ મીડિયામાં એક પત્રિકા વાયરલ થઈ છે. જેમાં મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલને રિપીટ ન કરવા પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે. 

ચૂંટણી પહેલા વાઈરલ પત્રિકામા જયશ્રીબેન પટેલ અને આશા પટેલના નામે માછલા ધોવાયા

તેજસ દવે/મહેસાણા :લોકસભાની ચૂંટણી નજીક આવતા મહેસાણા ભાજપમાં માહોલ ગરમાયો છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્ય પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. હવે, તેમણે ખાલી કરેલી વિધાનસભાની બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં ભાજપે તેમને જ તેમના વિસ્તારમાંથી ટિકિટ આપીને ચૂંટણી લડાવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસમાંથી આશાબેન પટેલ, જવાહર ચાવડા, પરસોત્તમ સાબરિયા અને વલ્લભ ધારવિયા રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. ત્યારે આશાબેનના પક્ષપલટા બાદ મહેસાણા ભાજપની રાજનીતિમાં મોટો ભૂકંપ આવે તેવી શક્યતા છે. મહેસાણાના સોશિયલ મીડિયામાં એક પત્રિકા વાયરલ થઈ છે. જેમાં મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલને રિપીટ ન કરવા પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે. 

JayshreePaetlMHN.JPG

પત્રિકામાં આશાબેન પટેલ અને જયશ્રીબેન પટેલને મહેસાણા લોકસાભા કે વિધાનસભા ઊંઝાની ટિકીટ ન આપવા પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જો ટિકિટ અપાશે તો ભાજપને હારનો સામનો કરવો પડશે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. સોશિયલ મીડિયામાં ચૂંટણી પહેલા આ પત્ર ફરતો થવાથી રાજકારણ ગરમાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news