રાજકોટમાં દર્દીઓ માટે જડીબુટ્ટી સમાન રેમડેસીવીર ઇન્જેક્શન ખૂટી પડ્યા, સ્થિતિ વધુ ગંભીર

રાજકોટમાં દર્દીઓ માટે જડીબુટ્ટી સમાન રેમડેસીવીર ઇન્જેક્શન ખૂટી પડ્યા, સ્થિતિ વધુ ગંભીર
  • રાજકોટની કેટલીક હોસ્પિટલોએ રેમડેસીવીર ઇન્જેકશનની અછતના કારણે કોરોનાના નવા દર્દીઓના એડમિશન બંધ કર્યા
  • છેલ્લા 2 દિવસથી રાજકોટના એકપણ મેડિકલ સ્ટોરમાં રેમડેસિવરનો જથ્થો નથી

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. રાજકોટમાં મોટાભાગની ખાનગી હોસ્પિટલો હાઉસ ફૂલ બની રહી છે. કોરોના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવા જાય છે ત્યારે એક જ જવાબ મળી રહ્યો છે કે, બેડ ખાલી નથી. ત્યારે હવે સ્થાનિક દ્વારા વહીવટી તંત્રને આ વિશે ફરિયાદ કરવામાં આવી છે. રાજકોટની લગભગ 7 જેટલી ખાનગી હોસ્પિટલોમાં બેડ નથી. ચોંકાવનારી વાત તો એ છે કે, કેટલીક હોસ્પિટલોએ રેમડેસીવીર ઈન્જેકશનની અછતના કારણે એડમિશન બંધ કર્યાં છે. 

રાજકોટના મેડિકલ સ્ટોરમાં નથી મળી રહ્યાં રેમડેસીવીર ઈન્જેક્શન 
રાજકોટમાં હોસ્પિટલમાં બેડ ન હોવાનો મુદ્દે રેમડેસીવીર ઈન્જેક્શન સાથે જોડાયેલો છે. રાજકોટની કેટલીક હોસ્પિટલોએ રેમડેસીવીર ઇન્જેકશનની અછતના કારણે કોરોનાના નવા દર્દીઓના એડમિશન બંધ કર્યા છે. રાજકોટમાં કોરોનાના વધતા કહેર સાથે રેમડેસીવર ઇન્જેક્શનની અછતનો મુદ્દો ઉઠ્યો છે. શહેરના મેડિકલ સ્ટોર્સમાં રેમડેસીવીર ઈન્જેક્શનનો સ્ટોક ખલાસ થઈ ગયો છે. બે દિવસથી ઈન્જેક્શનનો માલ ન મળતા આઉટ ઓફ સ્ટોકની બૂમ ઉઠી છે. જિલ્લા વહીવટીને હોસ્પિટલોમાં બેડને લઇને ફરિયાદો મળવાની પણ શરૂઆત થઈ છે. જિલ્લા વહિવટી તંત્રને બેડને લઇને હોસ્પિટલોની સ્થિતિ અંગે 7 જેટલી ફરિયાદો મળી છે. તંત્રના દાવા પ્રમાણે જિલ્લાની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં 817 બેડ હાલમાં ઉપલબ્ધ છે. 

  • સ્ટાર સિનર્જી હોસ્પિટલ 
  • પરમ હોસ્પિટલ
  • વેદાંત હોસ્પિટલ
  • વોકહાર્ડ હોસ્પિટલ
  • ઓલમપસ હોસ્પિટલ
  • રંગાણી હોસ્પિટલ
  • કુંદન હોસ્પિટલ
  • જલારામ હોસ્પિટલ
  • ક્રાઇસ્ટ હોસ્પિટલ

આ પણ વાંચો : હોળી વેકેશન બાદ માર્કેટયાર્ડ ખૂલતા જ રડ્યા ખેડૂતો, ડુંગળી-ઘઉંના યોગ્ય ભાવ ન મળ્યાં

મહારાષ્ટ્રને કારણે ગુજરાતને નથી મળી રહ્યા રેમડેસીવિર ઈન્જેક્શન 
રાજકોટમાં રેમડેસિવર ઇન્જેક્શનનો જથ્થા મુદ્દે ઉઠેલા વિવાદ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી સુમિત વ્યાસે જણાવ્યું કે, આજે ઈન્જેક્શનનો જથ્થો રાજકોટ આવશે. 250 ઈન્જેક્શનનો ડોઝ આજે રાજકોટ પહોંચશે. 250 જેટલા વધુ ઈન્જેક્શન આવે તેની રાહ જોઈને બેસ્યા છે. રાજકોટમાં ઈન્જેક્શનની માંગ સામે આવક ઓછી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા તેની અસર ગુજરાતમાં જોવા મળી છે. મહારાષ્ટ્રમાં રેમડેસીવીરની માંગ સૌથી વધુ છે. તેથી મોટાભાગનો સપ્લાય મહારાષ્ટ્રમાં થઈ રહ્યો છે. જેની અસર ગુજરાતમાં રહી છે. આ અસર ગુજરાતના કોરોના દર્દીઓને થઈ રહી છે. રેમડેસિવર ઇન્જેક્શન બનાવતી કંપની મોટાભાગનો જથ્થો મહારાષ્ટ્ર મોકલી રહી છે. છેલ્લા 2 દિવસથી રાજકોટના એકપણ મેડિકલ સ્ટોરમાં રેમડેસિવરનો જથ્થો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news