જરા પણ શરમ ન આવી ક્રુર લોકોને, ત્યજી દેવાયેલી બાળકીના શરીર પર ઢગલાબંધ ઈજાના નિશાન મળ્યાં

રાજકોટમાં આવેલ (Rajkot) ભાવનગર રોડ પર ગઈકાલે એક તાજી જન્મેલી બાળકી (new born baby) મળી આવી હતી. જોકે, આ બાળકીને જોઈને દુખની લાગણી ફેલાઈ ગઈ હતી. કારણ કે, બાળકીના શરીર પર અનેક ઈજાના નિશાન પડ્યા હતા. હજી તો જેણે આ પૃથ્વી પર અવતરણ કર્યું હતુ, તેણે કોઈનું શું બગાડ્યું હતું કે, તેની સાથે આવી હરકત કરવામાં આવી હતી. બાળકીના વાંસાના ભાગે છરીના ઘા મારેલ નિશાન જોવા મળ્યા હતા. જોકે, હાલ બાળકીની હાલત સુધારા પર છે. 
જરા પણ શરમ ન આવી ક્રુર લોકોને, ત્યજી દેવાયેલી બાળકીના શરીર પર ઢગલાબંધ ઈજાના નિશાન મળ્યાં

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં આવેલ (Rajkot) ભાવનગર રોડ પર ગઈકાલે એક તાજી જન્મેલી બાળકી (new born baby) મળી આવી હતી. જોકે, આ બાળકીને જોઈને દુખની લાગણી ફેલાઈ ગઈ હતી. કારણ કે, બાળકીના શરીર પર અનેક ઈજાના નિશાન પડ્યા હતા. હજી તો જેણે આ પૃથ્વી પર અવતરણ કર્યું હતુ, તેણે કોઈનું શું બગાડ્યું હતું કે, તેની સાથે આવી હરકત કરવામાં આવી હતી. બાળકીના વાંસાના ભાગે છરીના ઘા મારેલ નિશાન જોવા મળ્યા હતા. જોકે, હાલ બાળકીની હાલત સુધારા પર છે. 

આઉટસોર્સિંગ કર્મચારીઓનું થતું શોષણ અટકાવવા ગૃહમાં નીતિન પટેલે કરી મોટી જાહેરાત

બન્યું એમ હતું કે, ગઈકાલે રાજકોટના મહીકા અને ઠેબચડા ગામ વચ્ચે કેટલાક યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા. યુવકો રમીને ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે તેઓને બાળકીનો અવાજ સંભળાયો હતો. તેઓએ આજુબાજુ નજર કરી તો માત્ર કૂતરુ નજરે ચઢ્યું હતું. પરંતુ આ કૂતરાના મોઢામાં એક બાળકી હતી. યુવકોએ તાત્કાલિક દોડીને બાળકીને બચાવી લીધી હતી. ત્યાર બાદ એક યુવકે 108 એમ્બ્યુલન્સમાં ફોન કર્યો હતો અને બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી. 

માર્કેટમાં આવી નવી SUV, 3 દરવાજાની ગાડીને જાતે ડિઝાઈન કરી શકશો

જોકે, હોસ્પિટલમાં બાળકીને લઈ જતા જ તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, બાળકીના શરીર પર અનેક સ્થળોએ ઈજાના નિશાન જોવા મળ્યા હતા. તો તેના વાંસાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. બાળકીના તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. બાળકીને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. જોકે, તાત્કાલિક સારવાર શરૂ થતા હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

જાણવા મળ્યું કે, આ બાળકીને તેના જન્મના બીજા જ દિવસે ત્યજી દેવામાં આવી હતી. બાળકીના પીઠના ભાગે પણ અનેક નિશાન હતા. જે નિશાન હતા, તે તીક્ષ્ણ હથિયારોથી કરવામાં આવ્યા હતા. જોકે, જલ્દી જ બાળકી રિકવર થશે તેવું તબીબોનું કહેવું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news