PM મોદીના જન્મદિને ગુજરાતે રેકોર્ડ બનાવ્યો, બપોર સુધીમાં 10 લાખ લોકોએ વેક્સીન લીધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ (PM Narendra Modi Birthday) પર ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરોએ દેશભરમાં એક ખાસ અભિયાન શરૂ કર્યું છે અને રેકોર્ડ વેક્સીનેશનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. દેશભરમાં બપોરે 1:35 સુધી 1 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે અને ભાજપના કાર્યકરો સતત કોવિડ-19 રસી માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે જેથી એક દિવસમાં રસીકરણના તમામ જૂના રેકોર્ડ પાછળ રહી જાય. તો ગુજરાતમાં પણ આજે મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ છે. 14 હજારથી વધુ બૂથ પર નાગરિકો વેક્સિન લઇ રહ્યા છે. રાજ્ય સરકારની આ ઝુંબેશને નાગરિકોએ અદમ્ય ઉત્સાહથી સારો પ્રતિસાદ આપ્યો છે. આજે બપોર સુધીમાં 10 લાખથી વધારે લોકોએ વેક્સિન લીધી છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ (PM Narendra Modi Birthday) પર ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરોએ દેશભરમાં એક ખાસ અભિયાન શરૂ કર્યું છે અને રેકોર્ડ વેક્સીનેશનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. દેશભરમાં બપોરે 1:35 સુધી 1 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે અને ભાજપના કાર્યકરો સતત કોવિડ-19 રસી માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે જેથી એક દિવસમાં રસીકરણના તમામ જૂના રેકોર્ડ પાછળ રહી જાય. તો ગુજરાતમાં પણ આજે મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ છે. 14 હજારથી વધુ બૂથ પર નાગરિકો વેક્સિન લઇ રહ્યા છે. રાજ્ય સરકારની આ ઝુંબેશને નાગરિકોએ અદમ્ય ઉત્સાહથી સારો પ્રતિસાદ આપ્યો છે. આજે બપોર સુધીમાં 10 લાખથી વધારે લોકોએ વેક્સિન લીધી છે.
કોરોના રસીકરણમાં ગુજરાત રાજ્ય અગ્રીમ હરોળમાં રહ્યું છે ત્યારે મહત્તમ રસીકરણ કરી સૌના સાથ થકી રાજ્યને કોરોનામુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે આજે સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19 રસીકરણની મેગા ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યુ. આ ઝુંબેશ હેઠળ હાથ ધરાયેલી કામગીરીની સ્થળ સમીક્ષાના હેતુ સાથે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે આજે અમદાવાદ શહેર અને જિલ્લાના રસીકરણ બુથની મુલાકાત લીધી હતી. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં પાલડી હેલ્થ સેન્ટરની મુલાકાત દરમ્યાન મુખ્ય સચિવે રસીકરણ માટેની વ્યવસ્થા તથા અન્ય બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર દિવસ દરમ્યાન રાજ્યભરમાં મેગા ડ્રાઇવ માટે ઉભા કરાયેલા 10 હજારથી વધુ બુથ પર રસીકરણનો પ્રારંભ કરાયો છે. 100 ટકા રસીકરણના લક્ષ્યાંક સાથે હાથ ધરાયેલી આ ઝુંબેશ અંતર્ગત પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે લાભાર્થીઓને રસીકરણથી આવરી લેવાશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી (BJP) એ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 2 કરોડ કોરોના રસી રસીકરણ (Record Vaccination on PM Narendra Modi Birthday) નો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તમને જણાવી દઈએ કે, ભારત સમગ્ર વિશ્વમાં રસીનો સિંગલ ડોઝ લગાવનાર દેશ બની ગયો છે અને 62 ટકાથી વધુ પુખ્ત વસ્તીના લોકોને રસીનો ઓછામાં ઓછો સિંગલ ડોઝ આપવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે