GPSC માં મહત્વની નિમણુંક, નલિન ઉપાધ્યાય બન્યા નવા ચેરમેન
Big Breaking : નલિન ઉપાધ્યાય બન્યા GPSCના નવા ચેરમેન... દિનેશ દાસાનો કાર્યકાળ પૂરો થતાં આજથી નલિન ઉપાધ્યાય નવો ચાર્જ સોંપાયો...
Trending Photos
ગાંધીનગર :GPSCના નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. નલિન ઉપાધ્યાય GPSCના નવા ચેરમેન નિયુક્ત કરાયા છે. દિનેશ દાસાનો કાર્યકાળ પૂરો થતાં આજથી નલિન ઉપાધ્યાયને નવો ચાર્જ સોંપાયો છે.
GPSCના નવા ચેરમેન નલિન ઉપાધ્યાય બન્યા છે. દિનેશ દાસા નિવૃત થયા બાદ હવે નલિન ઉપાધ્યાયને ચાર્જ સોંપાયો છે. મહત્વનુ છે કે, નલીન ઉપાધ્યાયને આજથી જ ચાર્જ સોંપાયો છે. અત્યાર સુધી નલીન ઉપાધ્યાય GPSCના સભ્ય હતા. આજ વર્ષે એપ્રિલ મહિનામાં GPSC માં મહત્વની નિમણુંક કરાઈ હતી. તેમાં નલીન ઉપાધ્યાય, આશા શાહ, અશોક ભાવસર, સુરેશ ચંદ્ર પટેલને સભ્ય તરીકે નિમણૂંક અપાઈ હતી. લાંબા સમયથી જીપીએસસીમાં આ જગ્યાઓ ખાલી પડી હતી.
આ પણ વાંચો : આ દ્રશ્યો તમને વિચલિત કરી દેશે, ક્યારેય વાંદરાનો શિકાર ન કરનાર સિંહે એક ઝાટકે કપિરાજને કાપી નાંખ્યો
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીના વર્ષ 2022માં સરકારમાંથી 17 આઇએએસ અધિકારીઓ નિવૃત્ત થઇ રહ્યાં છે. જેમાં નલિન ઉપાધ્યાયનુ નામ પણ સામેલ છે. જોકે, હવે ગુજરાત વહીવટી સેવામાંથી આઇએએસ તરીકે નોમિનેટ થયેલા અધિકારીઓની સંખ્યા વધતી જાય છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે