મ્યુકોરમાઈકોસિસના કેસ વધતાં ઈન્જેક્શનની અછત, રાજકોટમાં સગા ઠેરઠેર ધક્કા ખાઈ રહ્યાં છે
Trending Photos
- રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના 300 કરતા વધુ કેસ છે. કોરોનાની સાથે દર્દીને આ રોગ આવતા દર્દી જોખમ ખૂબ જ વધી જાય છે
- સતત કેસ વધવાથી આ બીમારીમાં ઉપયોગી એવા એમફોમોલ ઇન્જેક્શનની અછત સર્જાઈ, જે 1700 રૂપિયાનું આવે છે
ગૌરવ દવે/રાજકોટ :કોરોનાના કહેર વચ્ચે રાજયમાં મ્યુકોરમાઈકોસિસ બીમારીનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં મ્યુકોરમાઈકોસિસના કેસ વધતાં મોતના આંકડા પણ વધી રહ્યાં છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, મોરબી સહિતના જિલ્લાઓમાં આ બીમારી પગપેસારો કરી ચૂકી છે. ત્યાં હવે તેનાથી બચાવતા ઈન્જેક્શનની અછત થઈ પડી છે. એકાએક દર્દી વધી જતા મ્યુકોરમાઈકોસિસ (mucormycosis) ની સારવાર માટે વપરાતા ઈન્જેક્શનનો ઘટ પડી છે. ત્યારે હવે રેમડેસિવિર (remdesivir) ની જેમ આ ઈન્જેક્શની કાળાબજારીની ચિંતા તંત્રને થઈ છે.
મ્યુકોરમાઈકોસિસની સારવાર માટેની ઈન્જેક્શનની અછત
તો બીજી તરફ, રેમડેસિવિર બાદ હવે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનની પણ માર્કેટમાં અછત જોવા મળી છે. રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શનની અછત સામે આવી છે. સતત કેસ વધવાથી આ બીમારીમાં ઉપયોગી એવા એમફોમોલ ઇન્જેક્શન (amphomul injection) ની અછત સર્જાઈ છે. તેનુ ઈન્જેક્શન 1700 રૂપિયાનું આવે છે.
રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના 300 કરતા વધુ કેસ છે. કોરોનાની સાથે દર્દીને આ રોગ આવતા દર્દી જોખમ ખૂબ જ વધી જાય છે. તેમાં બચવાની શકયતાઓ ખૂબ જ ઓછી છે. છેલ્લા 15 દિવસથી આ રોગે અનેક લોકોનો ભોગ લીધો છે. તેથી આ રોગના રોકવા માટે મુખ્ય ઇન્જેકશન જ રાજકોટમાં ક્યાંય ઉપલબ્ધ નથી. છેલ્લા ત્રણ દિવસથી ઇન્જેશન ન હોવાથી દર્દીના સગા ઠેરઠેર ધક્કા ખાઈ રહ્યા છે. એન્ફોટેરિસીન-બી 50, લીપોસોમાલ એન્ફોટેરિસીન 50 મિલિગ્રામ ઇન્જેશન રાજકોટમાં ક્યાંય આ ઇન્જેશનની નથી. તો બીજી તરફ, રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આ મામલે અંધારામાં છે. ઈન્જેક્શન શોધવા માટે દર્દીઓ અને તેમના સગા પરેશાન થઈ ગયા છે.
હવે મગજ સુધી ફેલાય છે આ ફંગસ
કોરોનાની બીજી લહેરમાં મ્યુકોરમાઇકોસિસના નવા કેસો પણ સામે આવી રહ્યાં છે. મ્યુકોરમાઇકોસિસ રોગમાં પહેલા આંખ અને મોંઢામાં લક્ષણો જોવા મળતાં હતા. પરંતુ હવે મગજ સુધી પણ આ રોગના લક્ષણો જોવા મળે છે.
30 બેડનો મ્યુકોરમાઈકોસિસ વોર્ડ ઉભો કરાયો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક વોર્ડમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 30 બેડની સુવિધા ઉભી કરાઈ છે. કોરોનાથી સાજા થયેલા 250 દર્દીઓ પર હાલ નજર રાખવામાં આવી રહી છે, જેથી તેઓ આ ગંભીર બીમારીનો શિકાર ન બને. સિવિલમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના દર્દીઓના સાજા થયા બાદ આ ગંભીર બીમારી જોવા મળી રહી છે. તેના કેસ પણ વધી રહ્યાં છે. તેથી રાજકોટનું તંત્ર સતર્ક બન્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે