વિસાવદરના શહેર પ્રમુખ સહિત આપના 35થી વધુ કાર્યકર્તાઓ હર્ષદ રીબડિયાની હાજરીમાં ભાજપમાં જોડાયા
ગુજરાતમાં આ વખતે જોરશોરથી ચૂંટણી લડવા ઉતરેલી આમ આદમી પાર્ટીને વિસાવદરમાં ઝટકો લાગ્યો છે. તેના શહેર પ્રમુખ સહિત 35 જેટલા હોદ્દેદારોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે.
Trending Photos
ભાવિન ત્રિવેદી, જૂનાગઢઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દિવાળી બાદ હમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આ વચ્ચે વિસાવદર શહેરમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત 35થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
હર્ષદ રીબડિયાની હાજરીમાં ભાજપમાં જોડાયા
આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે અરવિંદ કેજરીવાલ સતત પ્રયાસ કરી રહ્યાં છે. આ વચ્ચે પૂર્વ ધારાસભ્ય હર્ષબ રીબડિયા થોડા સમય પહેલા ભાજપમાં જોડાયા હતા. હવે તેમની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે.
વિધાનસભા ૨૦૨૨-ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાર્ટી બદલવાની મોસમ પણ ચાલી રહી છે. વિસાવદર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકરોએ આજે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે કેસરિયો ધારણ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી સાથે જિલ્લા કાર્યાલય ખાતે અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાના હસ્તે કેસરિયો ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાયા હતા.
વિસાવદરના શહેર પ્રમુખ ભાજપમાં જોડાયા
જેમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અનિલભાઈ માલવયા, યુવા પ્રમુખ આશુતોષભાઈ રીબડિયા, યુવા ઉપપ્રમુખ દેવેનભાઈ સાવલિયા, નગરપાલિકાના આમ આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ વિરાણી, મહામંત્રી મયુરભાઈ રીબડિયા, કારોબારી સભ્ય નિકુંજભાઈ માલવયા સહિત રમેશભાઈ પડશાળા, ઉદયભાઇ રાખોલીયા, લાલજીભાઈ માલવિયા, ધવલભાઇ માલવિયા, મુકેશભાઈ પાનસુરીયા, નિલેશભાઈ ડોબરીયા, પ્રવીણભાઈ રીબડીયા, કૈલાશભાઈ માલવયા, સંજયભાઈ માલવયા, મનીષભાઈ પટેલ, જગદીશભાઈ સુવાગીયા, સુધીરભાઈ વખારીયા, હરસુખભાઈ વઘાસિયા, દર્શનભાઈ રીબડિયા, દીપેનભાઈ બલદાણીયા, જયેશભાઈ બુહા, ઉમેશભાઈ રીબડીયા, નિરવભાઈ રીબડીયા, ભીખુભાઈ રાજપુરી, તુષારભાઈ બાંભરોલીયા, રાજુભાઈ ઠેસીયા, મહેશભાઈ ચોટલીયા, હાર્દિકભાઈ સુવાગીયા, વિશાલભાઈ રીબડીયા, મોહિતભાઈ રીબડીયા, દિવ્યેન ભાઈ રીબડીયા, સહિત વિશાળ સંખ્યામાં આગેવાનોએ આમ આજની પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આ કાર્યક્રમમાં વિસાવદર ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે