લોકસભા ચૂંટણી 2019: મોદી વિશ્વ ઉમિયા ધામમાં આવીને પાટીદાર વોટબેંક કબ્જે કરશે
લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીનો પાટીદાર પાવર... અનામત આંદોલનનો મુદ્દે પરેશાન થયા બાદ હવે લોકસભા ચૂંટણીમાં પાટીદારોના મતો અંકે કરશે પીએમ મોદી. અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામ અને અન્નપુર્ણા ઘામના કાર્યક્રમમાં હાજરી આપી મોદી પાટીદારોનો રોષ શાંત કરવાનો પ્રયાસ કરશે.
- કડવા પાટીદારોની વસ્તી 60 ટકા
- મોદી 5 માર્ચે લેઉવા પાટીદારોનો કાર્યક્રમમાં આપશે હાજરી
- મોદી 4 માર્ચે કડવા પાટીદારોના કાર્યક્રમમાં આપશે હાજરી
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીનો પાટીદાર પાવર... અનામત આંદોલનનો મુદ્દે પરેશાન થયા બાદ હવે લોકસભા ચૂંટણીમાં પાટીદારોના મતો અંકે કરશે પીએમ મોદી. અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામ અને અન્નપુર્ણા ઘામના કાર્યક્રમમાં હાજરી આપી મોદી પાટીદારોનો રોષ શાંત કરવાનો પ્રયાસ કરશે.
ગુજરાતના રાજકારણ વીશે કહેવાય છે કે, પાટીદાર મત જેના તરફે હોય તેની સરકાર હોય અને તેના પક્ષના સાંસદો હોય ગુજરાતમાં પાટીદારોની સંખ્યામાં 15 ટકા આસપાસ છે. જે ભાજપની પરંપરાગત વોટબેંક રહ્યા છે. 1985ના આંદોલન બાદ કાંગ્રેસની વોટ બેંક કહેવાતા પાટીદાર ભાજપાના કમીટેડ વોટર બન્યા વર્ષો બાદ તેમાં ભાગલા પડ્યા.
વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલના આંદોલન ના કારણે આ મતબેંકમાં ભાગ પડ્યા હતા. જેનો થોડો ઘણો લાભ કોંગ્રેસને મળ્યો હતો. જો કે ગરીબ સવર્ણને 10 ટકા આર્થિક અનામત આપ્યા બાદ આંદોલનનો મુદ્દો શાંત છે. અને પાટીદારોમાં એક સ્પષ્ટ મેસેજ પહોંચ્યો છે. ત્યારે હવે પીએમ પાટીદાર સમાજને એક કરીને લોકસભા જીતવાની રણનીતિ ઘડી રહ્યા છે.
સુરતની સાડીમાં વિંગ કમાન્ડર ‘અભિનંદન’ વર્ધમાનના શૌર્યનું થયું પ્રિન્ટીંગ
ગુજરાત વિધાનસભાની ચુંટણી અગાઉ સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન કારીઓ સાથે વાર્તાલાપ કરી સમાઘાન કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે થયુ ન હતુ. જોકે લોકસભાની ચુંટણી પહેલાં મોદી પાટીદારના બે ધાર્મીક સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપી મોટો રાજકીયા સંદેશ આપશે.
ચર્ચાના ચગડોળે ચઢી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ MLA નારાયણ પટેલ વચ્ચેની મુલાકાત
કહેવાય છે ધર્મકારણ અને રાજકારણ એક બીજા સાથે સંકળાયેલા છે. ગુજરાતમાં ભાજપાને થયેલા પાટીદાર મતોનું નુકસાન વડાપ્રધાન મોદી પાટીદારોના ધાર્મીક કાર્યક્રમમાં હાજરી આપી ભરપાઇ કરવા માગ છે. આ નુકસાન કેટલુ ભરપાઇ થશે તે લોકસભાની ગુજરાતની 26 બેઠકોના પરિણામ બતાવશે. વિધાનસભાની ચુટણીમાં પાટીદાર આંદોલનના પગલે ભાજપાને પાટીદાર મતો ધરાવતી બેઠકો પર નુકસાન થયુ હતુ તે ખાળવાનો પ્રયાસ આ બે ધાર્મીક કાર્યક્રમ થકી થશે એવુ પોલીટીકલ પંડિતોનું માનવું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે