મેઘરાજા ગુજરાત આવી પહોંચ્યા? વલસાડમાં આખો દિવસ ધોધમાર, રાજકોટમાં શરૂઆત કરી
Trending Photos
રાજકોટ : ગુજરાતીઓ ગરમી ખાઇખાઇને થાકી ગયા છે. જેના પગલે હવે મેઘરાજા રાહત આપવા માટે ગુજરાતમાં પણ આવી પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં વલસાડ અને તેની આસપાસના વિસ્તાર ઉપરાંત રાજકોટના અનેક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. ગઇકાલે સોમવારે ભારે પવન ફૂંકાયો હતો. સમગ્ર ગુજરાતમાં વાદળીયું વાતાવરણ થતા ઠંડક છવાઇ ગઇ હતી. આજે વહેલી સવારથી વલસાડમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટમાં ઝરમર વરસાદ જોવા મળ્યો હતો.
વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડતા વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી હતી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ધોધમાર વરસાદને પગલે ગરમીમાંથી રાહત મળી હતી. જો કે આ વરસાદના પગલે બાગાયતી પાકો ખાસ કરીને કેરીના પાકને ખુબ જ નુકસાન પહોંચ્યું હતું. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. લોકોએ પણ મોસમના પહેલા વરસાદનો આનંદ ઉઠાવ્યો હતો. યુવાનો વરસાદમાં નહાવા માટે બહાર નિકળ્યા હતા.
બીજી તરફ રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદની ઝરમર થતા નાગરિકોને ગરમીમાંથી છુટકારો મળ્યો હતો. જો કે બાદમાં બફારો શરૂ થઇ જતા લોકો અકળાયા હતા. સામાન્ય છાંટા પડ્યા હતા. જો કે આ વરસાદના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ ફાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત કામ ધંધે નિકળેલા લોકોને ભિંજાવાનો વારો આવ્યો હતો. સવારે વાદળછાયા વાતાવરણના કારણે સામાન્ય ઠંડી અનુભવાતી હતી તો બીજી તરફ બપોરે ભારે ગરમી અનુભવાઇ હતી. હાલમાં વરસાદ પડતા લોકો કયું વાતાવરણ છે તે જ સમજી શક્યા નહોતા. નોકરીએ નિકળેલા અથવા બહાર રહેલા અનેક લોકો ભિંજાયા પણ હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે