કોરોના દર્દીઓની માનસિકતા સુધારવા મેડિકલ સ્ટાફ મેદાને, ક્યાંક ગરબા તો ક્યાંય ડાયરાનું આયોજન

સમગ્ર દેશમાં કોરોના મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને જીવનદાન આપવા માટે તીબો અને મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. જો કે શરીરનાં સારા સ્વાસ્થય માટે મનની પ્રસન્નતા પણ ખુબ જ જરૂરી છે. તેવામાં શહેરનાં એમ.જી હાઇવે પર આવેલા SGVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ખુશ રાખવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 
કોરોના દર્દીઓની માનસિકતા સુધારવા મેડિકલ સ્ટાફ મેદાને, ક્યાંક ગરબા તો ક્યાંય ડાયરાનું આયોજન

અમદાવાદ : સમગ્ર દેશમાં કોરોના મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને જીવનદાન આપવા માટે તીબો અને મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. જો કે શરીરનાં સારા સ્વાસ્થય માટે મનની પ્રસન્નતા પણ ખુબ જ જરૂરી છે. તેવામાં શહેરનાં એમ.જી હાઇવે પર આવેલા SGVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ખુશ રાખવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

એસ.જી હાઇવે પર આવેલી SGVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દવાઓથી શરીરને સ્વસ્થ કરવાની સાથે ડોક્ટર્સ, યોગ ડિપાર્ટમેન્ટ, નર્સિંગ તથા તમામ સ્વાસ્થય કર્મચારીઓ એવા પ્રયાસો કરી રહ્યા છે કે, દર્દીઓમાં સકારાત્મકતા વધે. જેના પગલે સ્ટાફ દ્વારા PPE કીટ પહેરીને દર્દીઓ સાથે ગરબા ગાયા હતા. સકારાત્મકતા ફેલાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. 

આ વીડિયો સ્ટાફ દ્વારા કોરોનાના દર્દીઓ PPE કિટમાં ડાંસ કરતા દેખાય છે. તેમની સાથે દર્દીઓ પણ હળવાશના મુડમાં દેખાઇ રહ્યા છે. કોરોનાની મહામારીમાં ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. બીજી તરફ સંક્રમિત વ્યક્તિ પણ ગભરાઇ જતા હોય છે. સતત મોત અને રોકકળ વચ્ચે રહેતા આ દર્દીઓની માનસિકતા પર અસર પડે છે. તેવામાં તેમને તણાવ મુક્ત રાખવા માટે તબીબો તથા મેડિકલ સ્ટાફ દ્વારા કરાતા આ કાર્યથી દર્દીઓની માનસિકતા ખુબ જ સકારાત્મકતા થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news