અમદાવાદ સહિત અનેક શહેરોમાં CAA સામે બંધનું એલાન, NSUIના 5 કાર્યકર્તાની અટકાયત
સિટીઝનસીપ બિલ (citizenship amendment bill 2019) ને લઈને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. અમદાવાદ અને વડોદરા સહિતના શહરોમાં CAA સામે બંધનું એલાન કરાયું હતું. ત્યારે અમદાવાદના કેટલાક જૂજ સ્થળોએ આ બંધની અસર જોવા મળી છે. અમદાવાદના ત્રણ દરવાજાના માર્કેટ પાસે વેપારીઓએ સ્વંયભૂ બંધ પાડ્યો છે. ત્યારે બંધના પગલે અમદાવાદ પોલીસ સતર્ક બની છે. અમદાવાદ પોલીસના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર અને પોલીસ કર્મચારીઓને સવારે 7 વાગ્યાથી સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપી દેવાયા હતા. તો સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરવાના આદેશ અપાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સાયબર ક્રાઇમ બ્રાન્ચને પણ સ્ટેન્ડ ટુના આદેશ અપાયા છે.
Trending Photos
અમદાવાદ :સિટીઝનસીપ બિલ (citizenship amendment bill 2019) ને લઈને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. અમદાવાદ અને વડોદરા સહિતના શહરોમાં CAA સામે બંધનું એલાન કરાયું હતું. ત્યારે અમદાવાદના કેટલાક જૂજ સ્થળોએ આ બંધની અસર જોવા મળી છે. અમદાવાદના ત્રણ દરવાજાના માર્કેટ પાસે વેપારીઓએ સ્વંયભૂ બંધ પાડ્યો છે. ત્યારે બંધના પગલે અમદાવાદ પોલીસ સતર્ક બની છે. અમદાવાદ પોલીસના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર અને પોલીસ કર્મચારીઓને સવારે 7 વાગ્યાથી સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપી દેવાયા હતા. તો સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરવાના આદેશ અપાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સાયબર ક્રાઇમ બ્રાન્ચને પણ સ્ટેન્ડ ટુના આદેશ અપાયા છે.
દેશભરમાં CAAના વિરોધ વચ્ચે ગુજરાતનો પ્રથમ કિસ્સો, પાકિસ્તાની મહિલાને અપાઈ નાગરિકતા
સ્વૈચ્છિક સંગઠન દ્વારા બંધની જાહેરાત
છેલ્લાં ત્રણ દિવસથી થઈ રહેલા વિરોધને પગલે અમદાવાદની એક સ્વૈચ્છિક સંગઠન દ્વારા 19 ડિસેમ્બરે અમદાવાદ બંધનુ એલાન આપ્યું હતું. જેને કેટલાક સંગઠનોએ ટેકો આપ્યો હતો. શાહી જામા મસ્જિદના પેશ ઈમામ સહિતના આગેવાનોએ આ મામલે શહેરમાં શાંતિ જાળવવા અપીલ કરી છે.
અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા પર કહ્યું કે....
અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા મારફતે લોકોને ખાસ મેસેજ આપ્યો છે. જેમાં લખ્યું છે કે, પોલીસ દ્વારા આજે રેલી/પ્રદર્શન માટે મંજૂરી અપાયેલ નથી. નાગરિકોને કાયદાનું પાલન કરવા અને શહેરમાં શાંતિ જાળવવા વિનંતી છે. જો કોઈ બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવા પ્રયત્ન કરશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવા પ્રયત્ન કરે, તો 100 ડાયલ કરી જાણ કરો.
પોલીસ દ્વારા આજે રેલી/પ્રદર્શન માટે મંજૂરી અપાયેલ નથી. નાગરિકોને કાયદાનું પાલન કરવા અને શહેરમાં શાંતિ જાળવવા વિનંતી છે. જો કોઈ બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવા પ્રયત્ન કરશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવા પ્રયત્ન કરે, તો 100 ડાયલ કરી જાણ કરો. pic.twitter.com/BQh7SUehaL
— Ahmedabad Police (@AhmedabadPolice) December 19, 2019
વિદ્યાર્થીઓની અટકાયત
અમદાવાદમાં CAA વિરોધનો મામલામાં લાલ દરવાજા સિટી કોલેજના સામેથી 5 વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. આ પાંચેય વિદ્યાર્થીઓ એનએસયુઆઈના કાર્યકરો હોવાનું સામે આવ્યું છે. ત્યારે વિરોધને પગલે લાલદરવાજા અને સિટી વિસ્તારોમાં અમદાવાદ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.
અમદાવાદનું મુખ્ય માર્કેટ બંધ
CAA ના વિરોધના પગલે અમદાવાદના ત્રણ દરવાજા પાસે આવેલ માર્કેટ બંધ જોવા મળ્યું. ઢાલગરવાડ અને ત્રણ દરવાજા સંપૂર્ણ બંધ છે. વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો છે. ત્યારે તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા અહીં પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રીક્ષાચાલકોને નહિ પાળ્યો બંધ
સ્વચ્છીક સંગઠનો દ્વારા આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે આજે રિક્ષાચાલકો પણ સ્વંયભૂ હડતાળમાં જોડવાના છે. અશોક પંજાબીના રીક્ષા એસોશિયેશન દ્વારા આજે CAAના વિરોધ બંધનું એલાન આપવામાં આવ્યું છે. સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રિક્ષાચાલકોને સ્વયંભૂ હડતાળમાં જોડાવા આહવાન કરાયું છે. જોકે આજે સવારથી જ રીક્ષાચાલકોના આ નિર્ણયની અસર જોવા મળી નથી રહી. અમદાવાદના માર્ગો પર અનેક રીક્ષાઓ દોડી રહી છે.
વડોદરામાં મેસેજ વાયરલ થયા
વડોદરા નાગરિક સંશોધન બિલના વિરોધના મામલામાં મોડી રાતથી સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા છે. જેને પગલે વડોદરા પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો છે. વડોદરાના સંવેદનશીલ વિસ્તારોમાં માર્ચ પાસ્ટ, ઘોડેસવાર પોલીસ, સુરક્ષા જેકેટ સાથે પોલીસ જવાનો ગોઠવાઈ ગયા છે. ખાસ કરીને શહેરના માંડવી, ચાર દરવાજા વિસ્તાર, તાંદલજા સહિત અનેક સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તો બીજી તરફ, સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક મેસેજ કરનાર સામે સાયબર સેલ એલર્ટ પણ મૂકાયું છે.
ગોધરા મુસ્લિમ સમાજ દ્વારા અપાયું ગોધરા બંધનું એલાન
સિટીઝન એમેડમેન્ટ બિલના વિરોધમાં ગોધરા મુસ્લિમ સમાજ દ્વારા અપાયું ગોધરા બંધનું એલાન અપાયું છે. જેને પગલે ગોધરાના મુસ્લિમ બજારો આજે સજ્જડ બંધ છે. ગોધરાના પોલન બજાર, ગોન્દ્રા વિસ્તારમાં આવેલ દુકાનો બહાર બિલના વિરોધ કરતા પોસ્ટર લગાવી વિરોધ કરાયો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લા પોલીસ વડા સહિતના મોટી સંખ્યાના પોલીસ કાફલો સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે.
વડોદરામાં નાગરિકતા બિલનો વિરોધ
સિટીઝન એમેડમેન્ટ બિલના વિરોધના પગલે માંડવી વિસ્તારમાં વેપારીઓએ બંધ પાડ્યો છે. વેપારીઓએ દુકાન બંધ વિરોધ કર્યો છે. દુકાનો બંધ હોવાથી સમગ્ર બજારો ખાલીખમ લાગી રહ્યા છે. માંડવી વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જોકે, અન્ય વિસ્તારોમાં બંધની અસર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે