Gujarat Election 2022: મધુ શ્રીવાસ્તવ બાદ વાઘોડિયામાં ભાજપને બીજો મોટો ઝટકો: ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે BJPના 250 કાર્યકરો જોડાયા

Gujarat Election 2022: ચૂંટણી પહેલા વાઘોડિયા ભાજપમાં મોટું ભંગાણ થયું છે. વડોદરામાં મધુ શ્રીવાસ્તવ બાદ ભાજપને આ બીજો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના વાઘોડિયા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોએ અપક્ષ ઉમેદવાર સાથે જોડાયા છે.

Gujarat Election 2022: મધુ શ્રીવાસ્તવ બાદ વાઘોડિયામાં ભાજપને બીજો મોટો ઝટકો: ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે BJPના 250 કાર્યકરો જોડાયા

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજ્યમાં અનેક સ્ટાર પ્રચારકો સભાઓ-રેલીઓ કરી રહ્યા છે. ત્યારે વડોદરાની વાધોડિયા વિધાનસભા બેઠક પર ભાજપમાં મોટું ભંગાણ થયું છે. મધુ શ્રીવાસ્તવ બાદ વાઘોડિયામાં ભાજપને બીજો મોટો ઝટકો લાગ્યો છે. અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે 250થી વધુ કાર્યકરોએ સમર્થન આપ્યું છે.

ચૂંટણી પહેલા વાઘોડિયા ભાજપમાં મોટું ભંગાણ થયું છે. વડોદરામાં મધુ શ્રીવાસ્તવ બાદ ભાજપને આ બીજો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના વાઘોડિયા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોએ અપક્ષ ઉમેદવાર સાથે જોડાયા છે. અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે ભાજપના 250 કાર્યકરો જોડાયા છે. 

વાઘોડિયા તાલુકાના ભાજપ મહામંત્રી, મહિલા મોરચાના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું સમર્થન કર્યું છે. ગત ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા મધુ શ્રીવાસ્તવ સામે માત્ર 10 હજાર મતથી ચૂંટણી હાર્યા હતા. ભાજપમાં ભંગાણ પડતાં ભાજપ ઉમેદવાર અશ્વિન પટેલ અને અપક્ષ ચૂંટણી લડી રહેલા મધુ શ્રીવાસ્તવને મોટો ફટકો પડી શકે છે. આ ભંગાણ બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા વધુ મજબૂત થયા છે.

વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવના ગોળી મારી દઈશના નિવેદનનો મામલે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, મધુ શ્રીવાસ્તવને આવું નિવેદન આપવું તે ન શોભે, હું નિવેદનને વખોડું છું. વાઘોડિયાની જનતા અને મતદારો નીડર છે, તે આવા નિવેદનથી નહિ ડરે. ચૂંટણી પંચ મધુ શ્રીવાસ્તવના નિવેદનને લઈ કાયદેસરની કાર્યવાહી કરે. 

મહત્વનું છે કે, 2 દિવસ પહેલા અપક્ષના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે વિવાદીત નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યું હતુ કે, હજુ પણ હું દબંગ જ છું. મારા સમર્થકોને કોઈ કઈ કહેશે તો ઘરે જઈને ગોળી મારીશ. મધુ શ્રીવાસ્તવે આપેલા નિવેદન મામલે અપક્ષના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહે નિવેદન આપ્યું હતું.

ધર્મેન્દ્રસિંહ વાઘેલાની કેટલી છે સંપત્તિ?
ઉલ્લેખનીય છે કે, વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લામાં સૌથી ધનિક ઉમેદવાર હોવાનું સામે આવ્યું છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની કુલ સંપત્તિ 110 કરોડ રૂપિયાની હોવાનું તેમણે ફોર્મમાં જણાવ્યું. માત્ર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ નહિ, તેમના પત્ની પણ લખપતિ છે. તેમના પત્નીની કુલ સંપત્તિ 90 લાખ છે. 

વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વર્ષ 2017માં 97 કરોડ 82 લાખ 51 હજાર 699ની સંપત્તિ જાહેર કરી હતી. જો કે 2017ની ચૂંટણીમાં તેમનો ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ સામે પરાજય થયો હતો. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ધર્મેન્દ્રસિંહે ફરી એકવાર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ વખતે ધર્મેન્દ્રસિંહે સોગંદનામામાં 1 અબજ 11 કરોડ, 98 લાખની સંપત્તિ જાહેર કરી છે. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં 14 કરોડ 15 લાખ 88 હજારનો વધારો થયો છે. તો તેમના માથા પર હાલ 27 કરોડનું દેવું છે.  

ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જંગમ મિલકત 46 કરોડ અને સ્થાવર મિલકત 64 કરોડ રૂપિયા છે. આ સાથે જ ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે 12.56 કરોડના વાહનો છે, જેમાં 95 કોમર્શિયલ વાહન અને 5 મોટરકાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news