મા ઉમિયાના પાયાના પિલ્લર બનવા પડાપડી, 72 કલાકમાં 11 લાખના આટલા પિલ્લર એડવાન્સમાં બુક

કથાકાર જિગ્નેશદાદાની દિવ્યવાણીથી શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન ચાલી રહ્યું હોય ત્યારે વિશ્વઉમિયાધામના પાયાના પિલ્લર તરીકે પાટીદાર સહિત અનેક સમાજના વિશ્વભરના અનેક મહાનુભાવો જોડાઈ રહ્યા છે.

  • વિશ્વઉમિયાધામમાં 72 કલાકમાં 450 મહાનુભાવો પાયાના પિલ્લર બન્યા
  • શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞમાં 8500 ભક્તોએ ગિરીરાજ ઉત્સવ ઉજવણી કરી
  • 72 કલાકમાં 11 લાખના એક પિલ્લર લેખે 450 મહાનુભાવો હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં જોડાયા

Trending Photos

મા ઉમિયાના પાયાના પિલ્લર બનવા પડાપડી, 72 કલાકમાં 11 લાખના આટલા પિલ્લર એડવાન્સમાં બુક

ઝી બ્યુરો/અમદાવાદ: વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના સાયન્સ સિટીના આંગણે ચાલી રહેલા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો આજે પાંચમા દિવસ રંગેચંગે પૂર્ણ થયો. જગતના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણના ગિરીરાજ ઉત્સવની ભવ્ય ઉજવણી સાથે 8500થી વધારે ભાવિ ભક્તોથી સમગ્ર સભામંડપ અભિભૂત બન્યો હતો. 

કથાકાર જિગ્નેશદાદાની દિવ્યવાણીથી શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન ચાલી રહ્યું હોય ત્યારે વિશ્વઉમિયાધામના પાયાના પિલ્લર તરીકે પાટીદાર સહિત અનેક સમાજના વિશ્વભરના અનેક મહાનુભાવો જોડાઈ રહ્યા છે. વિશ્વઉમિયાધામમાં હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં આજે કથાના પાંચમાં દિવસસે 20 મહાનુભાવો જોડાયા છે. 

જ્યારે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞમાં માત્ર 72 કલાકમાં 450 મહાનુભાવો વિશ્વઉમિયાધામ મંદિરના પાયાના પિલ્લર તરીકેનો ભાગ્યશાળી લાભ પ્રાપ્ત કર્યો છે. સાથો સાથ અત્યાર સુધીમાં હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં 1025 મહાનુભાવોએ લાભ પ્રાપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે આજે શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન કરવા સાયલા ભગતનું ગામના ગાદિપતી દુર્ગાદાસજી મહારાજ પધાર્યા હતા.

વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરમા્ 72 કલાકમાં 450 ધર્મસ્તંભની જાહેરત: આર.પી.પટેલ
આ અંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખશ્રી આર.પી.પટેલે જણાવ્યું કે હું પણ પાયાનો પિલ્લર અભિયાન કે જેનો લાભ માત્ર 11 લાખનું અનુદાન કરી સમસ્ત સમાજના વિશ્વના માત્ર 1440 મહાનુભવોને જ પ્રાપ્ત થવાનો છે. શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞમાં માત્ર 72 કલાકમાં 450 મહાનુભાવો હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં જોડાયા.
 
આજે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞમાં કૃષ્ણ-રૂકમણિ વિવાહ ઉત્સવની ઉજવણી
આજે એટલે રવિવારે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞના છઠ્ઠા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણિજીના વિવાહના ઉત્સવની ઉજવણી કરાશે. સાથો સાથે જગતના અધિપતી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણિજીની લીલાઓનું પણ વર્ણન કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news