મહેસાણાના લીંચ ગામે ‘સગીરો’ માટે મોબાઇલ ફોન વાપરવા પર પ્રતિબંધ

મહેસાણાના એક ગામમાં સરપંચ દ્વારા જ ગામના ૧૮ વર્ષથી નીચેના યુવક યુવતીઓને મોબાઈલ નહિ વાપરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે આપને જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે આ ગામે મોબાઈલ પર પ્રતિબંધ લાવી એક આગવું ઉદાહરણ સભ્ય સમાજ માટે ઉભું કર્યું છે અને આ નિર્ણયને ગામના યુવાનો સહીત ગામના વડીલોએ પણ આવકાર્યો છે. ગામમાં બનેલી એવી કેટલીક ઘટનાઓને પગલે આ નિર્ણય લેવાયો છે. જે અત્યારે સૌએ આવકાર્યો છે. 

મહેસાણાના લીંચ ગામે ‘સગીરો’ માટે મોબાઇલ ફોન વાપરવા પર પ્રતિબંધ

તેજસ દવે/મહેસાણા: મહેસાણાના એક ગામમાં સરપંચ દ્વારા જ ગામના ૧૮ વર્ષથી નીચેના યુવક યુવતીઓને મોબાઈલ નહિ વાપરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે આપને જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે આ ગામે મોબાઈલ પર પ્રતિબંધ લાવી એક આગવું ઉદાહરણ સભ્ય સમાજ માટે ઉભું કર્યું છે અને આ નિર્ણયને ગામના યુવાનો સહીત ગામના વડીલોએ પણ આવકાર્યો છે. ગામમાં બનેલી એવી કેટલીક ઘટનાઓને પગલે આ નિર્ણય લેવાયો છે. જે અત્યારે સૌએ આવકાર્યો છે. 
 
મહેસાણા થી અમદાવાદ રોડ પર આવેલું લીંચ ગામ જ્યાં પ્રથમ મહિલા સરપંચ અંજનાબેન પટેલે સમગ્ર લીંચ ગામમાં ૧૮ વર્ષથી નીચેના યુવક યુવતીઓને મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ લાદી દીધો છે. મોબાઈલ પ્રતિબંધ લગાવવા પાછળ ગામમાં બનેલી કેટલીક ઘટનાઓ જવાબદાર છે. જેમાં એક જ સમાજના દુરના ભાઈ બેન થતા યુવક યુવતીની આત્મહત્યા તો બીજી ઘટનામાં ભાગી જવાની ઘટના બની હતી. જેનું વિશ્લેષણ કરતા તેની પાછળ મોબાઈલ જ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. અને તે દિવસથી ગ્રામ પંચાયતમાં ગામના વડીલોને ભેગા કરીને મોબાઈલ પ્રતિબંધનો ઠરાવ કર્યો હતો. ત્યારબાદ મોબાઈલ પ્રતિબંધ નો નિર્ણય અમલમાં મુકવામાં આવ્યો હતો અને આ નિર્ણયએ ગ્રામજનો એ આવકાર્યો હતો.

Linch.jpg
 
આમ તો આજનો યુવાન વર્ગ મોબાઈલ વગર એક સેકંડ રહી શકે તેમ નથી. તેવા સમયે લીંચ ગામના ૧૮ વર્ષથી નીચેના યુવક યુવતીઓને પણ આ નિર્ણય શરૂઆતમાં કડવો લાગ્યો. પરંતુ, સમાજ જતા તેઓ પણ ટેવાઈ ગયા અને ખબર પડી કે, મોબાઈલ પાછળ પહેલા રોજના દસેક કલાક બગાડતા હતા તે સમય બચવા લાગ્યો છે. અને હવે તે સમય તેઓના અભ્યાસમાં કામ લાગી રહ્યો છે. જેથી ગામના યુવા વર્ગ પણ આ નિર્ણયને આવકારી રહ્યા છે. અને આ નિર્ણયના પગલે તેમના ભણતરમાં પણ ફાયદાકારક નીવડ્યો હતો. તો બીજી તરફ ગામના વડીલો પણ મોબાઈલના દુષણથી પોતાના બાળકોની સ્થિતિથી કંટાળેલા હતા. અને આ નિર્ણય તો ઠીક પરંતુમાં બાપે પણ કોઈ પણ ભોગે બાળકોને મોબાઈલ લઇ આપવો જ ના જોઈએ તેમ જણાવી રહ્યા હતા.

જુઓ LIVE TV

આમ, એક તરફ મોબાઈલ જેટલો ઉપયોગી થઇ રહ્યો છે. તેની વિરુદ્ધ આ મોબાઈલના દુરઉપયોગ પણ વધતા રહ્યા છે. જેના કારણે લીંચ ગામનું યુવાધન ગેરમાર્ગેના દોરાય તેવા હેતુસર ગામની મહિલા સરપંચે મોબાઈલ પર જ પ્રતિબંધ લાદી દેતા આજે ૧૮ વર્ષથી નીચેના તમામ યુવક યુવતીઓ પોતાના બચેલા સમયનો સદુપયોગ કરી રહ્યા છે. ત્યારે બીજા ગામોના સરપંચો પણ આ મામલે કોઈ વિચાર કરી આ પ્રકારનો નિર્ણય લેવો જોઈએ અને યુવા પેઢી આ આધુનિક યુગમાં ગેરમાર્ગેના દોરાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news