સંતાનની જેમ પશુ ઉછેરતા પશુ પાલકોને પેટાની વાતથી ઘણુ માઠુ લાગ્યું, પશુ પાલકોનો વિરોધ

પેટાના સોશ્યલમિડીયાના ચર્ચાયેલા વિગન મિલ્કના મુદ્દાને લઇને તેની આ સળવળાટ બાબતે આણંદના પશુપાલકે પણ કહ્યુ હતુ કે, વિદેશી સંસ્થાઓની આ પ્રકારની નબળી વાતોથી ભારતીય દુધ ઉત્પાદકોના મનોબળ તોડવાના તેમના આ પ્રયાસો સફળ નહી થાય. પેટાએ સોશ્યલ મિડીયામાં કરી ટ્વીટ અને ભારતીય દુધ ઉત્પાદનને જાણે બદલી નાખી બંધ કરાવી દેવાનો કારસો રચ્યો પણ આવી નબળી માનસિકતા સાથેની તેની સળવળાટને ભારતીય કીસાનો અને દુધ ઉત્પાદકો અને ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો એ વખોડી કાઢી છે. 
સંતાનની જેમ પશુ ઉછેરતા પશુ પાલકોને પેટાની વાતથી ઘણુ માઠુ લાગ્યું, પશુ પાલકોનો વિરોધ

જપતવ્ય યાજ્ઞિક/ આણંદ : પેટાના સોશ્યલમિડીયાના ચર્ચાયેલા વિગન મિલ્કના મુદ્દાને લઇને તેની આ સળવળાટ બાબતે આણંદના પશુપાલકે પણ કહ્યુ હતુ કે, વિદેશી સંસ્થાઓની આ પ્રકારની નબળી વાતોથી ભારતીય દુધ ઉત્પાદકોના મનોબળ તોડવાના તેમના આ પ્રયાસો સફળ નહી થાય. પેટાએ સોશ્યલ મિડીયામાં કરી ટ્વીટ અને ભારતીય દુધ ઉત્પાદનને જાણે બદલી નાખી બંધ કરાવી દેવાનો કારસો રચ્યો પણ આવી નબળી માનસિકતા સાથેની તેની સળવળાટને ભારતીય કીસાનો અને દુધ ઉત્પાદકો અને ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો એ વખોડી કાઢી છે. 

આણંદના ૭ વીઘાના વિશાળ ખેતરમાં ૧૭૦ જેટલી ગાયો સાથે દુધનું ઉત્પાદન કરનાર સંજય ભાઇએ પશુ પ્રેમ અને પશુ વ્યવસાયની પરિભાષા સમજાવે છે તેમની ગાયોને કેટલો પ્રેમ અને કેટલી લાગણીથી ઉછેરે છે તે તમે આ વાંચીને સમજી શકશો. સંજય ભાઇ ગાયો માટે ખાસ સંગીત ની વ્યવસ્થા, જરુરી ચારો એટલે કે નિરામણ, તેને ગરમીમાં તકલીફ ન પડે તે માટે સ્પ્રિકંલ ફુવારા અને સફાઇનું પણ ખાસ ધ્યાન રખાય છે.

ત્યારે આવી લાગણી સાથે ગાયોનો ઉછેર અને દુધ ઉત્પાદન કરતા સંજય ભાઇ પેટા જેવી સંસ્થા ને અને તેની વાતને વખોડે છે.પશુપાલકો દુધનું ઉત્પાદન કરે છે તેનાથી સામાન્ય કોઇ નુકશાન અથવા સ્વાસ્થ્ય ની તકલીફ દુધ પિનારા ને થઇ હોય તેવુ ધ્યાને આવ્યુ નથી સાથે દુધાળા પશુને પણ દુધ આપવાથી બિમારી આવવાના કિસ્સા પણ પાયાવિહોણી વાતો છે વેજ.દુધના નામે ભારતીય દુધ ઉત્પાદનને તોડીપાડવાનો આ કારસો નિષ્ફળ સાબીત થનાર થયો છે મહત્વુનં છે કે પેટાની સોશ્યલ મિડીયાની વણમાગી સલાહને જીસીએમએમએફના એમડીએ કડક શબ્દો માં વખોડી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news