Ahmedabad Rath Yatra 2024 Live : અમદાવાદના રસ્તા જગન્નાથમય બન્યા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

Jagannath Rath Yatra 2024 Ahmedabad : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ પરંપરા મુજબ પહિન્દ વિધિ કરીને રથને ખેંચ્યો હતો, આ બાદ ભગવાન જગન્નાથ મંદિરની બહાર લોકોને દર્શન આપવા નીકળી ગયા છે

Ahmedabad Rath Yatra 2024 Live : અમદાવાદના રસ્તા જગન્નાથમય બન્યા, ભક્તોમાં અનેરો ઉત્સાહ
LIVE Blog

Rathyatra 2024 : આખરે આજે અષાઢી બીજનો એ પાવન અવસર આવી ગયો છે. જેની સૌ કોઈ આખું વર્ષ રાહ જોતા હોય છે. અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી ચૂકી છે. આજે જગતના નાથ સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપી રહ્યાં છે. સવારે 4 વાગ્યે જગતના નાથની મંગળા આરતી કરવામાં આવી. અમદાવાદની રથયાત્રાનો કુલ રૂટ 16 કિમી લાંબો છે. અમદાવાદની રથયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી પહિંદ વિધિ કરીને રથ ખેંચ્યો હતો. પહિંદ વિધિમાં મુખ્યમંત્રી સોનાની સાવરણીથી ભગવાનનો રથ સાફ કરાવ્યો. આ સાથે જ રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ છે. મોટી સંખ્યામાં શણગારેલા ટ્રક, ભજન મંડળીઓ, અખાડાના કુસ્તીબાજો રથયાત્રામાં જોડાયા. ભક્તિના રંગમાં આજે સૌ રંગાઈ જશે અને જગતના નાથના વધામણા કરશે.

અમદાવાદમાં આજે 147મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજીના રથનું નામ નંદીધોષ છે. તેવી જ રીતે બલરામજીના રથને તાલધ્વજ અને બહેન સુભદ્રાજીના રથને પદ્માધ્વજ કહેવામાં આવે છે. અમદાવાદના જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરનો ઈતિહાસ રથયાત્રા કરતા પણ જુનો છે. અમદાવાદના જગન્નાથ મંદિરનો ઇતિહાસ લગભગ 460 વર્ષ જુનો છે. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો- ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે. એવું કહેવાય છે કે, 460 વર્ષ પહેલાં અમદાવાદમાં જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે, તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું. હનુમાનદાસજી નામના એક સંન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયા અને તેમણે ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. ઓડિશામાં પુરી જગન્નાથ મંદિરની તેમની એક મુલાકાત દરમિયાન તેમણે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર  અને બહેન સુભદ્રાની પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરાવી હતી. વર્ષ 1878માં મહંત નરસિંહદાસજી મંદિરના ચોથા મહારાજ બન્યા. તેમને એક દિવસ સપનામાં ભગવાન જગન્નાથજીના દર્શન થયા. તેમણે પુરીની તર્જ પર અમદવાદમાં રથયાત્રાની શરૂઆત કરવી,  આમ 2 જુલાઈ 1878ના રોજ અમદાવાદ સૌ પ્રથમ રથયાત્રા નીકળી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નિકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નિકળી નગરજનોને દર્શન આપે છે. અમદાવાદનું સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ કહેવાય છે. મોસાળમાં ભગવાનનું મામેરુ થાય છે. મામેરામાં ભગવાનને સુંદર વાધા અને દાગીના ભેટ ધરવામાં આવે છે. ઉપરાંત રથયાત્રામાં આવેલા સંત - ભક્તો અને ભજન મંડળીના લોકો માટે સરસપુરની પોળમાં જમણવારનું આયોજન કરવામાં આવે છે. જેમા મોટી સંખ્યામા ભક્તો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

07 July 2024
10:50 AM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા ના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથ યાત્રાના સંચાલન નું રિયલ ટાઈમ મોનીટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ .ડેશ બોર્ડ ની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું. તેમણે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને  પહિંદ  વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યાર બાદ  મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી  વિડિયો વોલ પરથી આ રથયાત્રા રૂટ નું નિરીક્ષણ, રથ ના લોકેશન , પોલીસ દ્વારા ટેકનોલોજી ના ઉપયોગ થી કરવામાં આવી રહેલી રથયાત્રાની સુરક્ષા અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. 

09:59 AM

ગૃહમંત્રીએ અમિત શાહે જગતના નાથના કર્યા સાષ્ટાંગ દંડવત પ્રણામ.. પરિવારજનો સાથે મંગળાઆરતીનો લાભ લીધો...

09:10 AM

08:49 AM

ભગવાન મોળાસમાં દર્શન આપવા જશે
ભગવાન આજે રથયાત્રામાં નીકળીને મોસાળમાં દર્શન આપવા આવશે. મહેમાનોના સ્વાગત માટે મોસાળની 18 -20 પોળમાં રસોડાની તૈયારીઓ ચાલી રહી છે. આજદિન સુધી કઈ પોળમાં કેટલા મહેમાનોનું જમણવાર થયું તેનો અંદાજ શક્ય નથી. અન્નપૂર્ણા દેવીના આશીર્વાદથી તમામ ભક્તોને પ્રસાદીનો લહાવો મળે છે. આજે મહેમાનો માટે પુરી શાક, મોહનથાળ, ફૂલવડી, કઢી ખીચડીનું જમણવાર તૈયાર કરાયું છે. 
 

08:47 AM

રથયાત્રાની ડ્રોન કેમેરાથી સુરક્ષા
રથયાત્રામાં સુરક્ષા એ સૌથી મહત્વનો મુદ્દો બની રહે છે. ત્યારે આ વખતે આઇ કેમેરા સાથે સાથે હાઈ ટેકનોલોજીના ડ્રોનનો પણ ઉપયોગ શહેર પોલીસે કર્યો છે. જેમાં ટેથરથ ડ્રોન હાલ ઉડાડવામાં આવ્યું છે. આ કેમેરાની ફીડ સીએમ ઓફિસ, એચ એમ ઓફિસ, ડીજીપી ઓફિસ અને સીપી ઓફીસ સહિતના અધિકારોને પહોંચાડમાં આવી રહી છે.

08:18 AM

ભગવાન જન્નાથજીનીની 147 ની રથયાત્રામાં અખાડા તમામનું ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે ત્યારે 30 અખાડા ભગવાનની નગર ચર્યા સાથે જોડાયા છે.

08:17 AM

ભગવાન જન્નાથજીની 147 ની રથયાત્રામાં ભજન મંડળી આકર્ષણનું કેન્દ્ર બની છે. અલગ અલગ ભજન મંડળીમાં અલગ અલગ વેશભૂષા ધારણ કરી ભક્તો આવતા હોય છે. ત્યારે જે પૈકીના એક ભક્તે કૃષ્ણનો વેશ ધારણ કર્યો હતો અને ખાસ પ્રકારના ચશ્મા પહેર્યા હતા. જેમાં રાધે રાધે લખી ભગવાન પ્રત્યનો ભાવ વ્યક્ત કર્યો હતો. 

07:34 AM

મુખ્યમંત્રીએ ત્રીજીવાર કરી પહિન્દ વિધિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૭મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સતત ત્રીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. સાથે જ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે સૌ કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ૧૪૭મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે ત્રીજી વાર પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને દાયકાઓ જૂની પરંપરા જાળવી રાખી છે. મુખ્યમંત્રીશ્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને  ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને  શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનના દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત તથા સમગ્ર દેશમાં કાયમ સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે તેવી પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના છે. રથયાત્રાના અવસરે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા નીકળે છે. જેનાથી સહુને સુખ અને શાંતિનો અહેસાસ થાય છે. તેમણે રથયાત્રાને સાચા અર્થમાં લોકઉત્સવ ગણાવી હતી. પુનઃ શુભકામનાઓ પાઠવી હતી. 

07:22 AM

જુઓ કેવી રીતે કરાય છે ભગવાન જગન્નાથની પહિંદ વિધિ

નિજ મંદિરથી ત્રણ રથ બહાર નિકળ્યા. ભગવાન નગરચર્યાઓ ભક્તોને દર્શન આપવા નિકળ્યા. મુખ્યમંત્રીએ ભગવાન પાસે શાંતિ સલામતી અને અવિરત વિકાસ ચાલુ રહે તેવી અર્ચના કરી. 

07:07 AM

આજે રથયાત્રાને કારણે આ રસ્તો રહેશે બંધ

અમદાવાદની 147મી રથયાત્રાના રૂટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર ખાનગી વાહન અવરજવર બંધ રહેશે અને ઘણા સ્થળોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33 જોગવાઇ હેઠળ 6 જુલાઇ 2024ના રોજ રાતના 12 વાગ્યા થી 7 જુલાઇ 2024ના રોજ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી નો પાર્કિંગ ઝોન રહેશે.

07:00 AM

રથ મંદિરની બહાર નીકળ્યા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. તેમણે પહિંદ વિધિ કરાવીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો. પહિંદ વિધિ થતા જ રથનું પ્રસ્થાન કરાયું. આ સાથે જ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી ગયા છે. 

શું છે પહિંદ વિધિ ?

જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે.

990થી પહિંદ વિધિની શરૂઆત

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જગતના નાથ નગરયાત્રાએ નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે. તથા રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવવામાં આવે છે. ગુજરાતમાં 1990થી પહિંદ વિધિની શરૂઆત કરાઈ હતી.

06:58 AM

ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ આજે સવારે ભગવાનના દર્શન કર્યાં છે. આ પહેલા શનિવારે રથયાત્રા રૂટની સમીક્ષા કરવામાં આવી હતી. આ રૂટ સમીક્ષામાં DGP,શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતો,રથયાત્રા રૂટ અને પોલીસ બંદોબસ્તને લઈ સમીક્ષા કરવામાં આવી હતી.ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટ પર સમીક્ષા કરે તે પહેલા જગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી.

06:48 AM

રથયાત્રાનું શિડ્યુલ

  • સવારે સાત વાગ્યે રથયાત્રા પ્રસ્થાન કરશે
  • સવારે 9 વાગ્યે AMC ઓફિસ પહોંચશે રથયાત્રા
  • સવારે 9.45 કલાકે રાયપુર ચકલા પહોંચશે રથયાત્રા
  • સવારે 10.30 વાગ્યે રથ ખાડિયા ચાર રસ્તા પહોંચશે
  • રથયાત્રા સવારે 11.15 કલાકે  કાલુપુર સર્કલ પહોંચશે 
  • બપોરે 12 કલાકે સરસપુર પહોંચશે રથયાત્રા
  • સરસપુરમાં બપોરે ભગવાનનું મામેરું કરવામાં આવશે
  • બપોરે 1.30 કલાકે  સરસપુરથી રથયાત્રા નિકળશે
  • બપોરે 2 કલાકે કાલુપુર સર્કલ પહોંચશે રથયાત્રા
  • બપોરે 2.30 કલાકે રથયાત્રા  પ્રેમ દરવાજા પહોંચશે
  • રથ બપોરે  3.15 કલાકે દિલ્હી ચકલા પહોંચશે
  • સાંજે 5 કલાકે ઘી કાંટા પહોંચી જશે રથયાત્રા
  • સાંજે 5.45 કલાકે પાનકોર નાકા હશે રથયાત્રા
  • સાંજે 8.30 વાગ્યે નિજ મંદિર પરત ફરશે રથ
  • મંદિરના પ્રાંગણમાં જ રાત વિતાવશે જગતના નાથ

06:42 AM

સરસપુરના રસ્તા પવિત્ર કરાયા
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરસપુરની મહિલાઓ દ્વારા સરસપુરના રસ્તાઓને પાણીથી ધોવામાં આવ્યા. ભગવાન જગન્નાથની શોભાયાત્રા સરસપુર આવતાં પહેલાં રસ્તા પવિત્ર કરવામાં આવી રહ્યાં છે.
 

06:37 AM

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા : મુખ્યમંત્રીના હસ્તે પહિંદ વિધિ શરૂ

Trending news