કચ્છમાં એક પક્ષીને શોધવા માટે વનવિભાગની આખી ફોજ કામે લાગી

 માનવામાં ન આવે તેવા સમાચાર છે, પણ વાત સત્ય છે. કચ્છમાં સાચે જ એક પક્ષીને બચાવવા માટે વન વિભાગની આખી ફોજ કામ પર લાગી ગઈ છે. ના, એમ કહો કે દિવસ-રાત દોડી રહી છે. વાત એમ છે કે, કચ્છમાં જોવા મળતુ ઘોરાડ પક્ષી લુપ્ત પ્રજાતિમાં આવી ગયું છે. તેમાં પણ નર ધોરાડ પક્ષી તો માત્ર એક જ છે. ત્યારે આ એક નર ઘોરાડ પક્ષી છેલ્લા ચાર મહિનાથી ગાયબ છે, અને ત્યારે તેની શોધવા માટે વનવિભાગની ટીમ દિવસ-રાત એક કરી રહી છે.
કચ્છમાં એક પક્ષીને શોધવા માટે વનવિભાગની આખી ફોજ કામે લાગી

કચ્છ : માનવામાં ન આવે તેવા સમાચાર છે, પણ વાત સત્ય છે. કચ્છમાં સાચે જ એક પક્ષીને બચાવવા માટે વન વિભાગની આખી ફોજ કામ પર લાગી ગઈ છે. ના, એમ કહો કે દિવસ-રાત દોડી રહી છે. વાત એમ છે કે, કચ્છમાં જોવા મળતુ ઘોરાડ પક્ષી લુપ્ત પ્રજાતિમાં આવી ગયું છે. તેમાં પણ નર ધોરાડ પક્ષી તો માત્ર એક જ છે. ત્યારે આ એક નર ઘોરાડ પક્ષી છેલ્લા ચાર મહિનાથી ગાયબ છે, અને ત્યારે તેની શોધવા માટે વનવિભાગની ટીમ દિવસ-રાત એક કરી રહી છે.

કચ્છમાં કેટલા ઘોરડા બચ્યા
ગુજરાતમાં એકમાત્ર કચ્છમાં જ ઘોરાડ પક્ષી છે. આ લુપ્ત પ્રજાતિની સંખ્યા હાલ 20 જેટલી છે, પરંતુ તેમાં નર ઘોરાડ તો માત્ર એક જ બચ્યો છે. છેલ્લા ચાર મહિનાથી આ નર ઘોરાડ પણ ગાયબ છે. જો આ નર ઘોરાડ નહિ, મળે તો ઘોરાડના અસ્તિત્વ પર મોટો ખતરો છે. 

કેવી રીતે શોધવામાં આવી રહ્યું છે
કચ્છમાં લખપત, અબડાસા અને માંડવીમાં ઘોરાડ છે. તેમાં નર ઘોરાડને શોધવા માટે વન વિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવાયો છે. જે તે વિસ્તારના મેપને ગ્રીડમાં વહેંચાયો છે. દર 2 કિલોમીટરની ગ્રીડ નક્કી કરીને તેને 1,2,3,4 એમ નંબર અપાયા છે. જે મુજબ ટીમ ફાળવાઈ છે. ટીમ લીડર તરીકે ફોરેસ્ટર અને બે ગાર્ડ તથા ચોકીદાર એમ ટીમ બનાવાઈ છે. આ ટીમ સવારે 6 વાગ્યાથી શરૂ કરીને આખો વિસ્તાર પગપાળા ખૂંદી રહી છે. તો બીજી તરફ, ઘોરાડને શોધવા માટે ટીમને જીપીએસ, બાયનોક્યુલર પર આપવામાં આવ્યા છે. 

ઘોરાડે વર્ષ 1975માં બન્નીમાંથી સ્થળાંતર કર્યું
ઘોરાડ મોટાભાગે ખુલ્લા તેમ જ ઝાડી-ઝાંખરા તથા ગ્રાસલેન્ડમાં વધુ જોવા મળે છે. વર્ષ 1975માં ઘોરાડ બન્ની ઘાસિયા મેદાનમાં સૌથી વધુ પ્રમાણમાં હતા. પરંતુ ત્યાર બાદ બન્નીમાં ગાંડા બાવળ વધી જતા આ પક્ષીએ ત્યાંથી સ્થળાંતર કર્યું હતું. ત્યાથી તેઓ લખપત, અબડાસા તેમજ માંડવીના ખુલ્લા વિસ્તારોમાં સ્થાયી થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news