‘માસિક ધર્મવાળી પત્નીના હાથે જમવાથી પતિ કૂતરીનો અવતાર પામશે...’
Trending Photos
રાજેન્દ્ર ઠાકર/ભૂજ :કચ્છના ભૂજ સ્વામીનારાયણ મંદિર (swaminarayan temple) ના સ્વામીના મહિલાઓના માસિક ધર્મના વિવાદિત નિવેદનથી હોબાળો મચ્યો છે. સ્વામીનારાયણ મંદિર (swaminarayan temple) ના કૃષ્ણસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, 'માસિક ધર્મમાં હોય તેવી મહિલાના હાથે જમવાથી નરકમાં જશો. રજસ્વાલા મહિલા (woman in period) ના હાથે જમવાથી બળદનો અવતાર મળે છે. રજસ્વાલા પત્નીના હાથે જમવાથી પતિ કૂતરીનો અવતાર પામશે. ભૂજની યુવતીઓના કપડા ઉંચા કરીને માસિક ધર્મ ચકાસવાની ઘટનાને લઇને આખો દેશ ફિટકાર વરસાવી રહ્યો છે ત્યારે સાધુઓ કેમ માસિકને લઇને વિવાદિત નિવેદન આપી રહ્યા છે?
બહુચર્ચિત BMW હિટ એન્ડ રન કેસમાં હાઈકોર્ટે વિસ્મય શાહની 5 વર્ષની સજા યથાવત રાખી
માસિક ધર્મ વિશે વિવાદિત નિવેદન...
એકવાર માસિક ધર્મમાં રહેલી સ્ત્રીઓના હાથના રોટલા તમે ખાઈ લેશો તો બીજો અવતાર બળદનો જ છે. હવે તેમને જે લાગવુ હોય, પણ તે શાસ્ત્રની વાત છે. એકવાર સ્ત્રી જે પોતાના ઘરમાં પતિને માસિક ધર્મમાં રોટલો ખવડાવે તો બીજો અવતાર પુત્રીનો જ છે. આવુ કહીએ તો બધાને કડક લાગે. રોઈ પડે કે, અમારે પુત્રી કહેવી પડે. થાવુ પડે તો થાવુ પડે. મેં 10 વર્ષ પહેલા ટકોર કરી હતી. મને સંતોએ કહ્યું હતું કે, ધર્મની સિક્રેટ વાત ના કહેવી. પણ કહીએ નહિ તો ખબર ન પડે. સ્ત્રી માસિક ધર્મમાં હોય અને તમે તેના હાથના રોટલા ખાઈ જાઓ. એને જ ભાન નથી કે ત્રણ દિવસ મારો આ ધર્મ છે. આ તેની તપશ્ચા છે. શાસ્ત્રની આ કેટલીક મર્યાદિત વાતો છે. માટે ચેતો. માટે કહેતો કે, પરણતા પહેલા રસોઈ બનાવતા શીખી લો. દેશપરદેશ જશો ને રસોઈ બનાવતા ન આવડે તો શું કરશો. આ બધી ભયંકર વાતો છે.
સ્વામિનારાયણ મંદિરના કૃષ્ણસ્વરૂપ સ્વામીના આવા વિવાદિત બોલથી ખળભળાટ મચ્યો છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, શું આવા સાધુઓ સમાજનો ઉદ્ધાર કરશે? શા માટે સાધુઓ વારંવાર આવા નિવેદનોથી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે? શું સાધુઓને આવા ગેરવૈજ્ઞાનિક નિવેદનો શોભે છે? શું આવા સાધુઓ સામે મંદિર પ્રશાસન કરશે કાર્યવાહી?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે