Kutch: ભુજની 7 વર્ષની પ્રિશા ઠક્કરે 9.07 મિનિટમાં શિવ મહિમ્નના 44 શ્લોક રજૂ કરી ઈન્ડિયા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર, ભુજઃ કચ્છના ભુજમાં 7 વર્ષની પ્રિશા સચિન ઠક્કર નામની પુત્રીએ શિવ મહિમ્ન સંપૂર્ણ પાઠને કંઠસ્થ કરી પોતાનું નામ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં નોંધાવ્યું છે. તેણે માત્ર 9.07 મિનિટમાં શિવ મહિમ્નનો સ્ત્રોત રજૂ કરી આ રેકોર્ડ નોંધાવ્યો છે. પ્રિશાએ પરિવારની પ્રેરણાથી આ સિદ્ધિ મેળવી છે.
પ્રિશાએ આજે જડેશ્વર મહાદેવ મંદિર સુરલ પીઠ મધ્યે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના સીનિયર જજ મિલન સોની તેમજ દેવ્યાની સોની તેમજ તુષાર મહારાજની હાજરીમાં શિવ મહિમ્નના 44 શ્લોક અને દરેક શ્લોકમાં 4 પંક્તિ કે જે 9 મિનિટ 07 સેકન્ડમાં રજૂ કરી પોતાના નામે આ કીર્તિમાન રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ પ્રસંગે પરિવારના દાદી દાદા ભારતીબેન અશ્વિનભાઈ ઠક્કરે ગૌરવ અને આનંદની લાગણી પ્રગટ કરી છે. નગ૨પતિ ઘનશ્યામ ઠક્કર હાજર રહીને લોહાણા સમાજની દીકરી પ્રિશાની પ્રતિભા જોઈ અને તેને સન્માનિત કરી હતી.
પાઠ શીખવામાં લાગ્યો 12 મહિનાનો સમય
ભુજમાં રહેતી પ્રિશાને શિવ મહિમ્નના પાઠ શીખવા માટે આશરે 12 મહિનાનો સમય લીધો છે. તેણે પાછલા વર્ષે પાઠ શીખવાની શરૂઆત કરી હતી. પરંતુ તેની સામે સંસ્કૃતમાં આ પાઠ કંઠિત કરવા મુશ્કેલ હતા. પ્રિશાને આ કામમાં તેના પરિવારજનોએ મદદ કરી હતી. ઝી 24 કલાક સાથે વાત કરતા તેના પરિવારજનોએ દીકરીની આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે