જૂનાગઢના ઓન્લી ઇન્ડીયનથી જાણિતા મિલ્કમેનની અનોખી સેવા,ગરીબો માટે ચલાવે છે દૂધ બેંક
દરરોજનું 10 થી 12 લીટર દૂધ એકત્ર થાય છે અને શ્રાવણ માસના સોમવારે 30 લીટર જેટલું દુધ એકત્ર થાય છે અને ઝૂંપડ પટ્ટી અને ગરીબ પરીવારને શ્રાવણ માસ દરમિયાન ધરે ધરે દુધ આપીને ને ખરા અર્થમાં સેવા કરી અન્ય લોકોને નવો રાહ ચિંધ્યો છે.
Trending Photos
ભાવીન ત્રીવેદી જૂનાગઢ: જૂનાગઢના સીનીયર સીટીઝનની શ્રાવણ માસમાં અનોખી સેવા ઓન્લી ઇન્ડીયનથી જાણીતા સીનીયર સીટીઝન દુધ બેંક ચાલવી જરૂરિયાત મંદ લોકો સુધી દુધ પહોંચાડી અનોખી સેવા યજ્ઞ કરે છે. જુનાગઢના સીનીયર સીટીઝન વ્યક્તિ પોતે ઓન્લી ઇન્ડીયનથી જાણીતા છે. ત્યારે પ્રતી વર્ષ શહેરના અલગ અલગ શિવાલયોમાં દુધના કેન મૂકી આવે છે અને લોકો પણ ભગવાનને દૂધ ચડાવી અને થોડુ દૂધ કેનમાં નાખે છે. ત્યારે શિવ મંદીરમાં એકઠું થયેલ દૂધને ગરમ કરીને જરૂરિયાત મંદ ગરીબ લોકોને પીવડાવાનું અનોખો સેવાયજ્ઞ કરે છે.
દરરોજનું 10 થી 12 લીટર દૂધ એકત્ર થાય છે અને શ્રાવણ માસના સોમવારે 30 લીટર જેટલું દુધ એકત્ર થાય છે અને ઝૂંપડ પટ્ટી અને ગરીબ પરીવારને શ્રાવણ માસ દરમિયાન ધરે ધરે દુધ આપીને ને ખરા અર્થમાં સેવા કરી અન્ય લોકોને નવો રાહ ચિંધ્યો છે.
ઓન્લી ઈન્ડીયન (Only Indian) ના નામથી જાણીતા આ વરીષ્ઠ નાગરીક છેલ્લા 8 વર્ષથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દૂધ બેંક ચલાવે છે. વહેલી સવારે સાઈકલ પર નીકળીને દૂધના ખાલી કેન શિવાલયો (Shivalay) માં મુકી જાય છે. શ્રાવણ માસમાં શિવાલયોમાં આવતાં ભાવિકો અભિષેક માટે દૂધનો શિવજી (Shivji) ને અભિષેક કરે છે. ત્યારે બાજુમાં દૂધ બેંકનું એક કેન પણ રાખવામાં આવ્યું છે. ભાવિકો શિવજીને જે દૂધનો અભિષેક કરે છે તેમાંથી થોડું દૂધ આ દૂધ બેંક (Milk Bank) ના કેનમાં પણ પધરાવે છે.
લગભગ 11 વાગ્યા સુધીમાં ફરી આ વરીષ્ઠ નાગરીક સાઈકલ લઈને નીકળી પડે છે અને જે શિવાલયોમાં કેન મુક્યા હોય છે. તે દૂધ લઈને તે ગરીબો અને જરૂરીયાતમંદ લોકોને પીવડાવે છે. શ્રાવણ માસમાં શિવાલયો (Shivalay) માં ભાવિકોની ભીડ રહેતી હોય તેથી દરરોજ અંદાજે 6 થી 7 લીટર દૂધ એકત્રીત થાય છે અને સોમવારના દિવસે તો 30 થી 35 લીટર દૂધ એકત્રીત થાય છે. જે જરૂરીયાતમંદ લોકોને પહોંચાડવામાં આવે છે.
આ વરીષ્ઠ નાગરીક ઓન્લી ઈન્ડીયન (Only Indian) ના નામથી જાણીતા છે. લોકોમાં સેવાભાવ જાગે અને રાષ્ટ્રભાવના જાગૃત થાય તેવા તેમના પ્રયાસો હોય છે, તેમની ટોપી હોય કે ટીશર્ટ, વીંટી હોય છે રીસ્ટબેલ્ટ તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ અને દેશપ્રેમની ઝલક જોવા મળે છે. શિવનો ભાગ જીવને મળે તેવા હેતુથી તેઓ સાત વર્ષથી દૂધબેંક (Milk Bank) ચલાવીને અનોખો સેવાયજ્ઞ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે