જૂનાગઢ: સિંહણ સરિતાએ જન્મ આપેલા ચાર સિંહ બાળામાંથી બેના મોત
પોરબંદર હસ્તકના સાતવીરડા લાયન જીનપુલ ખાતે રાખવામાં આવેલ વન્યપ્રાણીઓ પૈકી માદા સિંહણ સરીતા દ્વારા તારીખ 21ના રોજ વહેલી સવારે 4 બચ્ચાઓને જન્મ આપ્યો હતો. જેમાં 3 માદા તથા 1 નર બચ્ચુ હતુ. આ માદાએ બચ્ચાઓને જન્મ આપ્યા બાદ 12 કલાકથી પણ વધુ સમય સુધી ફીડીંગ કરાવેલ ન હતું. ચાર સિંહબાળ પૈકી બે સિંહબાળ વધારે અશકત હોવાથી જેના મોત થયા હતા.
Trending Photos
હનીફ ખોખર/જૂનાગઢ: પોરબંદર હસ્તકના સાતવીરડા લાયન જીનપુલ ખાતે રાખવામાં આવેલ વન્યપ્રાણીઓ પૈકી માદા સિંહણ સરીતા દ્વારા તારીખ 21ના રોજ વહેલી સવારે 4 બચ્ચાઓને જન્મ આપ્યો હતો. જેમાં 3 માદા તથા 1 નર બચ્ચુ હતુ. આ માદાએ બચ્ચાઓને જન્મ આપ્યા બાદ 12 કલાકથી પણ વધુ સમય સુધી ફીડીંગ કરાવેલ ન હતું. ચાર સિંહબાળ પૈકી બે સિંહબાળ વધારે અશકત હોવાથી જેના મોત થયા હતા.
પોરબંદર વન વિભાગના તથા સક્કરબાગ ઝૂના વેટરનરી ઓફિસરો દ્વારા તેમની શારીરિક તપાસ કરવામાં આવેલ હતી. તથા પાવડરનું દુધ પીવડાવવામાં આવેલ હતું. તારીખ 22ના રોજ 1 નર અને 1 માદા બચ્ચાનું મૃત્યુ થયું છે. જે મૃત બચ્ચાઓના ડેડબોડી પી.એમ. માટે મોકલી આપવામાં આવેલ છે. જ્યારે અન્ય 2 સિંહબાળોને યોગ્ય રીતે સારવાર તથા સંભાળ મળી રહે તે માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, જૂનાગઢ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
ગુજરાતથી દિલ્હી સુધીની સફરમાં મોદી-શાહના આંખ-કાન-નાક બન્યા હતા જેટલી
સિંહણ સરિતાએ આ અગાઉ તારીખ 01/૦4/2019 ના રોજ 2 બચ્ચાઓને જન્મ આપેલ હતો. આ બન્ને બચ્ચાઓને મોઢેથી પકડી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા દરમ્યાન બચ્ચાઓને ઇજા થતા બંન્નેનું મૃત્યુ થયેલ હતું. 4 માસ જેટલા ટુંકા સમયમાં આ માદાએ ફરીથી બચ્ચાઓને જન્મ આપ્યો હતો. આ વખતે વન વિભાગે સ્થળ પર દુધના પાવડર સહિત તૈયારીઓ કરી આપવામાં આવી હતી. તથા જરૂર પડે તરત જ વેટરનરી ઓફીસરોની દેખરેખ હેઠળ બહારનું દુધ આપવામાં આવેલ હતું.
જન્માષ્ટમી પર દીવના આકાશમાં સૂર્ય ફરતે વર્તુળ દેખાયું, લોકોએ ચમત્કાર ગણાવ્યું
સિંહબાળોને સરીતા ફીડીંગ નહી કરાવી શકે તેની ખાત્રી થતા બચ્ચાઓને સક્કરબાગ ઝુ ખાતે મોકલી આપવામાં આવેલ છે. આ અગાઉ સાતવીરડા જીનપુલ ખાતેથી સિંહણ પાર્વતીનું માદા બચ્ચુ પણ સક્કરબાગ ઝુ ખાતે મોકલી આપવેલ હતું. જે હાલમાં તંદુરસ્ત છે. 4 બચ્ચાઓ યોગ્ય સમયે સાતવીરડા જીનપુલ ખાતે પરત લાવવામાં આવશે.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે