જૂનાગઢના ડોક્ટરે ગાયના છાણનું પેઈન્ટ કરાવ્યું, ઉનાળામાં વગર ACએ મળે છે એકદમ ફુલ ઠંડક

જો પ્રાકૃતિક પેન્ટિંગની વાત કરવામાં આવે તો તબીબના જણાવ્યા મુજબ દેશના મોટાભાગના નગરોમાં આવેલ ખાદી ભંડારમાં આમનું વેચાણ થતું હોય છે. આ પ્રાકૃતિક પેઇન્ટિંગની ખૂબી એ છે કે ઉનાળામાં તમને ઠંડકનો અનુભવ કરાવે છે જ્યારે શિયાળામાં તે ઠંડીથી રક્ષણ આપે છે.

જૂનાગઢના ડોક્ટરે ગાયના છાણનું પેઈન્ટ કરાવ્યું, ઉનાળામાં વગર ACએ મળે છે એકદમ ફુલ ઠંડક

અશોક બારોટ/જૂનાગઢ: જૂનાગઢમાં હાડકાના એક ડોક્ટરે નવતર પ્રયોગ કર્યો છે. તેમણે પોતાની ચેમ્બરમાં પ્રાકૃતિક પેઈન્ટ તરીકે ઓળખાતા ગાયના છાણનું પેઈન્ટ કરાવ્યું છે. આ પેઈન્ટ બજારમાં મળતા અન્ય પેઈન્ટ કરતા 20 ટકા સસ્તો હોવાનો તેમનો દાવો છે. આ પેઈન્ટથી ઉનાળામાં એ.સી. જેવી ઠંડક અને શિયાળામાં ઠંડી સામે રક્ષણ મળતું હોવાનું તેમનું કહેવું છે.

જૂનાગઢના હાડકાના તબીબે નવતર પ્રયોગ કર્યો છે. પોતાની ચેમ્બરમાં તેઓએ ગાયના છાણનું પેન્ટિંગ કર્યું છે. જે પ્રાકૃતિક પેઇન્ટિંગ તરીકે ઓળખાય છે. પોતે ગૌપ્રેમી હોવાથી તેમને આ વિચાર આવ્યો અને પોતાની ચેમ્બરમાં છાણમાંથી તૈયાર થયેલ પેન્ટિંગનો ઉપયોગ કર્યો. જેનાથી એ.સી. જેવી ઠંડક મળતી હોવાનો તેમનો દાવો છે. જે બજારમાં મળતા અન્ય પેઇન્ટિંગ થી 20% સસ્તુ પણ પડે છે.

જો પ્રાકૃતિક પેન્ટિંગની વાત કરવામાં આવે તો તબીબના જણાવ્યા મુજબ દેશના મોટાભાગના નગરોમાં આવેલ ખાદી ભંડારમાં આમનું વેચાણ થતું હોય છે. આ પ્રાકૃતિક પેઇન્ટિંગની ખૂબી એ છે કે ઉનાળામાં તમને ઠંડકનો અનુભવ કરાવે છે જ્યારે શિયાળામાં તે ઠંડીથી રક્ષણ આપે છે.

​​​​​​​ચેંબરમાં બારી દરવાજા ઉપર જે પડદા લગાવવામાં આવ્યા છે તે પણ કંતાનના બનાવેલા છે જેના કારણે ચેંબરમાં બેસીએ એટલે એક અનોખો અનુભવ થાય છે. જેનું વર્ણન ગીર ગાયના જતન માટે જેણે બે દાયકા પહેલા કામ શરૂ કર્યું હતું. ગાયના ગોબરમાંથી લીપણ અને માટીના ઘર આપણી જૂની ઓળખ છે. તેની પાછળ પણ વૈજ્ઞાનિક કારણો હતા. 

જોકે આપણે એ સત્યને જાણવાનો પ્રયત્ન કર્યો નહીં પણ હવે લોકો એ તરફ પાછા વળી રહ્યા છે. કારણ કે ગાયનું ગોબર અને માટી અથવા તો પ્રકૃતિની અન્ય ઉપજ ગરમીને શોષવાનું કાર્ય કરે છે કંઈક આવું આ પદ્ધતિમાં છે કારણ કે આવા લીપનથી તે દીવાલમાં છિદ્રો રહેતા હોય છે જે વાતાવરણને ઠંડુ કે ગરમ રાખવામાં મદદરૂપ થતા હોય છે. આ આપણી પરંપરા હતી અને તેના તરફ પાછા વળવું એ અત્યારની જરૂરિયાત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news