Paper Leak: ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યું! સંસ્થાએ કહ્યું; હા વાત સાચી છે, વિદ્યાર્થીઓના હિતમાં લેવાશે નિર્ણય'

ધોરણ 8ના તમામ પેપર ફુટવાની ઘટના સામે આવતા વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો, સંસ્થાએ પણ પેપર ફુટ્યાની વાત સ્વીકારી

Paper Leak: ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યું! સંસ્થાએ કહ્યું; હા વાત સાચી છે, વિદ્યાર્થીઓના હિતમાં લેવાશે નિર્ણય'

ઝી બ્યુરો/આણંદ: ગુજરાતમાં વધુ એક પેપરલીકની ઘટના સામે આવી છે. જી હાં...ગુજરાતમાં હવે પ્રાથમિક ધોરણમાં પણ વાર્ષિક પરીક્ષાનાં પેપર ફૂટવા લાગ્યાં છે. આણંદના મોગરીની જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં ધોરણ 8નાં તમામ પેપર ફૂટતાં હડકંપ મચી જવા પામ્યો છે. જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં ધોરણ 8ના પેપર ફૂટવાની ઘટનાને સંસ્થાએ પણ વાતને સ્વિકારી છે. શાળાના વ્યવસ્થાપકે કહ્યું વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આણંદના મોગરી ખાતે આવેલ જ્ઞાનયજ્ઞ વિદ્યાલય(બ્રહ્મજ્યોત) નામની ખાનગી શાળામાં પેપર ફુટ્યુ હોવાનું સામે આવ્યું છે. ધો. 8ના તમામ પેપર ફુટવાની ઘટના સામે આવતા વાલીઓએ ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ તરફ વાલીઓના વિરોધ બાદ હવે શાળા તંત્ર કામે લાગ્યુ છે. આ સાથે સંસ્થાએ પણ પેપર ફુટ્યાની વાત સ્વીકારી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. 

આ ઘટના સંદર્ભે જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના વ્યવસ્થાપક ઉર્જાબેન પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે પેપર ફૂટ્યું છે એ વાત સાચી છે. આ સાથે હવે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે. પેપર ફૂટવાની ઘટનાને લઈ વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, નડીયાદના પ્રિન્સીપાલે આ પેપર લીક કર્યું છે. જોકે વાલીઓના ભારે વિરોધ બાદ શાળા તંત્ર કામે લાગ્યુ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news