ભરૂચ : 7 માસના માસુમ બાળક પર જેસીબીના પૈડા ફરી વળ્યા, માથાના બે ટુકડા થઈને મોત નિપજ્યું
Trending Photos
ભરત ચૂડાસમા/ભરૂચ :ભરૂચની પાનોલી જીઆઈડીસીમા જેસીબી નીચે કચડાઈ જવાથી 7 માસના બાળકનું મોત નિપજ્યું છે. ખાતર બનાવતી કંપની મેસર્સ પુષ્પા જે. શાહમાં આ ઘટના બની હતી. જેના બાદ વાહન ચાલક સ્થળ પર જેસીબી છોડી ફરાર થઈ ગયો હતો. કંપની બહાર રમતા સાત વર્ષીય બાળક ક્રિશને જેસીબીએ અડફેટે લેતા મોત નિપજ્યું છે. આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બીલવાડના રહેવાસી મુકેશભાઈ દીનાભાઈ મેસર્સ પુપ્ષા જે કંપનીમાં મજૂરી કામ કરે છે. મુકેશભાઈને સંતાનમાં એક દીકરી અને સાત મહિનાનું બાળક છે. મુકેશભાઈની પત્ની પણ મેસર્સ કંપનીમાં મજૂરીકામ કરે છે. તેમના પરિવાર કંપનીએ આપેલી એક ઓરડીમાં રહે છે. ત્યારે ગઈકાલે બપોરના સમયે તેમો બાળક કેમ્પસમાં રમતો હતો ત્યારે કંપનીનું જેસીબી મશીન માટી ભરવા માટે આવ્યું હતું. ત્યારે જેસીબીના ડ્રાઈવર ઈલેશ ડામોર પૂરઝડપે મશીન હંકાર્યું હતું. આવામાં તેઓએ પાછળ પોતાનો દીકરો રમતો હોઈ જેસીબી ધીરેથી હંકારવા પણ ડ્રાઈવરને ટકોર કરી હતી. પરંતુ ડ્રાઈવર ઈયરફોન નાંખીને જેસીબી ચલાવતો હોય તેણે સાંભળ્યું ન હતું. ડ્રાઈવરે મશીન હંકારીને ક્રિશને અડફેટે લીધો હતો. જેથી માસુમ ક્રિશના માથા પરથી જેશીબીનું ટાયર ફરી વળ્યું હતું.
આ અકસ્માતમાં ક્રિશનું માથું ફાટી ગયું હતું. ઘટના પર જ માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. ક્રિશના માથાના બે ભાગ થઈ ગયા હતા. જેસીબી મશીન ગફરત ભરી અને બેફિકરાઈથી હંકાર્યા બાદ ડ્રાઈવર ઈલેશ ત્યાથી ભાગી છૂટ્યો હતો. આ અંગે બાળકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે