જામનગર મેયરે પદ સંભાળતાં જ પ્રથમ દિવસે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકિંગ, કર્મચારીઓમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકામાં સતત છઠ્ઠી વખત ભારતીય જનતા પાર્ટીનું (BJP) શાસન આવ્યું છે અને જામનગર મહાનગરપાલિકાના નવા મેયર (Mayer) તરીકે બીનાબેન કોઠારીએ પદભાર સંભાળતાની સાથે જ એકશન મોડમાં આવી ચૂક્યા છે.

જામનગર મેયરે પદ સંભાળતાં જ પ્રથમ દિવસે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકિંગ, કર્મચારીઓમાં ફફડાટ

મુસ્તાક દલ, જામનગર: જામનગર (Jamnagar) મહાનગરપાલિકાના નવા મેયર બીનાબેન કોઠારી (Binaben Kothari) એ પદભાર સંભાળતાની સાથે જ આજે પ્રથમ દિવસે મહાનગર પાલિકાની વિવિધ કચેરીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી અધિકારીઓ કર્મચારીઓ સમયસર આવે છે કે નહીં તેમજ કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે તેનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

જામનગર મહાનગરપાલિકામાં સતત છઠ્ઠી વખત ભારતીય જનતા પાર્ટીનું (BJP) શાસન આવ્યું છે અને જામનગર મહાનગરપાલિકાના નવા મેયર (Mayor) તરીકે બીનાબેન કોઠારીએ પદભાર સંભાળતાની સાથે જ એકશન મોડમાં આવી ચૂક્યા છે. ખાસ કરીને મહાનગર પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ જે ઓફિસ (Office) માં આવવામાં સમયમાં લાલિયાવાડી ચલાવતા હોય તેવા સામે મેયર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 

આજે પ્રથમ દિવસે મહાનગર પાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા સહિતની તમામ ખર્ચ કચેરીઓમાં સવારથી જ પોતે રૂબરૂ અધિકારીઓને સાથે રાખીને સરપ્રાઈઝ ચેકિંગ સાથે વિવિધ કચેરીઓની મુલાકાત લીધી હતી. અને જે કોઇ પણ અધિકારી કર્મચારી સમયસર ઓફિસે નહીં આવતા ઝડપાશે તેમજ પોતાની કામગીરી બાબતે બેદરકારી રાખે છે તેને નોટિસ આપી હતી. 

મેયર બીનાબેન કોઠારીએ કડક કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી હતી. જ્યારે મેયરના પ્રથમ દિવસથી જ સરપ્રાઇઝ ચેકિંગને લઈને મનપાના સરકારી અધિકારીઓ કર્મચારીઓમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news