‘મા કાર્ડ યોજના’નો મુદ્દો વિધાનસભા, સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાધીશે કહ્યું ‘સરકાર ખોટી’

ગરીબ દર્દીઓ ગંભીર બીમારીઓમાં વિનામૂલ્યે સરળતાથી સારવાર મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘મા અમૃતમ કાર્ડ યોજના’ શરૂ કરવામાં આવી. પરંતુ વિધાનસભામાં વિરોધ પક્ષ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો કે 17 જેટલી હોસ્પિટલ દ્વારા ‘મા અમૃતમ કાર્ડ’ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવ્યા હોય તેવી ફરિયાદ મળી હતી. અને તેમની તપાસમાં ફરિયાદ સાચી હોવાનું સામે પણ આવ્યું હતું. જેને લઈને 17 નામાંકિત હોસ્પિટલને ‘મા અમૃતમ કાર્ડ’ અંતર્ગત લાભો આપવામાંથી દુર પણ કરાયા હતા.

‘મા કાર્ડ યોજના’નો મુદ્દો વિધાનસભા, સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાધીશે કહ્યું ‘સરકાર ખોટી’

અતુલ તિવારી/અમદાવાદ: ગરીબ દર્દીઓ ગંભીર બીમારીઓમાં વિનામૂલ્યે સરળતાથી સારવાર મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘મા અમૃતમ કાર્ડ યોજના’ શરૂ કરવામાં આવી. પરંતુ વિધાનસભામાં વિરોધ પક્ષ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો કે 17 જેટલી હોસ્પિટલ દ્વારા ‘મા અમૃતમ કાર્ડ’ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવ્યા હોય તેવી ફરિયાદ મળી હતી. અને તેમની તપાસમાં ફરિયાદ સાચી હોવાનું સામે પણ આવ્યું હતું. જેને લઈને 17 નામાંકિત હોસ્પિટલને ‘મા અમૃતમ કાર્ડ’ અંતર્ગત લાભો આપવામાંથી દુર પણ કરાયા હતા.

 ‘મા અમૃતમ કાર્ડ’ હોવા છતાં આ 17 હોસ્પિટલ દ્વારા ગરીબ દર્દીઓને લુંટવામાં આવ્યા.

  • સંજીવની હોસ્પિટલ 
  • સાલ હોસ્પિટલ 
  • સ્ટર્લિંગ હોસ્પિટલ 
  • ક્રિષ્ના શેલબી હોસ્પિટલ 
  • બોડી લાઈન હોસ્પિટલ 
  • પારેખ હોસ્પિટલ 
  • સેવીયર હોસ્પિટલ 
  • વી.એસ. હોસ્પિટલ 
  • શેલબી હોસ્પિટલ નરોડા
  • સ્ટાર હોસ્પિટલ 
  • નારાયણ દયાલય હોસ્પિટલ
  • જી.સી.એસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર 
  • આનંદ સર્જીકલ હોસ્પિટલ 
  • ગ્લોબલ હોસ્પિટલ 
  • એચસીજી મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ મીઠાખાળી ,
  • લાઈફ કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર 
  • શિવાલીક હોસ્પિટલ 

માં અમૃતમ કાર્ડ અંતર્ગત અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન હેઠળ સંચાલિત SVP હોસ્પીટલમાં પણ ગરીબ લાભાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવતા હોવાનો ઝી 24 કલાક દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ મામલે ઝી 24 કલાકે સવાલો પૂછતાં SVPના સત્તાધીશોએ માં અમૃતમ કાર્ડ હોવા છતાં પૈસા લેવામાં આવતા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો અને ત્યારબાદથી ગરીબ દર્દીઓ કે જેઓ માં અમૃતમ કાર્ડ સાથે આવે તેમની પૈસા નહીં લેવામાં આવે તેવી જાહેરાત પણ કરી હતી. 

અમદાવાદ: ફૂટપાથ પર મંડપ બાંધતા જવેલર્સને JET ટીમે ફટકાર્યો એક લાખનો દંડ

પરંતુ વિધાનસભામાં સરકાર દ્વારા રજુ કરાયેલા જવાબમાં આવી 17 હોસ્પિટલો સામે આવી છે જેમણે ગરીબ દર્દીઓ પાસેથી ખુલ્લી લુંટ ચલાવી અને સરકારની યોજનાને મજાક બનાવી દીધી. આ મામલે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે 17 હોસ્પિટલ વિરુદ્ધ પૈસા લીધા હોવાની ફરિયાદ મળી હતી અને આ ફરિયાદ સાચી સાબિત થઈ હતી જે બાદ માં અમૃતમ કાર્ડ અંતર્ગત સેવાઓ તમામ 17 હોસ્પીટલમાંથી બંધ કરી દેવી હતી.

અમદાવાદ: હવે મહિલાની છેડતી કરી તો ખેર નથી, પોલીસે કરી ખાસ 'SHE TEAM'ની રચના

ઝી 24 કલાકની ટીમે વધુ એક નામાંકિત સ્ટર્લીંગ હોસ્પીટલની પણ મુલાકાત કરી હતી. પરંતુ સ્ટર્લીંગ હોસ્પિટલ દ્વારા સરકાર દ્વારા ગૃહમાં કહેવામાં આવેલી વાત ખોટી હોવાનું કહ્યું હતું. સ્ટર્લીંગ હોસ્પિટલ વિરુદ્ધ ક્યારેય કોઈ દર્દીએમાં અમૃતમ કાર્ડ અંતર્ગત પૈસા લેવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી જ નથી.  કેમ સરકાર દ્વારા 17 હોસ્પીટલમાં સ્ટર્લીંગનું નામ લેવામાં આવ્યું તે વાતથી સ્ટર્લીંગ હોસ્પીટલના વાઈસ પ્રેસિડેન્ટે તો આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

જુઓ Live TV:- 

એક સત્ય તો સૌ કોઈ જાણે છે કે માં અમૃતમ કાર્ડ અંતર્ગત કેટલાક લોકો ખોટો લાભ લઈ રહ્યા છે અને હોસ્પિટલો પણ તેમાંથી બાકાત નથી. એવામાં માત્ર ફરિયાદ બાદ પણ સંતોષ માની લેતી સરકારે ધ્યાન રાખવું જરૂરી બને છે કે ખરેખર જે દર્દીઓને લાભ મળવો જોઈએ તેમના સુધી કાર્ડ અને લાભ પહોંચે અને ગરીબોને લુંટતી હોસ્પિટલ સામે નામ માત્ર પગલા નહીં પરંતુ દંડનીય કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જોઈએ જેથી ગરીબોને લૂટટી હોસ્પિટલો પણ એકવાર ગભરાય હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news