Leaker Permit in Gujarat: ગાંધીના ગુજરાતમાં હવે દારૂની છૂટ! ગીફ્ટ સિટીમાં બેસીને પી શકાશે, પણ ઘરે નહીં લઈ જઈ શકાય
Gift City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકાશે. પરંતુ, હોટલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ.
Trending Photos
Leaker Permit in Gujarat: હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં 1961થી દારૂબંધી કરવામાં આવી છે પરંતુ આપણા રાજ્યમાં રોજેરોજ લાખો-કરોડોનો દારૂ પીવાય છે અને વેચાય છે. લિકર ડ્રાય તરીકે ઓળખાતા બાપુનાં જન્મ સ્થળ ગુજરાત રાજ્યની હકીકત એકદમ અલગ છે. ત્યારે વાયબ્રન્ટ ગુજરાતની વાત આવે ત્યારે રાજ્યમાં દારૂ વિશે ચોક્કસ વાત થાય છે, કારણ કે વાયબ્રન્ટ ગુજરાતમાં અનેક લોકો દેશ-વિદેશમાંથી ડેલિગ્રેશન આવતા હોય છે. નવા વર્ષમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાની છે, તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગિફ્ટ સિટીની રાજ્ય સરકારે જાહેર કરેલી પોલીસીમાં ગિફ્ટ સિટીની મુલાકાતે આવતા લોકો માટે લીકર મુક્તિનો નિર્ણય લેવાયો છે. જી હા..ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં મુલાકાતે આવતા અને ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અને અધિકારીઓ માટે એક્સેસ લીકરની મંજૂરી આપવામાં આવશે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કર્મચારીઓ અને મુલાકાતીઓને દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે. બહારથી આવતા મુલાકાતીઓ અને કર્મચારીઓને એક્સેસ લીકરની મંજૂરી અપાઈ છે. પરંતુ હા...હોટલ કે રેસ્ટોરન્ટમાં દારૂનું વેચાણ નહીં થાય.
સરકારે પ્રેસનોટ જાહેર કરી માહિતી આપી છે કે, ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં " વાઈન એન્ડ ડાઈન" ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે.
Gujarat Government allows consuming liquor in hotels/restaurants/clubs offering “Wine and Dine” in Gujarat International Finance Tec-City (GIFT). Liquor Access Permit will be given to all the employees/owners working in the entire GIFT City. Apart from this, a provision has been… pic.twitter.com/tPpDbw3r5s
— ANI (@ANI) December 22, 2023
- આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. તેઓ આવી "વાઈન એન્ડ ડાઈન" આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા જોગવાઇ કરવામાં આવી છે.
- GIFT City ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે.
- GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ.
- સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.
નોંધનીય છે કે, ભલે ગુજરાતમાં દારૂબંધી હોય અને ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવતું હોય, તેમ છતાં ગુજરાતમાં દારૂ ખૂબ મોટા પ્રમાણમાં વેચાય છે. અને તે પણ લીગલ એટલે કે કાયદામાં રહીને વેચાય છે. અમદાવાદમાં 2016-17માં 2.42 કરોડની આવક થઈ હતી, જે 2017-18માં થોડી ઘટીને 2.34 કરોડની થઈ ગઇ છે. સુરતમાં 2016-17ના વર્ષમાં દારૂનાં વેચાણ થકી 5 કરોડ 16 લાખની આવક થઈ હતી, જે 2017-18માં આ આંકડો સાડા પાંચ કરોડે પહોંચ્યો હતો. રાજકોટમાં 2016-17માં 1 કરોડ 87 લાખની આવક થઈ હતી, જે 2017-18માં 2 કરોડ 31 લાખની આવક થઈ હતી.
ભરૂચમાં 2016-17માં સરકારને 2 કરોડ 29 લાખની આવક દારૂનાં વેંચાણથી થઈ હતી. જ્યારે 2017-18માં આ આંકડો 2 કરોડ 53 લાખ પર પહોંચ્યો હતો. હવે તમે જ વિચારો, ડ્રાય સ્ટેટ ગુજરાતનાં લોકો પરમિશન ધરાવતી દારૂની દુકાનોમાંથી જ વર્ષે કરોડોનો દારૂ પી જાય છે, તો જો ગુજરાતમાં દારૂબંધી હટાવી દેવામાં આવે તો વર્ષે કેટલા કરોડનો દારૂ પી જાય ગુજરાતીઓ.
ઉલ્લેખનીય છે કે, અંગ્રેજોએ રેવન્યુ માટે સિસ્ટમ દાખલ કરવાનો પ્રયાસ કર્યો. સરકાર જાતે દારૂ બનાવશે અને લોકો ખરીદશે તેવી સિસ્ટમ તેઓ દાખલ કરવા માંગતા હતા. કાયદા પ્રમાણે ગુજરાતમાં કોઈ દારૂ પી શકે નહિ, પણ ડોક્ટરની મંજરી સાથે જ દારૂ પી શકાય. જોકે, ગાંધીજીનું નિધન 1948 માં થયું, અને ગુજરાતમાં દારૂબંધી 1960 માં આવી. ગુજરાત ઉપરાંત મિઝોરમ, નાગાલેન્ડ અને બિહાર જેવા રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે