રાજુલાની રેલવે જમીન વિવાદમાં માંગ્યું કંઇક મળ્યું કંઇક, કમને ધારાસભ્યએ નિર્ણય વધાવ્યો

જિલ્લામાં વર્ષોથી બિનઉપયોગી પડેલીરેલવે વિભાગની જમીન રાજુલા પાલિકાને મળે તે માટે અંબરીશ ડેર દ્વારા આંદોલન ચલાવાયું હતું. ત્યાર બાદ રેલવે વિભાગે હવે આ જમીન પર ગાર્ડન નહી પરંતુ FCI નું ગોડાઉન અને સોલાર પાર્ક બનાવવાનું આયોજનને મંજુરી આપી હતી. ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા આજે રાજુલામાં ફટાકડા ફોડીને મોઢા કરાવીને નિર્ણયને આવકાર્યો હતો. 
રાજુલાની રેલવે જમીન વિવાદમાં માંગ્યું કંઇક મળ્યું કંઇક, કમને ધારાસભ્યએ નિર્ણય વધાવ્યો

અમરેલી: જિલ્લામાં વર્ષોથી બિનઉપયોગી પડેલીરેલવે વિભાગની જમીન રાજુલા પાલિકાને મળે તે માટે અંબરીશ ડેર દ્વારા આંદોલન ચલાવાયું હતું. ત્યાર બાદ રેલવે વિભાગે હવે આ જમીન પર ગાર્ડન નહી પરંતુ FCI નું ગોડાઉન અને સોલાર પાર્ક બનાવવાનું આયોજનને મંજુરી આપી હતી. ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા આજે રાજુલામાં ફટાકડા ફોડીને મોઢા કરાવીને નિર્ણયને આવકાર્યો હતો. 

રેલવેની જમીન વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાશે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રાજુલા સિટીના જુના સ્ટેશન પર કુલ 41926 ચોરસમિટર વિસ્તારનો પ્લોટ આવેલો છે. સુરેન્દ્રનગર- રાજુલા રાજુલા સિટી- પીપાવાન સેક્શનને વર્ષ 2003માં મીટર ગેજથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરાયો હતો. રાજુલા સિટીથી ઓલ્ડ રાજુલા સ્ટેશન વચ્ચે એક જુનો મીટર ગેજ એળાઇનમેન્ટ છે. આ પ્લોટ રાજુલા શહેરના જુના મીટર ગેજ રેલવે સ્ટેશન નજીક આવેલા છે. 

આ અંગે પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે, રાજુલા સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટને સુંદર બનાવવા અને તેના પર ગ્રીન પેચ વિકસાવવા પશ્ચિમ રેલવેનો સંપર્ક કરાયો હતો. દરખાસ્ત અનુસાર આ પ્લોટના સુંદર અને અહીં ગ્રીન પેચના વિકાસ માટેનો ખર્ચ રાજુલા સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉઠાવાયો હતો. જ્યારે આ પ્લોટની માલિકી રેલવે સ્ટેશન પાસે રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news