ચાંદખેડામાં પરણીતાએ પુત્ર સાથે ફ્લેટમાંથી કુદીને આત્મહત્યા કરતા ચકચાર

શહેરના ચાંદખેડા વિસ્તારમાં કેશવ એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાએ પોતાનાં 6 વર્ષનાં પુત્ર સાથે નીચે ઝંપલાવ્યું હતું. માતા પુત્ર બંન્નેની ગંભીર સ્થિતીમાં સારવાર માટેનજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે બંન્નેને મૃત જાહેર કર્યા હતા. ચાંદખેડા પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઘટના અંગે તપાસ આદરી છે.

ચાંદખેડામાં પરણીતાએ પુત્ર સાથે ફ્લેટમાંથી કુદીને આત્મહત્યા કરતા ચકચાર

અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં કેશવ એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાએ પોતાનાં 6 વર્ષનાં પુત્ર સાથે નીચે ઝંપલાવ્યું હતું. માતા પુત્ર બંન્નેની ગંભીર સ્થિતીમાં સારવાર માટેનજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે બંન્નેને મૃત જાહેર કર્યા હતા. ચાંદખેડા પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઘટના અંગે તપાસ આદરી છે.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર નવા ચાંદખેડામાં 44 ટીપી વિસ્તારમાં આવેલા કેશવ એપાર્ટમેન્ટમાં મમતા જાદવ નામની મહિલા પોતાના પતિ ચિરાગ અને 6 વર્ષનાં પુત્ર રિયાંશ સાથે રહે છે. મમતાએ આજે બપોરે પોતાના ઘરની બાલ્કનીમાંથી પુત્ર રિયાંશ સાથે ઝંપલાવ્યું હતું. નીચે ધબાકો થતા આસપાસનાં રહીશો એકત્ર થઇ ગયા હતા.

માતા-પુત્ર પાર્કિંગ વિસ્તારમાં પટકાયા હતા. તત્કાલ બ્લોકનાં રહીશોએ 108ની મદદથી તેમને સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે ટુંકી સારવાર બાદ બંન્નેને મૃત જાહેર કર્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને પરિવારનાં નિવેદનો લેવાનું શરૂ કર્યું છે. બંન્નેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news