ભાભીએ પતિના મિત્રને કહ્યું મારે મારૂ સર્વસ્વ તમને અર્પણ કરી દેવું છે, પછી મિત્રએ પણ...

શહેરમાં પત્ની સાથે આડા સંબંધમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા યુવાનની તેના જ મિત્રએ કરેલી ઘાતકી હત્યાના બહાર આવેલા CCTV કઠણ કાળજાના લોકોને પણ કંપારી છોડાવી રહ્યાં છે. જો કે ગુજરાતમાં વધારે એક આડા સંબંધનો ચકચારી અને ચોંકાવનારા કિસ્સાનો કરૂણ અંત આવ્યો છે. 

ભાભીએ પતિના મિત્રને કહ્યું મારે મારૂ સર્વસ્વ તમને અર્પણ કરી દેવું છે, પછી મિત્રએ પણ...

ભરૂચ : શહેરમાં પત્ની સાથે આડા સંબંધમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા યુવાનની તેના જ મિત્રએ કરેલી ઘાતકી હત્યાના બહાર આવેલા CCTV કઠણ કાળજાના લોકોને પણ કંપારી છોડાવી રહ્યાં છે. જો કે ગુજરાતમાં વધારે એક આડા સંબંધનો ચકચારી અને ચોંકાવનારા કિસ્સાનો કરૂણ અંત આવ્યો છે. ભરૂચના નર્મદા માર્કેટમાં થયેલી હત્યાના હચમચાવી દેતા CCTV સામે આવ્યા છે. જેમાં છરા વડે 18 ઘા ઝીંક્યા બાદ ગળુ કાપી નાખ્યું હતું. આર્યન મૃત્યુ પામ્યા બાદ પણ અઝુરુદ્દીનનું ઝનૂન અને રોષ નહિ શમતા 11 વખત લાશ પર છરો હુલાવી અંતે ગળું કાપી નાખ્યું હતું. ઘટના બાદ લોહીના ખાબોચીયા ભરાયા હતા. ભરૂચ પોલીસે આરોપીને ઝડપી પાડી હત્યા કરાયેલ હથિયાર પણ કબ્જે લીધું છે. 

ભરૂચના નર્મદા માર્કેટમાં મંગળવારે રાતે જાહેરમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા યુવાનને દોડાવીને કરાયેલી ઘાતકી હત્યાના હચમચાવી દેતા CCTV બહાર આવ્યા છે. ભરૂચના સોનેરી મહેલ વિસ્તારના ડુમવાડ વિસ્તારમાં રહેતો આર્યન હુસેન ઝહિરુદ્દીન મન્સૂરીની તેના જ મિત્ર શેરપુરા ખુશ્બુ પાર્કમાં રહેતા અઝરુદ્દીન આસીફ મન્સૂરીએ ખૂબ નિર્દયતાથી હત્યા કરી નાખી હતી.

પત્ની સાથે આડા સંબંધના પગલે ખેલાયેલા આ ખૂની ખેલના સીસીટીવી પણ ધ્રુજાવી દેનાર છે. છરો લઈ પાછળ પડેલા અઝરુદ્દીને 2 થી 3 ઘા માર્યા બાદ આયન નર્મદા માર્કેટની એલઈડી લાઈટ સર્વિસ વર્કશોપ પાસે પડી ગયો હતો. જ્યાં એક વ્યક્તિ અને આર્યન આજીજી કરતો રહ્યો હોવા છતાં અઝુરુદ્દીને આર્યનને ઉપરા છાપરી 8 જેટલી વખત છરો શરીરમાં હુલાવી દેતા અંતે તેણે દમ તોડી દીધો હતો. જોકે આટલેથી પણ હત્યારા મિત્રનો રોષ અને ઝનૂન નહિ સમતા તેણે વધુ 10 થી 11 વખત છરા લાશમાં માર્યા બાદ અંતે તેનું ગળું કાપી નાખ્યું હતું.

નર્મદા માર્કેટની એલઈડી લાઈટ સર્વિસ વર્કશોપ પાસે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી હત્યારો મિત્ર નાસી છૂટ્યો હતો. સ્થળ પર હાજર અન્ય વેપારી અને કારીગરો પણ ભયના માર્યા આર્યનની કોઈ મદદ કરી શક્યા ન હતા. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. જે બાદમાં એ ડિવિઝન પોલીસે હત્યારા અઝરુદ્દીન આસીફ મન્સૂરી રહે. ખુશ્બુ પાર્ક શેરપુરા ભરૂચને ઝડપી પાડી તેની પાસેથી હત્યામાં વપરાયેલો છરો કબ્જે લીધો હતો. પોલીસે આરોપીની ઓળખ પરેડ કરાવી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news