ગુજરાતના ખેડૂતોની આવક ડબલ કરવાનું સરકારે ઊભું કર્યું પ્લેટફોર્મ, મોદીના હોમટાઉનમાં મોટો પ્રોજેકટ

Mahesana News: ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. ખેડૂતોની ઉપજને વેલ્યુએડેડ બનાવવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. હાલમાં દિવસેને દિવસે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેવામાં ખેડૂતોની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે, તેઓને પોતાના ઉત્પાદનોનું વેચાણ ક્યાં કરવું એ પ્રશ્ન થતા હોય છે. આજ માટે ગુજરાત સરકાર દ્વારા મહેસાણા જિલ્લાના પાલાવાસના પાસે આવનારા એક વર્ષમાં એગ્રો ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટિક પાર્કનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમાં ખેડૂતોને ખેત પેદાશોની યોગ્ય કિંમત મળી રહેશે અને રાજ્યમાં આવા 250 મોલ ઉભા કરવામાં આવશે.

ગુજરાતના ખેડૂતોની આવક ડબલ કરવાનું સરકારે ઊભું કર્યું પ્લેટફોર્મ, મોદીના હોમટાઉનમાં મોટો પ્રોજેકટ

ઝી બ્યુરો/મહેસાણા: આજે ગુજકોમાસોલના મહેસાણા યુનિટ ખાતે 65 કરોડના ખર્ચે નિર્માણ થનાર ઇન્ટીગ્રેટેડ એગ્રો લોજિસ્ટિક પાર્ક મહેસાણાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જેના કારણે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે એગ્રો લોજિસ્ટિક પાર્કનું ભૂમિ પૂજન કરાયું હતું.

મહેસાણામાં 300  કરોડનો પ્રોજેક્ટ શરૂ કરાશે
પ્રાસંગિક પ્રવચનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે,” દેશને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને વાસ્તવિક પરિપૂર્ણ કરવા સહકારી ક્ષેત્રની અગ્રણી મોટી સંસ્થા ગુજકોમાસોલ દ્વારા રૂપિયા 65 કરોડના ખર્ચે લોજિસ્ટિક પાર્કનું ભૂમિ પૂજન કરાયું છે.  ઉત્પાદનથી માર્કેટ સુધીની તમામ બાબતો અને આવતા સમયમાં મહેસાણામાં રુ. ૩૦૦  કરોડનો પ્રોજેક્ટ શરુ કરાવાનો છે એ માટે ચેરમેન દિલીપભાઈ સંઘાણીનો તેમણે આભાર માન્યો હતો.

ખેડુતોને વર્ષ 2022માં 22% ડિવિડન્ટ આપ્યું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોની આવક વધારવા, તેમના ઉત્પાદનોની  વેલ્યુએશન કરવા માટે આવા પ્રોજેક્ટર મહત્વપૂર્ણ બનશે. સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ આનાથી સાકાર કરાશે .  વેલ્યુ એડિસન કરવા માટે લોજિસ્ટિક પાર્કમાં જુદા જુદા પ્રકારના છ કામો થશે. સપ્લાય અને ડિમાન્ડના સંતુલનને બનાવવામાં લોજિસ્ટિક પાર્કનો પ્રયાસ મહત્વપૂર્ણ રહેશે. ગુજકોમાસોલનું કામ ખેડૂતોના ઉત્પાદનની સંગ્રહથી લઇ માર્કેટ સુધીની સુવિધા આપવાનું છે. ખેડૂતોની આવક ડબલ કરવાનુ પ્લેટફોર્મ ગુજકોમાસોલે ઊભું કર્યું છે તેના માટેનો આરંભ મહેસાણાથી થયો છે. રાજ્યપાલ પ્રાકૃતિક ખેતી પર ભાર આપ્યો છે ત્યારે તેમણે ખાતર બિયારણ અને દવામાં ગુસકોમાસોલ દ્વારા ખેડૂતોને અપાતી વિવિધ યોજના અને લાભોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ખેડુતોને વર્ષ ૨૦૨૨૨માં ૨૨% ડિવિડન્ટ આપ્યું છે જે ખરેખર નોંધનીય અને આવકારદાયક બાબત છે. 

ખેડૂતોના સહકારથી સમૃદ્ધિમાં લઈ જવાના સંકલ્પ
તેમણે જણાવ્યું હતું કે,” આગામી સમયમાં ગુજકોમાસોલ દ્વારા અઢીસો જેટલા મોલો ઉભા થવાના છે જેનાથી ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે દેશનું હૂંડિયામણ બચશે. વૈજ્ઞાનિકોના સહયોગથી નેનો યુરિયાના છંટકાવની પદ્ધતિ ઊભી થઈ છે આ માટે તેમણે ગુજકોમાસોલ નો પણ આભાર માન્યો હતો. ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ પાર્કથી અલગ પ્રોજેક્ટની અને સ્થનિકો ની  રોજગારી ઊભી થશે. ખેડૂતીની સમૃદ્ધિ સાથે અન્યની રોજગારીની તકો પણ ઉભી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેડૂતોને સહકારથી સમૃદ્ધિમાં લઈ જવાના સંકલ્પને સાર્થક કરવામાં ગુજકોમાસોલ અગ્રેસર છે. આગામી સમયમાં ભૌગોલિક ખેતીને લઈ 300 કરોડના પ્રોજેક્ટ સાથે આગળ વધીશું.

રાજ્યના તમામ જિલ્લામાં ઉપજ વધે અને તેનું મૂલ્ય વર્ધન બનાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને સહકારથી સમૃદ્ધિના સંકલ્પ અને પરિપૂર્ણ કરવા ઘણી બધી યોજનાઓનું અમલીકરણ કરાવવા પ્રયત્નશીલ છે.ખેડૂતો સમૃદ્ધ થાય તો વેપારી મજબૂત થાય તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે.સાથે જણાવ્યું હતું કે ખેડૂતો પણ સહકારથી સમૃદ્ધિના સંકલ્પ સિદ્ધ કરવા માટે મહત્વનો ભાગ છે.વડાપ્રધાનના સંકલ્પ સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જવા માટેનો આ એક પ્રયાસ મહેસાણા ખાતેથી શરૂ કરી રહ્યા છે.

ખેડૂતોને સમૃદ્ધિ વધારવામાં મહત્વપૂર્ણ ફાળો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે,” ગુજકોમાસોલ દ્વારા ગુજરાતમાં અઢીસો ઉપરાંત મોલ  ઉભા કરવાના છે. જેનાથી ખેડૂતો અને મહિલાઓના ઉત્પાદનોને સીધુ માર્કેટ મળશે. ખેડૂતો સમૃદ્ધ થાય તેની પાછળ વેપારી પણ મજબૂત બને છે ખેડૂતોની આવક ડોલરના ભાવમાં આવશે ત્યારે જ સાચી સમૃદ્ધિ આવશે.  ખેડૂતોને સમૃદ્ધ કરવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ અને કેંદ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા સહકાર મંત્રાલય ઉભુ  કરાવીને મલ્ટીસ્ટેટ કો ઓપરેટિવ સોસાયટીઓ દ્વારા બીજ વાવવું ,ઉત્પાદન કરવું તેમજ તેને માર્કેટ આપવું અને ખેડૂતોને સમૃદ્ધિ વધારવામાં મહત્વપૂર્ણ ફાળો આપવામાં સરકાર મજબૂત ભૂમિકા ભજવી રહી છે.

કડીમાં ખેડૂતો ટામેટાના ઈમ્પોર્ટ નિકાસ કરે છે
મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, જે તે તાલુકામાં આત્મનિર્ભર ભારત લક્ષ્યાંકના મુદ્દે સરકાર કટિબદ્ધ છે ખેડૂતોને ઉત્પાદનના યોગ્ય ભાવ મળે અને પાકને માર્કેટ મળે તેના માટે સરકારની અનેક યોજનાઓ ખેડૂતલક્ષી છે આ તકે તેમણે કડીમાં ખેડૂતો ટામેટાના ઈમ્પોર્ટ નિકાસ કરી છે તે પણ જણાવ્યુ હતું.

ખેડૂતોની ખેતપેદાશોની પ્રાઇમરી પ્રોસેસિંગ કરી સીધી નિકાસ કરાશે
ગુજકોમાસોલના વાઇસ ચેરમેન બીપીન પટેલે ગુજરાત સ્ટેટકો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ લોજિસ્ટિક પાર્ક વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે,” ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર ,મહેસાણા ,સાબરકાંઠા બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીના અંદાજે 2000 ખેડૂત મંડળીના ચાર લાખ ખેડૂતોને આનાથી સીધો ફાયદો મળશે ખેડૂતોની ખેતપેદાશોની પ્રાઇમરી પ્રોસેસિંગ કરી સીધી નિકાસ કરવામાં આવશે.

એક જ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરું કરવાનું લક્ષ્યાંક
અભ્યુદય ભારત પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના ધવલભાઈ રાવલે ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટિક પાર્ક વિશેની માહિતી પૂરી પાડતા જણાવ્યું હતું કે, આ પાર્કમાં કોલ્ડ સ્ટોરેજ ,ક્લાસ એ એક્સપોર્ટ ફેસીલીટી, વેરહાઉસ, 2000 મેટ્રિકલ સ્ટોરરેજ ફ્રોજન ઈન્ડિવિઝન લાઈન તેમજ ફ્રેશ ફ્રુટ અને વેજીટેબલ પેક હાઉસ બનાવવામાં આવશે જેનો સીધો લાભ 2000 ખેડૂત મંડળી સહિત ચાર લાખ ખેડૂતોને મળશે આ સવલતો નો ઉપયોગ જિલ્લા સંઘ, તાલુકા સંઘ, એફપીઓ અને પીએસીએસ દ્વારા કરી શકાશે.તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી ગુજકોમાસોલ ને વાર્ષિક રૂ. 8 થી 10 કરોડ આવક થવાનો અંદાજ છે તેમજ એક જ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરું કરવાનું લક્ષ્યાંક છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news