પીરાણાની ઈમામશાહ દરગાહ મામલે ખુલાસો: વાસ્તવમાં મૂળ હિન્દુઓનું ધાર્મિક સ્થાન!

અમદાવાદના પીરાણાની ઇમામશાહની દરગાહ અને તેની ફરતે આવેલી મુસ્લિમ સ્થાનને હિંદુ ધાર્મિક સ્થાનમાં રૂપાંતરણ તજવીજ મામલે હાઈકોર્ટમાંમાં થયેલી અરજીના મામલે ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી સોગંદનામું કરવામાં આવ્યું છે.

પીરાણાની ઈમામશાહ દરગાહ મામલે ખુલાસો: વાસ્તવમાં મૂળ હિન્દુઓનું ધાર્મિક સ્થાન!

ઝી બ્યુરો/અમદાવાદ: પીરાણાની ઇમામશાહની દરગાહ અને તેની ફરતે આવેલી મુસ્લિમ સ્થાનને હિંદુ ધાર્મિક સ્થાનમાં રૂપાંતરણ તજવીજ મામલે hc માં અરજી કરવામાં આવી છે. આ મુદ્દે ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી સોગંદનામું કરવામાં આવ્યું છે. જેમાં જુના ઠરાવના આધારે દાવો કર્યો કે ઇમામશાહ દરગાહ વાસ્તવમાં મૂળ હિન્દુઓનું ધાર્મિક સ્થાન છે. આ ધાર્મિક સ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં હિન્દુ અને મુસ્લિમ બને સમુદાયના અગ્રણીઓ છે. ટ્રસ્ટ તરફથી રજૂ કરાયેલા સોંગદનામને રેકર્ડ પર લઈ hc માં બે સપ્તાહ બાદ સુનાવણી હાથધરવામાં આવશે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના પીરાણાની ઇમામશાહની દરગાહ અને તેની ફરતે આવેલી મુસ્લિમ સ્થાનને હિંદુ ધાર્મિક સ્થાનમાં રૂપાંતરણ તજવીજ મામલે હાઈકોર્ટમાંમાં થયેલી અરજીના મામલે ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ તરફથી સોગંદનામું કરવામાં આવ્યું છે. જેમા જુના ઠરાવના આધારે દાવો કર્યો કે ઇમામશાહ દરગાહ વાસ્તવમાં મૂળ હિન્દુઓનું ધાર્મિક સ્થાન છે.

સાથે જ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ સ્થળ અંદાજિત 600 વર્ષથી હિન્દુઓની આસ્થાનું પ્રતીક રહ્યું છે, અને કલ્કિ ભગવાનના 10માં આવતારના આરાધ્ય દેવ તરીકે આ જગ્યાને પૂજવામાં આવે છે. ઈમામશાહ દરગાહ પર 9 કળશ જોવા મળે છે, જે પૃથ્વી માતાનું પ્રતીક છે. આ ઈમામશાહ દરગાહની પાછળ સ્થાનિક મુસ્લિમ સમુદાય દ્વારા મસ્જિદ બનાવવામાં આવી છે. જેને લઇને પણ આગામી દિવસોમાં હવે ટ્રસ્ટ તરફથી  દાવો કરવામાં આવી શકે છે.

સાથે તેમણે કહ્યું કે, આ ધાર્મિક સ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં હિન્દુ અને મુસ્લિમ બને સમુદાયના અગ્રણીઓ છે. ટ્રસ્ટ તરફ થી રજૂ કરાયેલા સોગંદનામાને રેકર્ડ પર લઈ હાઈકોર્ટમાં બે સપ્તાહ બાદ સુનવણી હાથ ધરવામાં આવશે. આ મેટર કોર્ટમાં છે અને આ મામલે કોર્ટનો નિર્ણય આખરી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news