સેંકડો વિદ્યાર્થીઓ ખોટા કેન્દ્ર પર પહોંચી ગયા, શી ટીમ દ્વારા બસ બાંધીને સાચી જગ્યાએ પહોંચાડાયા

શહેર પોલીસ કમિશ્નર તરીકે ડો. સમશેરસિંગે ચાર્જ સંભાળ્યો ત્યારથી પોલીસનું નાગરિકો પ્રત્યેનું વલણ બદલાયું છે. તેના નવા નવા કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવતા રહે છે. ત્યારે વડોદરા પોલીસ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની સાથે સાથે નાગરીકોને અનેક રીતે ઉપયોગી થવાનો પ્રયાસ સતત કરતી રહે છે. તેવો જ એક કિસ્સો આજે સામે આવ્યો છે.
સેંકડો વિદ્યાર્થીઓ ખોટા કેન્દ્ર પર પહોંચી ગયા, શી ટીમ દ્વારા બસ બાંધીને સાચી જગ્યાએ પહોંચાડાયા

વડોદરા : શહેર પોલીસ કમિશ્નર તરીકે ડો. સમશેરસિંગે ચાર્જ સંભાળ્યો ત્યારથી પોલીસનું નાગરિકો પ્રત્યેનું વલણ બદલાયું છે. તેના નવા નવા કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવતા રહે છે. ત્યારે વડોદરા પોલીસ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની સાથે સાથે નાગરીકોને અનેક રીતે ઉપયોગી થવાનો પ્રયાસ સતત કરતી રહે છે. તેવો જ એક કિસ્સો આજે સામે આવ્યો છે.

આજરોજ વડોદરા સહિત રાદજ્યભરમાં લોકરક્ષક દળની સ્પર્ધાત્મક પરીક્ષાની લેખીત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક જગ્યાઓએ પરીક્ષા કેન્દ્ર બદલી નાંખવામાં આવતા જૂના કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ પહોંચ્યા હતા. પરીક્ષાના કટોકટી ભર્યા સમયમાં ઉમેદવારોને મુશ્કેલીના પડે તે માટે વડોદરાની હરણી પોલીસે અલાયદી વ્યવસ્થા કરી હતી. વિદ્યાર્થીઓને સમયે સાચા કેન્દ્ર પર પહોંચાડી દેવાયા હતા.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જય અંબે સ્કુલ, અમિત નગર ખાતે આવેલુ પરીક્ષા કેન્દ્ર અચાનક બદલી નાંખવામાં આવ્યું હતું. જેને કારણે ઉમેદવારો જૂના કેન્દ્ર પર પહોંચ્યા હતા. ઉમેદવારોને નવા કેન્દ્ર અંબે સ્કુલ, રીધમ હોસ્પિટલ પાછળ સુધી પહોંચવામાં કોઇ મુશ્કેલી ન પડે તેમાટે હરણી પોલીસની શી ટીમ દ્વારા વિશેષ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના પગલે પરીક્ષાર્થીઓ સમયસર નવા કેન્દ્ર પર પહોંચી હાલ પરીક્ષા આપી રહ્યા છે. પોલીસની કામગીરીને કારણે ચોતરફથી તેઓની પ્રશંસા કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news